મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
પ્રેમ સબંધને કરુણ અંજામ આપતો દિયર.
News Jamnagar April 24, 2021
જામનગર
પ્રેમ સબંધને કરુણ અંજામ આપતો દિયર
પાંચ સંતાન ની માતા જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈરહી છે
હોસ્પિટલમાં સારવાર હેઠળ. દિયર નું મુત્યુ નિપજ્યુ.
આમ તો ભાભી ને માં સમાન ગણવામાં આવે છે.ભાભી અને દેવળ ના પવિત્ર સબંધ ને લાંછન લગાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો.
જામનગરના ગુલાબનગર વિસ્તાર સામે આવેલાં પ્રભાતનગરમાં આંગણવાડી નજીક વસવાટ કરતાં ગોપાલભાઈ કેશુભાઈ પરમાર કિશનને પોતાના પિતરાઈ ગોપાલભાઈના પત્ની હેતલબેન સાથે આડો સંબંધ બંધાયો હતો.બાદમાં હેતલ બેનના પતિ ને જાણ થતાં કિશન બીજે રહેવા ચાલ્યો ગયો હતો.
પ્રેમમાં પાગલ કિશન તેની ભાભી નેઅવાર નવાર મળવા નો પ્રયત્ન કરતો અને ગઈ કાલે સવારે એકાએક કિશન ફરી તેના પિતરાઈ ભાઈ ને ઘરે આવેલ અને તેની ભાભી હેતલ બેનને તેણે સંબંધ રાખવા માટે કહેતાં ફરીથી હેતલબેને ના પાડી હતી. તેથી ઉશ્કેરાયેલાં કિશને પોતાની પાસે રહેલી છરી બહાર કાઢી હેતલબેન પર જીવલેણ હુમલો કરી છરીના આડેધડ ઘા ઝીંકયા હતા અને તે પછી ગુસ્સાના આવેશમાં કિશને પોતાના પેટમાં પણ છરી હુલાવી દીધી હતી.
બન્ને ને લોહીલુહાણ બની ઢળી પડયા હતાં. બન્નેને સારવાર માટે ખસેડવાની તજવીજ કરાઈ હતી. જેમાં કિશનનું મૃત્યુ નિપજયું હતું અને હાલમાં હેતલબેન જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યાં છે. આબનાવ ની પોલીસ ને જણ થતા સિટી એ ડિવિઝનના પીઆઈ એમ. જે. જલુના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
અહેવાલ સબીર દલ
Tags :
You may also like
ખેતી અને પ્રકૃતિ આદિકાળથી અવિભાજ્ય અંગ છે
પ્રાકૃતિક ખેતી એટલે ખેડૂતોની ઉન્નતી ધરતીપૂત્રો માટે વાવણીથી વેચાણ સુધીનું વ્યવસ્થિત વ્યવસ્થાતંત્ર તૈયાર કરતી ગુજરાત સરકાર ૦ :: ૦૦૦ :: ...
October 23, 2024