મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ટુ વ્હીલર અને ફોર વ્હીલર પર માસ્ક સિવાયનો દંડ ન વસૂલ કરવા cm વિજયભાઈ રૂપાણી નો આદેશ
News Jamnagar April 22, 2021
રાજય
કેબીનેટ બેઠકમાં માન.મુખ્યમંત્રીશ્રી સાથે શ્રી યોગેશભાઈ પટેલ , રા.ક.મંત્રીશ્રી તેમજ અન્ય મંત્રીશ્રીઓ સાથે ચર્ચા થયા બાદ ટુ વ્હીલર અને ફોર વ્હીલરમાં પોલીસ દ્વારા માસ્ક સીવાય અન્ય આર.ટી.ઓ.નો દંડ વસૂલવામાં ન આવે તેવી માન.મુખ્યમંત્રીશ્રી દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી .
આજે તા . ૨૨-૦૪-૨૦૨૧ના રોજ ગાંધીનગર ખાતે મળેલી કેબીનેટ બેઠકમાં માન.મુખ્યમંત્રી સાથે યોગેશભાઈ પટેલ , રા.ક.મંત્રીશ્રી , નર્મદા અને શહેરી ગૃહનિર્માણ અને અન્ય મંત્રીશ્રીઓ દ્વારા વડોદરામાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનોને આપવામાં આવતા મેમા બાબતે ચર્ચા કરવામાં આવી . પોલીસ દ્વારા ટુ વ્હીલર અને ફોર વ્હીલરને આર.ટી.ઓ.ના મેમા આપવામાં આવે છે ,
જેનાથી ટુ વ્હીલરનો ત્રણ થી ચાર હજાર જેટલો દંડ થાય છે અને ફોર વ્હીલરને આઠ થી દસ હજાર જેટલો દંડ થાય છે અને વ્હીકલ ડીટેઈન કરવામાં આવે તો અઠવાડિયા સુધી વાહનો છૂટતા નથી અને વાહન માલિકોએ ગરમીમાં આર.ટી.ઓ.માં લાંબી લાઈનમાં ઉભા રહેવું પડે છે .
વાહનો ડિટેઈન થતા વાહન માલિકોને કોરોના મહામારીમાં હોસ્પિટલમાં આવવા – જવા તેમજ દર્દીઓને હોસ્પિટલ સુધી લઈ જવા તેમજ અન્ય કામોમાં પારાવાર મુશ્કેલીઓ પડે છે . તેથી માન.મુખ્યમંત્રીશ્રીએ , વાહનવ્યવહાર મંત્રીશ્રી આર.સી. ફળદુ અને રાજ્યકક્ષાના ગૃહ મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાને સ્પષ્ટ સૂચના આપી છે કે , હાલ પુરતો પોલીસ દ્વારા માસ્ક ન પહેરવા બાબતનો જ દંડ વસૂલવામાં આવે અને માસ્ક સિવાયની અન્ય બાબતોની કલમ હાલ પૂરતી લગાવવી નહીં અને દંડ વસૂલવો નહીં . કોરોના મહામારીના સમયમાં માન.મુખ્યમંત્રીશ્રી સાથે ચર્ચા બાદ ટુ વ્હીલર અને ફોર વ્હીલર પર માસ્ક સિવાયનો દંડ ન વસૂલ કરવા બાબતની તાત્કાલીક સૂચના આપવામાં આવેલ છે . જે ખૂબ જ આવકારદાયક અને સરાહનીય પગલું છે .
ફાઈલ તસ્વીર
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024