મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ઓક્સિજન ની અછત ને લઈ ને મોદી સરકાર નો મોટો નિર્ણય
News Jamnagar April 26, 2021
દિલ્હીઃ
પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી દેશભરમાં જાહેર આરોગ્ય સ્થળોએ 551 પીએસએ ઓક્સિજન જનરેશન પ્લાન્ટ સ્થપાશે
દેશભરમાં જિલ્લાના વડામથકની સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન જનરેશન પ્લાન્ટ સ્થપાશે
આ તમામ પ્લાન્ટ શક્ય તેટલી ઝડપથી કાર્યરત કરી દેવાશે : પ્રધાનમંત્રી
આ ઓક્સિજન પ્લાન્ટથી જિલ્લાના વડામથકની હોસ્પિટલોમાં ઓક્સિજનનો પુરવઠો નિરંતર મળતો રહે તે સુનિશ્ચિત કરાશે
હોસ્પિટલોમાં ઓક્સિજનના પુરવઠાને ઉપલબ્ધ કરાવવામાં વેગ મળે તે માટે પ્રધાનમંત્રીના આદેશની દિશામાં આગળ વધવા દેશભરમાં જાહેર આરોગ્યના સ્થળો (હોસ્પિટલોમાં)એ મેડિકલ ઓક્સિજન જનરેશન (ઉત્પાદન) પ્લાન્ટ પ્રેસર સ્વિંગ એડસોર્પશન (પીએસએ) સ્થાપવા માટે ફંડની ફાળવણી માટે પીએમ કેર્સ ફંડે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આદેશ આપ્યો હતો કે આ પ્લાન્ટ શક્ય તેટલી ઝડપથી કાર્યરત થઈ જવા જોઇએ. તેમણે જણાવ્યું હતું કે આ પ્લાન્ટથી દેશભરમાં જિલ્લા સ્તરે ઓક્સિજનના પુરવઠાની ઉપલબ્ધતામાં મોટો વેગ મળશે.
વિવિધ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના જિલ્લા વડામથકની નિયત કરાયેલી સરકારી હોસ્પિટલમાં આ વિશેષ પ્લાન્ટની રચના કરાશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ફંડની પ્રાપ્તિ કરાશે.
અગાઉ પીએફ કેર્સ ફંડ દ્વારા દેશમાં જાહેર આરોગ્ય સંસ્થાઓની અંદર જ 162 જેટલા પીએસએ મેડિકલ ઓક્સિજન જનરેશન પ્લાન્ટની સ્થાપના માટે 201.58 કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી.
જિલ્લા વડામથક ખાતેની સરકારી હોસ્પિટલમાં પીએસએ ઓક્સિજન જનરેશન પ્લાન્ટની સ્થાપના કરવા પાછળનો મૂળભૂત હેતુ દેશની જાહેર આરોગ્ય સિસ્ટમને મજબૂત બનાવવાનો તથા આ હોસ્પિટલોમાં ઓક્સિજન જનરેશન સવલતો હોવાની ખાતરી કરાવવાનો છે. આ પ્રકારની પોતાને ત્યાં જ વિકસાવવામાં આવેલી ઓક્સિજન જનરેશન સવલતથી આ હોસ્પિટલો તથા જિલ્લાઓમાં મેડિકલ ઓક્સિજનની દૈનિક જરૂરિયાતને પહોંચી વળવામાં આવશે. આ ઉપરાંત લિક્વીડ મેડિકલ ઓક્સિજન (એલએમઓ) ઓક્સિજન જનરેશનમાં વધારાની સવલત તરીકે કામ કરશે. આ પ્રકારની સિસ્ટમથી જિલ્લાની સરકારી હોસ્પિટલને ઓક્સિજનનો પુરવઠો ખોરવાઈ જાય નહીં તે સુનિશ્ચિત કરશે અને કોવીડ-19ના દર્દીઓ તથા અન્ય દર્દીઓની ઓક્સિજનની જરૂરિયાત સામે નિરંતર પુરવઠો પૂરો પાડવાની ખાતરી કરાવશે.
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024