મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તમામ સંવર્ગોની વર્ચ્યુઅલ મિટિંગ નું આયોજન કરવામાં આવેલ હતું.
News Jamnagar April 27, 2021
જામનગર
તારીખ 26 એપ્રિલ 2021ના રોજ જામનગર જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તમામ સંવર્ગોની બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં સૌરાષ્ટ્ર સંભાગના સંગઠન મંત્રી મહેશભાઈ મોરી ઉપસ્થિત રહી માર્ગદર્શન આપેલ.તમામ કાર્યક્રમનું સંચાલન ભટાસણા દીપાબેન દ્વારા કરવામાં આવેલું કાર્યક્રમની શરૂઆત કોરોનાથી દિવંગત થયેલા શિક્ષકોને શ્રદ્ધાંજલિ આપી કરવામાં આવી.
ત્યારબાદ વરિષ્ઠ ઉપાધ્યક્ષ જીગ્નેશ ભાઈ પંડ્યા દ્વારા bisleri કંપનીની એડ બાબતમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના વિચારો રજુ કરેલ ત્યારબાદ નાથાભાઈ કરમુર અને જગદીશભાઈ સરડવાએ કોરોના વેક્સિનના પ્રચાર-પ્રસાર બાબતમાં વાત કરેલ. ત્યારબાદ જામનગર જિલ્લાના અધ્યક્ષ રવિન્દ્રકુમાર પાલ દ્વારા જામનગર તાલુકા અને જિલ્લાના કાર્ય વિસ્તાર બાબતમાં માર્ગદર્શન આપવામાં આવેલ અંતે પ્રમુખ પદેથી મહેશભાઈ મોરી દ્વારા નિબંધ સ્પર્ધા અને માધ્યમિક સંવર્ગ ચૂંટણી બાબતમાં માર્ગદર્શન આપવામાં આવેલ.
આ તકે જિલ્લા પ્રવેક્ષક તરીકે જીગ્નેશ ભાઈ પંડ્યાનું નામ અધ્યક્ષ દ્વારા સૂચવવામાં આવેલ સાથે સહ પ્રવેશક તરીકે જગદીશભાઈ સરવા અને હેમલભાઈ મુંજાલનું નામ પણ જાહેર કરેલ ત્યારબાદ તાલુકાના પ્રવેક્ષકોની યાદી પણ જાહેર કરવામાં આવેલ આ તકે કલ્યાણ મંત્ર બોલ્યા બાદ કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવેલ.
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024