મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
દિલ્હી હાઈકોર્ટે કહ્યું ઓક્સિજન સપ્લાઈમાં અવરોધ નાખવાની કોશિશ કરી તો તેને ફાંસી પર લટકાવી દેવામાં આવશે.
News Jamnagar April 25, 2021
દિલ્હીઃ
દિલ્હી હોસ્પિટલોમાં ઓક્સિજનની અછતને લઈને શનિવારે હાઈકોર્ટમાં સુનાવણી થઈ. ઓક્સિજનની અછતને લઈને ચાર હોસ્પિટલોએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. આ દરમિયાન ઓક્સિજન સપ્લાઈ રોકવાનો મામલો પણ ઉઠ્યો હતો.
તેના પર હાઈકોર્ટ નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે, જો કોઈપણ સરકારી અધિકારી અથવા કર્મચારીએ ઓક્સિજન સપ્લાઈને રોકવાની કોશિશ કરી, તો તેને ફાંસી પર લટકાવી દેવામાં આવશે. હાઈકોર્ટે તે પણ કહ્યું કે, આવા અધિકારીઓ વિરૂદ્ધ તરત જ એક્શન લેવામાં આવે.
દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે, જો કોઈપણ સરકારી અધિકારી પછી તે ભલે કેન્દ્રનો હોય કે રાજ્યોનો, જો તેને ઓક્સિજન સપ્લાઈમાં અવરોધ નાખવાની કોશિશ કરી તો તેને ફાંસી પર લટકાવી દેવામાં આવશે.
જસ્ટિસ વિપિન સાંધી અને જસ્ટિસ રેખા પાલ્લીની બેન્ચે આ વાત મહારાજ અગ્રેસન હોસ્પિટલની અરજી પર સુનાવણી દરમિયાન કહી. બેન્ચે કહ્યું કે, દિલ્હી સરકાર અમને જણાવે કે ઓક્સિજનની સપ્લાઈમાં અવરોધ કોણ નાંખી રહ્યું છે,
અમે તે વ્યક્તિને ફાંસી આપીશું. અમે કોઈને પણ છોડીશું નહીં. બેન્ચે દિલ્હી સરકારને તે પણ કહ્યું કે, તેઓ કેન્દ્રને પણ આવા અધિકારીઓ વિશે જણાવે, જેથી તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી શકે.
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024