મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગરમાં આવતીકાલે 1-મે ના પ્રણામી સ્કૂલમાં વેકસીનેશનનો કેમ્પ તેમજ ઉકાળા વિતરણ થશે
News Jamnagar April 30, 2021
જામનગર
જામનગર: જામનગરમાં મહાનગર પાલિકાની આરોગ્ય શાખાના સહયોગથી તા.1/5/2021ના શનિવારે સવારે 9:30 થી સાંજે 6:00વાગ્યા સુધી પ્રણામી ગ્લોબલ સ્કૂલમાં કોરોના વિરોધી વેકસીનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પમાં 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેકસીનનો ડોઝ આપવામાં આવશે. વેક્સિન લેનાર લોકોએ આધાર કાર્ડ સાથે લાવવું ફરજિયાત છે કેમ્પમાં સવારે 9:30 થી 2:00વાગ્યા સુધી નાગરિકો માટે વેકસીન આપવામાં આવશે. અને બપોરે 3 થી 6 દરમ્યાન પત્રકારો માટે વેકસીન આપવામાં આવશે.
હાલની પ્રવર્તમાન પરિસ્થિતિમાં લોકો કોરોનાથી પીડાઈ રહ્યા છે તે સમયે લોકોને ક્યાંકને ક્યાંક મદદરૂપ થઇ શકાય જેથી આ પ્રકારનું લોકોને વેકસીન થકી સુરક્ષિત કરવાનો આ કેમ્પ દ્વારા પ્રયાસ કરાયો છે.
પ્રણામી સ્કૂલ ખાતે કેમ્પ દરમ્યાન અને આગામી 3 મેં,2021 સુધી સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીના સહયોગથી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિનામૂલ્યે આર્યુવેદીક ઉકાળા વિતરણ પણ કરવામાં આવશે.
આ વેકસીનેશન કેમ્પનું ઉદ્ઘાટન શ્રી ૫ નવતનપુરી ધામ ખીજડા મંદિર ના મહંત અને શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મના આચાર્ય શ્રી 108 કૃષ્ણમણીજી મહારાજ દ્વારા કરવામાં આવનાર છે. આ કેમ્પ દરમ્યાન રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, મેયર બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપનભાઇ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા અને સંગઠનના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024