મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
950 બેડની ક્ષમતા ધરાવતી આ કોવિડ હોસ્પિટલને માત્ર 10 દિવસ જેટલા ટૂંકા સમયમાં જ ઉભી કરવામાં આવી છે.
News Jamnagar April 24, 2021
અમદાવાદ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં નવનિર્મિત ધન્વંતરી કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી
અમિત શાહે હોસ્પિટલમાં ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓનું નિરીક્ષણ કર્યું.શરૂ થનારી હોસ્પિટલને માત્ર 10 દિવસ જેટલા ટૂંકા સમયમાં જ ઉભી કરવામાં આવી છે
અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટરમાં 950 બેડની આ કોવિડ હોસ્પિટલનું નિર્માણ ગુજરાત સરકારે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO), કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલયના સહયોગથી કર્યું છે
950 બેડની ક્ષમતા ધરાવતી આ હોસ્પિટલમાં કોવિડના દર્દીઓ માટે ઇન્સેન્ટિવ અને ક્રિટીકલ સંભાળ સહિત તમામ આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ છે
તમામ બેડ ઓક્સીજન સુવિધાથી સજ્જ છે, તેમાં 250 બેડ વેન્ટિલેટર સહિત ICU બેડ પણ રહેશે
હોસ્પિટલમાં 50 ડૉક્ટર અને ડ્યૂટી મેડિકલ અધિકારીઓ સહિત 200થી વધારે મેડિકલ અને પેરા-મેડિકલ સ્ટાફને નિયુક્ત કરવામાં આવશે
કેન્દ્રીય ગૃહમંત્રીએ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજીને ગુજરાતમાં કોવિડની સ્થિતિની સમીક્ષા કરી
અમિત શાહ આજે પોતાના સંસદીય મતવિસ્તાર ગાંધીનગરની સરકારી હોસ્પિટલોમાં કોવિડના દર્દીઓ માટે 10 કરોડ રૂપિયાની સ્વાસ્થ્ય સુવિધાઓ પણ સમર્પિત કરશે
યુદ્ધના ધોરણે પ્રદાન કરવામાં આવેલી આ સુવિધાઓમાં ઓક્સીજન કોન્સન્ટ્રેટરના રૂપમાં 100 Bipap મશીનો છે જેમાં ગાંધીનગર ખાતે આવેલી સિવિલ હોસ્પિટલ અને સોલા સિવિલ હોસ્પિટલ માટે 50-50 મશીનો અને 25 વેન્ટિલેટર શામેલ છે
6 એમ્બ્યુલન્સ, 2 ICU ઓન વ્હીલ્સ અને 2 મોબાઇલ ટેસ્ટિંગ લેબોરેટરી પણ અર્પણ કરી, આ સુવિધાઓ વિશેષરૂપે અમદાવાદ જિલ્લાના 160 ગામડાં અને ગાંધીનગર જિલ્લાના 100 ગામડાંઓમાં ગ્રામીણ વસ્તી અને 4 નગરપાલિકાના લોકો માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ ખાતે નવનિર્મિત ધન્વંતરી કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. અમિત શાહે હોસ્પિટલમાં ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓનું નિરીક્ષણ કર્યુ હતું. આવતી કાલથી શરૂ થનારી હોસ્પિટલને માત્ર 10 દિવસ જેટલા ટૂંકા સમયમાં જ ઉભી કરવામાં આવી છે. અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટરમાં 950 બેડની આ કોવિડ હોસ્પિટલનું નિર્માણ ગુજરાત સરકારે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO), કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલયના સહયોગથી કર્યું છે. આ હોસ્પિટલના કારણે અમદાવાદમાં કોવિડ-19 માટેના બેડની ઉપલબ્ધતામાં વધારો થશે.
950 બેડની ક્ષમતા ધરાવતી આ હોસ્પિટલમાં કોવિડના દર્દીઓ માટે ઇન્સેન્ટિવ અને ક્રિટીકલ સંભાળ સહિત તમામ આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ છે. હોસ્પિટલમાં તમામ બેડમાં ઓક્સીજનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેમાં 250 બેડ વેન્ટિલેટર સહિત ICU બેડ પણ રહેશે. આ હોસ્પિટલ રેફરલ હોસ્પિટલ તરીકે કામ કરશે અને તેમાં સેકન્ડરી સંભાળને પણ સામેલ કરવામાં આવશે. હોસ્પિટલમાં 50 ડૉક્ટર અને ડ્યૂટી મેડિકલ અધિકારીઓ સહિત 200થી વધારે મેડિકલ અને પેરા-મેડિકલ સ્ટાફને નિયુક્ત કરવામાં આવશે. આ ઉપરાંત, ગુજરાત યુનિવર્સિટીના 185 યુવાન NSS સ્વયંસેવકો પણ આ હોસ્પિટલની કામગીરીના સંચાલનમાં મદદ કરવા માટે આગળ આવ્યા છે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજીને ગુજરાતમાં કોવિડની સ્થિતિની સમીક્ષા કરી હતી.અમિત શાહ આજે પોતાના સંસદીય મતવિસ્તાર ગાંધીનગરની સરકારી હોસ્પિટલોમાં કોવિડના દર્દીઓ માટે 10 કરોડ રૂપિયાની સ્વાસ્થ્ય સુવિધાઓ પણ સમર્પિત કરશે. યુદ્ધના ધોરણે ઉપલબ્ધ કરવામાં આવી રહેલી આ સુવિધાઓમાં ઓક્સીજન કોન્સન્ટ્રેટરના રૂપમાં 100 Bipap મશીનો છે.
જેમાં ગાંધીનગર ખાતે આવેલી સિવિલ હોસ્પિટલ અને સોલા સિવિલ હોસ્પિટલ માટે 50-50 મશીનો અને 25 વેન્ટિલેટર શામેલ છે. આ ઉપરાંત, તાકીદના ધોરણે ઉપયોગમાં લેવા માટે 6 એમ્બ્યુલન્સ, 2 ICU ઓન વ્હીલ્સ અને 2 મોબાઇલ ટેસ્ટિંગ લેબોરેટરી પણ અર્પણ કરવામાં આવી છે. આ સુવિધાઓ વિશેષરૂપે અમદાવાદ જિલ્લાના 160 ગામડાં અને ગાંધીનગર જિલ્લાના 100 ગામડાંઓમાં ગ્રામીણ વસ્તી અને 4 નગરપાલિકાના લોકો માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. શ્રી અમિત શાહ ગાંધીનગરની અન્ય સરકારી હોસ્પિટલોને પણ આરોગ્ય ઉપકરણ અને સુવિધાઓ પ્રદાન કરશે.
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024