મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
રેસિડન્સ ડોકટર્સ દ્વારા વિવિધ પડતર માંગણીઓને લઈ જી જી હોસ્પિટલના ડિન ને આવેદનપત્ર આપ્યું છે.
News Jamnagar April 26, 2021
જામનગર
જામનગરમાં એમ.પી.શાહ મેડીકલ કોલેજના 250 જેટલા રેસિડન્સ ડોકટર્સ દ્વારા વિવિધ પડતર માંગણીઓને લઈ જી જી હોસ્પિટલના ડિન ને આવેદનપત્ર આપ્યું છે. આજે રેસિડન્સ ડોકટર્સ એમ.પી.શાહ મેડીકલ કોલેજ ખાતે આવેદન પાત્ર આપવા પહોંચ્યા હતા.
બાઈટ : ડો.ગૌરાંગ ખડીયા , રેસિડન્સ ડોક્ટર જામનગર
બાઈટ .ડીન નંદિનીબેન દેસાઈ.
જામનગરમાં એક બાજુ કોરોનાની કપરી પરિસ્થિતિ જોવા મળી રહી છે તો બીજી બાજુ રેસિડન્ટ ડોકટર્સ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઇને આજરોજ ડીન નંદિની દેસાઈને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે.
રેસિડન્સ ડૉક્ટર્સના સ્ટાઈપેન્ડમાં વધારો કરવા, મુખ્યમંત્રી કોરોના વોરિયર્સ સન્માન યોજના મુજબ માનદ વેતન આપવા અને ઇન્ટનર્સ તેમજ રેસીડન્ટ ડૉક્ટર્સના 1st ડિગ્રી એજ્યુકેશનને હોસ્પિટલમાં પ્રાથમિકતા આપવા માંગ કરવામાં આવી છે. રેસિડેન્ટ ડોક્ટર જ્યારથી આવેલ છે ત્યારથી પોતાની સામાજિક અને પારિવારિક જીવનને નેવે મૂકીને સતત ફરજ નિભાવે છે આ વાતને ધ્યાનમાં રાખીને ત્રીજા વર્ષના ડોક્ટર્સના ત્રણ મહિનાનું એસ્ટેન્શન કરવાની રજૂઆત કરી છે સાથે સાથે બોન્ડ સેવા કરવાની પણ માંગ કરી છે .
ઉલ્લેખનીય છે કે રેસિડન્ટ ડોક્ટર એપ્રિલ 2020 થી આજદિન સુધી કોવિડમાં ડ્યુટી નિભાવી રહ્યા છે જોકે 24 કલાક ડ્યુટી નિભાવતા રેસિડન્ટ ડોક્ટરે કોરોનાને કાબૂમાં લેવા માટે ઉમદા કામગીરી કરી છે. જો કે ડોકટરને હજુ સુધી યોગ્ય માનદ વેતન મળતું નથી.
અહેવાલ સબીર દલ
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024