મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર ખીજડીયા બાયપાસ નજીક થી દારૂની 204 બોટલ થતા કાર સાથે બે ઝડપી લેતી પેરોલ/ફર્લો સ્કવોડ
News Jamnagar April 22, 2021
જામનગર
જામનગર ખીજડીયા બાયપાસ જય માતાજી હોટલ પાસે હાઈ-વે રોડ પરથી ભારતીયબનાવટની વિદેશી દારૂની બોટલ નંગ-204 કિ.રૂ.81600/- નો તથા આઈ-10 કાર કિ.રૂ.300 000/ તથા બે મોબાઈલ કિ.રૂ.20000/- એમ મળી કુલ કિ.રૂ.401600/- ના મુદામાલ સાથે બે ઈસમોને પકડી પાડતી જામનગર પેરોલ/ફર્લો સ્કવોડ
જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક દીપન ભદ્ધન સાહેબ નાઓની સુચના તેમજ એલ.સી.બી પો.ઈન્સ. કે. જી. ચોધરી સાહેબ નાઓના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોડના પો.સ.ઈ. એ.એસ.ગરચર તથા સ્ટાફના માણસો પેરોલ ફર્લો ફરારીનાસતાં-ફરતાં ફરારી ગુન્હેગારોને શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન પો. હેડ કોન્સ. નિર્મળસિંહ જાડેજા તથા રાજેશભાઈ સુવા તથા સલીમભાઈ નોયડા તથા પો.કોન્સ. ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ નાઓને રાજકોટ તરફથી એક ગ્રે કલરની આઇ-10 કાર વિદેશી દારૂ ભરી જામનગર તરફ આવતી હોવાની મળેલ બાતમી હકીકત આધારે આઇ-10 કારમાંથી આરોપી નં.(૧) મયુર રામજીભાઇ સોઢા રહે.મધુરમ રેસીડેન્સી બ્લોક નં.192/54 નાગબાઇ પ્રોવીઝન સ્ટોર્સની બાજુવાળી ગલી જામનગર તથા નં.(૨) સુરેશ ઉરેં સુર્યો કાનજીભાઇ ડાભી રહે. શાંતીનગર શેરી નં.૨ વિજયાબા હોલની સામે હનુમાન ડેરીની આગળ જામનગરવાળાઓને (૧) એપીસોડ ગોલ્ડ હીસ્કી ની વિદેશી દારૂની બોટલ નંગ-180 કિ..રૂ.72,000/- (૨) મુનવોક પ્રીમીયન એપલ વોડકા વિદેશી દારૂની બોટલ નંગ-૨૪ કિ.રૂ.9600/- તથા આઇ 10 કાર કિ.ર.300000/- તથા મોબાઈલ નંગ-૨ કિ.રૂ.20000/- મળી કુલ રૂ.40,1600/- ના મુદામાલ સાથે પકડી પાડેલ તેમજ સદરહુ ઈંગ્લીશ દારૂનો જથ્થો મંગાવનાર જીતેન્દ્ર્સિં ઉફુ જીતુભા કલુભા જાડેજા રહે.જામનગર શાંતિનગર તથા સદરહુ વિદેશી દારૂનો જથ્થો મોકલનાર કિશોરભાઈ કાઠી રહે.રામપરા ગામવાળાઓને ફરારી જાહેર કરી પો. સબ ઈન્સ. એ.એસ.ગરચરએ ધોરણસર કાયદાકીય કાર્યવાહી કરવા જામનગર પંચકોષી એ ડીવીઝન પો.સ્ટે. ખાતે ગુન્હો રેકર્ડ કરાવી આગળની તપાસ હાથ ધરેલ છે
આ કામગીરી પેરોલફર્લો સ્કવોડના પો.સ.ઈ એ.એસ.ગરચર તથા પો. હેડ કોન્સ. ગજેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ ચૌહાણ, રણજીતસિંહ પરમાર, નિર્મળસિંહ જાડેજા, સલીમભાઈ નોયડા, કાસમભાઈ બ્લોચ, મેહલભાઈ ગઢવી, ભરતભાઈ ડાંગર, રાજેશભાઇ સુવા, ગીરીરાજસિંહ જાડેજા તથા પો. કોન્સ. ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ તથા એ.એસ.આઈ. ધર્મેન્દ્રસિંક જાડેજાનાઓએ કરેલ છે
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024