મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
મારી ઓળખાણ ગાંધીનગર માં છે . પોલીસ હેડ કોન્સ્ટેબલની સીધી ભરતી કરાવી આપવાની લાલચ આપી 3.50 લાખ પડાવી લેવાયા.
News Jamnagar April 25, 2021
દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકા ના ટીમડી ગામ ના યુવક ને હેડ કોન્સ્ટેબલ ની નોકરી આપવાની લાલચ આપી સાડા ત્રણ લાખ ની છેતરપીંડી ની ફરિયાદ ખંભાળીયા પોલીસ મથક માં નોંધાઇ જેની તપાસ હાલ પોલીસ દ્વારા ચલાવાય રહી છે જેમાં એક આરોપી ને પકડી અન્ય દિશામાં પણ તપાસ હાથ ધરી છે…
અહેવાલ દેશુર ગઢવી ખંભાળિયા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયા નજીક આવેલ ટીમડી ગામ ના યુવક ને હેડ કોન્સ્ટેબલ ની નોકરી અપાવવા માટે ની લાલચ આપી અને 3.5 લાખ ની છેતરપીંડી કરી હોવાની ફરિયાદ ખંભાળીયા પોલીસ મથકે નોંધાઇ હતી.
ખંભાળીયા નો યુવક જીગ્નેશ આરંભાળિયા ના સંપર્ક માં ટીમડીનો યીવક કુમારસિંહ જાડેજા આવ્યો હતો અને મિત્રતા થઈ હતી બાદમાં જીગ્નેશ દ્વારા કુમારસિંહ ને મારી ઓળખાણ ગાંધીનગર માં છે અને સીધી ભરતી કરાવી દેવાની લોભામણી વાત કરી હતી ત્યારે તેમની વાતમાં કુમારસિંહ એ હા પાડી ત્યારે જીગ્નેશ દ્વારા એક લેખિત અરજી કરવી જોઈશે અને હેડ કોન્સ્ટેબલ તરીકે નિમણૂક થઈ હોવાનું જણાવી 7 લાખ ની માંગણી કરી હતી ત્યારે કાજૂરડા ના પાટિયા પાસે જીગ્નેશ એ ખોટા દસ્તાવેજો બતાવી અને કુમારસિંહ પાસેથી રૂપિયા સાડા ત્રણ લાખ લીધા હતા અને બાકીના રૂપિયા નોકરી લાગી ગયા બાદ આપવાનું નક્કી થયું હતું
પરંતુ નોકરી નો આખરી હુકમ ન આવતા પોલીસ ભરતી થવા માટેની પરીક્ષામાં પાસ કરવાની હોવાનું ભાન થતા તેને ખંભાળીયા પોલીસ મથક માં જીગ્નેશ આરંભાળિયા વિરુદ્ધ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી અને જીગ્નેશ સહિત તેની સાથે કોને મદદગારી કરી તે દિશામાં તપાસ શરૂ કરી હતી અને આરોપી જીગ્નેશ ને ખંભાળીયા પોલીસ દ્વારા અટકાયત કરી હતી અને અન્ય કોણ તેના સાથીદારો છે કઈ રીતે સમગ્ર દસ્તાવેજ ઉભા કર્યા અને અન્ય તમામ દિશામાં તપાસ કરી અને અન્ય આરોપીઓ ને પકડી પાડવા માટે અલગ ટીમ બનાવી દેવામાં આવી છે અને તમામ ને પડકી પાડવા કવાયત શરૂ કરી છે.
બાઈટ 01 – સમીર સારડા , ડીવાય એસપી , દેવભૂમિ દ્વારકા
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024