મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
દેવભૂમિ દ્વારકાના બાગાયત વિભાગની વિવિધ યોજનાનો લાભ લેવા માંગતા ખેડુતો તા.૧૫ મે સુધી આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે
News Jamnagar April 24, 2021
દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના બાગાયત વિભાગની વિવિધ યોજના ઓનો લાભ લેવા માગતા ખેડુતો માટે ૧૫/૦૫/૨૦૨૧ સુધી આઇ.ખેડુત પોર્ટલમા ઓનલાઇન અરજીઓ સ્વિકારવાનુ ચાલુ હોય, પ્લાસ્ટીક આવરણ (મલ્ચીંગ), કાચા-અર્ધ પાકા-મંડપ-વેલાવાળા શાકભાજીના પેડલ, હાઇબ્રીડ બિયારણ, દેવીપુજક ખેડુતોને તરબૂચ ,ટેટી અને શાકભાજીના બીયારણમાં સહાય, વધુ ખેતી ખર્ચવાળા ફળપાકો સિવાયના ફળપાકો, ફળપાક પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય, પપૈયા, કેળ (ટીસ્યુ), ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળપાકો-આંબા, જામફળ, દાડમ, લીંબુ માટે, ટીસ્યુ કલ્ચર ખારેકની ખેતી માં સહાય, છુટાફૂલો, ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા, બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબલ ખાતરમાં સહાય, બાગાયતી પાક ના પોસેસીંગ ના નવા યુનિટ માટે સહાય, બાગાયત પેદાશની પોસ્ટહાર્વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત પેકીંગમ ટીરીયલ્સમાં સહાય, ટ્રેક્ટર (૨૦ PTO HP સુધી), ટ્રેકટર માઉન્ટેડ/ ઓપરેટેડ સ્પ્રેયર (૩૫BHP થી વધુ)/ ઇલેક્ટ્રોસ્ટેટીક સ્પ્રેયર, ટ્રેકટર માઉન્ટેડ/ઓપરેટે ડસ્પ્રેયર (૨૦BHP થી ઓછા), પાવરટીલર (૮BHP થીવધુ), સ્વયં સંચાલિત બાગાયત મશીનરી, ઔષધિય/સુગંધિત પાકોના વાવેતર માટે સહાય, ટુલ્સ ઇક્વિપમેન્ટ શોર્ટીગ ગ્રેડિંગના સાધનો (તાલપત્રી, પ્લાસ્ટિક કેરેટ, વજનકાટા), પાવર નેપસેક સ્પ્રેયર (12-16 લિટર ક્ષમતા) વિગેરે માં સરકારશ્રી તરફથી મળતી આર્થિક સહાય લાભ લેવા માગતા તમામ ખેડુતો એ I-Khedut પોર્ટલમા ઓન લાઇન અરજી કરી, અરજીની પ્રિન્ટ આઉટ ની નકલ સાથે ૭-૧૨ અને ૮-અ ના દાખલાઓ, જાતી અંગેનો દાખલો, આધારકાર્ડ તેમજ બેન્ક બચત ખાતાની નકલ વગેરે નાયબ બાગાયત નિયામકની કચેરી, બીજો માળ, રૂમ નં A/2/18, જીલ્લા સેવા સદન, લાલપુર રોડ, જામ-ખંભાળીયા, ફોનનં. (02833) 235995 ના સરનામે તાત્કાલીક પહોચાડવા જણાવવામા આવે છે.
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024