મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
હનીટ્રેપમાં ફસાવી ગેરકાયદેસર રીતે ગોંધી રાખી રૂા . ૨,૫૦,૦૦૦ / - ની ખંડણી માંગનાર ટોળકીના આરોપીઓને ઝડપી પાડતી પોલીસ .
News Jamnagar April 30, 2021
રાજકોટ
પ્રેસનોટ તા .૨૯ / ૦૪ / ૨૦૨૧ હનીટ્રેપમાં ફસાવી ગેરકાયદેસર રીતે ગોંધી રાખી રૂા . ૨,૫૦,૦૦૦ / – ની ખંડણી માંગનાર ટોળકીના આરોપીઓને ઝડપી પાડતી આજીડેમ પોલીસ ગત તા . ૨૮/૦૪/૨૦૨૧ ના રોજ નીતીનભાઈ મગનભાઈ દેત્રોજા જાતે પટેલ ઉવ .૪૭ ધંધો – ખેતીકામ રહે.ઉમીયાચા ના કારખાના નજીક નેકનામ ગામ તા . ટંકારા જી.મોરબીવાળા અત્રેના આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવા આવેલ અને ફરિયાદ આપેલ કે એક સ્ત્રી છેલ્લા દસેક દિવસથી એન કેન પ્રકારે અવાર નવાર ફોન કરી ફરીયાદીને અંગત કામ હોય અને ફરીયાદી સાથે ફ્રેન્ડશીપ કરવી છે.
તેમ કહી મળવા બોલાવતા હોય અને આ કામે ફરીયાદી ગઈ તા . ૨૮/૦૪/૨૦૨૧ ના રોજ રાજકોટ કોઈ કામ સબબ આવતા હોય અને આ કામે ફરીયાદીને સૌપ્રથમ રતનપર ગામ પાસે આવેલ રામમંદીર પાસે મળવા બોલાવેલ અને આ કામે ફરીયાદીને એક સ્ત્રી હડાળા ગામના પાટીયા નજીક એક રૂમ ખાતે લઈ ગયેલ અને ત્યાં અન્ય ઈસમો આવી ગયેલ જેમાં બે લોકોએ ફરીયાદીને પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી કહેવા લાગેલ કે તમે આ બહેન સાથે ખરાબ કામ કરવા આવેલ છો અને તમને પોલીસ સ્ટેશન લઈ જવાના છે તેમ કહી ફરીયાદીને ઘમકાવી પોલીસ કેશમાં ફીટ કરી દેવા છે તેમ કહી આ કામના આરોપીઓએ ફરીયાદીને મોટર સાયકલમાં બેસાડી રાજકોટ ભાવનગર હાઈવે રોડ પર માંડા ડુંગરની ગોળાઈ પર આવેલ મોગલ માના મઢ પાસે લઈ આવેલ અને ત્યાં અન્ય એક સ્ત્રી હાજર હોય એમ બઘા ત્યાં મંદીરની બાજુમાં આવેલ રૂમમાં ફરીયાદીને ગેરકાયદેસર રીતે ગોંધી રાખી ફીરયાદીનો ફોન તથા આધાર કાર્ડ બળજબરીથી પડાવી લઈ ફરીયાદી પાસેથી રૂપીયા ૨,૫૦,૦૦૦ / – ની ખંડણી માંગેલ અને ફરીયાદીને જણાવેલ કે જો રૂપીયા આજે જ નહી આપે તો પોલીસ સ્ટેશન ખાતે જઈ ફરીયાદી વિરૂધ્ધ બળાત્કારની ખોટી ફરીયાદ કરી ખોટા કેશમાં ફસાવી દેશે તેમ કહી ફરીયાદીએ આરોપીઓને થોડો સમય આપવાનું કહેતા આરોપીઓએ ફરીયાદીને ડરાવી ધમકાવી રૂપીયાની વ્યવસ્થા કરવા સારૂ મોકલેલ અને ફરિયાદી તુરંત પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા આવેલ.
