મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
રામનવમીની સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી માત્ર ચાર સભ્યોએ શ્રીરામની પ્રતિમા સાથે નગરભ્રમણ કરી વર્ષાેની પરંપરા જાળવી
News Jamnagar April 22, 2021
જામનગર
અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં રામનવમી પર્વ નિમિત્તની પ્રતીક શોભાયાત્રા સંપન્ન.
જામનગર તા. ૨૨ એપ્રિલ, દર વર્ષે રામનવમીના રોજ જામનગર ખાતે હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ મિત્ર મંડળ દ્વારા સંયુક્ત ઉપક્રમે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે, પરંતુ હાલ કોરોના મહામારીને ધ્યાને લેતા ગઈકાલે રામનવમીના પર્વે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી પ્રેરક ઉપસ્થિતિમાં માત્ર ચાર વ્યક્તિઓ દ્વારા પ્રતીક રૂપે એક ગાડીમાં શોભાયાત્રા સંપન્ન કરી દર વર્ષની પરંપરાની જાળવણી કરવામાં આવી હતી. આ સંપૂર્ણ શોભાયાત્રા દરમિયાન કોવિડની માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા,શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા,પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સુભાષભાઈ જોશી, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા,મંત્રી મેરામણભાઈ ભાટુ તથા સમિતિના પ્રમુખ રાજુભાઈ, સંજયભાઈ જાની વગેરે સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024