આ કામે ફરીયાદી તુરત જ પો.સ્ટે . આવી બનાવ બાબતે જાણ કરતા તુરત જ પોલીસ ઈન્સપેકટર વી.જે.ચાવડાનાઓએ બનાવની હકિકતથી વાકેફ થઈ આ બનાવ બાબતે ઉપરી અધિકારીશ્રીઓને આ અંગે જાણ કરતા કહે પોલીસ કમીશ્નર મનોજ અગ્રવાલ સાહેબ તથા સંયુકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર પ્રવીણ કુમાર મીણા સાહેબ ઝોન -૦૧ તથા મદદનીશ પોલીસ કમિશ્નર પર્વ વિભાગ એચ . એલ . રાઠોડ સાહેબનાઓએ આ કામે ગુન્હો રજીસ્ટર કરી ફરીયાદીની પ્રતિષ્ઠાને હાની ન પહોંચાડે તે રીતે આરોપીઓને ઝડપી પાડવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જેથી આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં -૧૧૨૦૮૦૦૨૨૧૦૬૭૮ ર ૧ આઈ.પી.સી. કલમ ૩૮૭,૧૨૦ બી ) , ૪૧૯,૩૪૨,૩૨૩,૫૦૪,૧૧૪ મુજબનો ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ . આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડવા સારૂ પોલીસ સ્ટેશનના સ્ટાફને સુચના કરેલ હોય અને આજ રોજ આ કામેનાં તમામ આરોપીઓને આજીડેમ ચોકડીથી આગળ માંડા ડુંગરની ગોળાઈ પાસેથી રાઉન્ડ અપ કરી કોરોના રીપોર્ટ આવ્યું આગળ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે .
૧ આરોપીઓ : અ.નં. આરોપીના નામ સરનામાં ગુન્હાહીત ઇતિહાસ જાનકીબેન ડો / ઓ કનકભાઈ ઉપરા જાતે . કુંભાર રહે . ચુનારાવાડ શેરી નં . ૩ રાજકોટ ૨ ઉર્વેશ રમેશભાઈ ગજેરા રહે . મીતાણા ગામ ( ૧ ) ટંકારા પો.સ્ટે . ગુ.ર.નં. ૧૧૧૮૯૦૦૬૨૦૦૯૦૯/૨૦૨૦ તા . ટંકારા જીલ્લો મોરબી આઈ.પી.સી. કલમ ૩૨૩,૩૭૬ ( ૧ ) ( ૨ ) ટંકારા પો.સ્ટે . પ્રોહી ગુ.ર.નંબર- .ર.નં . ૧૦૧/૨૦૧૪ પ્રોહી કલમ ૬૫ એઈ , ૬૬ ( ૧ ) બી , ૧૧૬ બી ગીતાબેન મહેશભાઈ ગૌસ્વામી રહે . પુનીતના ( ૧ ) ગાંધીગ્રામ પો.સ્ટે . ફર્સ્ટ ગુ.ર.નં. ૫૯/૨૦૧૮ આઈ.પી.સી. ટાંકા પાસે વાવડી ગામ રાજકોટ કલમ ૩૨૩,૩૪,૩૬૪ ( એ ) , ૩૮૮,૫૦૪ ૪ જીલુબેન વા / ઓ કાસમભાઈ લઘડ રહે . મનહર ( ૧ ) માલવીયાનગર પો.સ્ટે . ગુ.ર.નં. સોસાયટી મ.પરા થોરાળા પો.સ્ટે.ની સામેની ૧૧૨૦૮૦૪૫૨૦૨૨૦૫/૨૦૨૦ પ્રોહી કલમ ૬૫ એએ , શેરી ભાવનગર રોડ રાજકોટ ૮૧,૯૮ ( ૨ ) , ૧૧૬ બી , ગીતાબેન ગજરાજગીરી ગૌસ્વામી રહે . મુળ જેતપુર રોડ વૈજ મંદિર સામે વિરપુર જલારામ હાલ માંડા ગોળાઈ મોગલ માના મંદિર કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર કબજે કરેલ મુદ્દામાલ : ( ૧ ) આરોપી નં- ( ૧ ) પાસેથી ફરિયાદીનું આધાર કાર્ડ તથા રજી.નં – જી.જે. – 03 – એચ.જે. – ૩૬૦૩ એક્સેસ મો.સા ( ૨ ) આરોપી નં- ( ૩ ) પાસેથી હીરો પ્લેન્ડર પ્લસ મો.સા જી.જે – ૦૩ – એચ.એલ -૬૧૫૪ આ કામગીરી કરનાર પોલીસ અધિ . / કર્મચારીઓ : પોલીસ ઇન્સ્પેકટર વી.જે.ચાવડા તથા પો.સબ ઇન્સ . એમ.એમ.ઝાલા તથા પો.સબ.ઈન્સ . એમ.ડી.વાળા તથા એ.એસ.આઈ જીતુભાઈ ભમ્મર તથા આજીડેમ પોલીસ સ્ટાફના કર્મચારીઓ .
Tags :
You may also like
બેંક કર્મચારીઓ લડી લેવાના મુડમાં
જામનગરમાં આજરોજ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન ના નેજા હેઠળ યુકો બેંક, સજુબા સ્કૂલ સામે બેંક કામદારો ના દેખાવો નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ મ...
February 14, 2025