મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
રેકોર્ડ બ્રેક ૩,૪૪૭ સરીસૃપોને જંગલ ખાતાની મદદથી સફળતાપૂર્વક બચાવ કરેલ અને કુદરત ખોળે મુકત કરાયા .
News Jamnagar April 30, 2021
જામનગર
કોરોના કાળના એક વર્ષ દરમ્યાન જામનગર માંથી સૌથી વધુ ૩,૪૪૭ સરીસૃપોને બચાવાયા જામનગરમાં સરીસૃપ બચાવની કામગીરી કરતી સંસ્થા લાખોટા નેચર કલબના દ્વારા જામનગર શહેર તથા આસ – પાસના વિસ્તારો માંથી કોરોના કાળના એક વર્ષ એટલે કે તારીખ ૧ એપ્રિલ ૨૦૨૦ થી ૩૧ માર્ચ ૨૦૧૧ દરમ્યાન લાખોટા નેચર કલબને અંદાજે ૪,૦૦૦ થી વધારે રેસ્કયુ માટેના ફોન આવેલા જેમાંથી અત્યાર સુધીના રેકોર્ડ મુજબ સૌથી વધુ રેકોર્ડ બ્રેક ૩,૪૪૭ સરીસૃપોને જંગલ ખાતાની મદદથી સફળતાપૂર્વક બચાવ કરેલ અને કુદરત ખોળે મુકત કરેલ છે .
આ ૩,૪૪૭ સરીસૃપોમાં ૧,૯૫૫ બિનઝેરી સર્પ , ૧,૪૫૦ ઝેરી સર્પ તથા ૪ ર ચંદન ઘો લાખોટા નેચર કલબના ૪૨ સર્પમિત્રો તથા જંગલ ખાતાના સ્ટાફ દ્વારા લોકડાઉન અને કોરોના કાળ જેવા ખુબજ કપરા સમયમાં પણ કોરોના જેવી મહા બિમારીની વચ્ચે કોરોના વોરિયર્સ બની દિવસ – રાત જોયા વગર કોઈપણ સમયે ખુબજ ગરમી હોય કે વરસતો વરસાદ હોય કે પછી શિયાળાની કડકડતી ઠંડીમાં પણ પોતાના જીવના જોખમે તેમજ પોતાના સ્વખર્ચે લોકોના ઘર , દુકાન , ઓફીસ , ઉધોગ , ગોડાઉન જેવા અનેક રહેઠાણી સુધી તરત પહોચીને બચાવ કરેલ છે .
સંસ્થા દ્વારા સરીસૃપ બચાવવા માટે કોઈપણ પ્રકારનો ચાર્જ કે ફી લેવામાં આવતી નથી . પરંતુ સંપૂર્ણપણે ફી સેવા જ આપવામાં આવે છે . તેમજ સંસ્થા દ્વારા દર રવિવારે બે કલાક સરીસૃપ અંગે માર્ગદર્શન પણ આપવામાં આવે છે . સંસ્થા કોઈપણ પ્રકારનો સહયોગ આપવા તથા સંસ્થામાં જોડાવા માટે સુરજ જોષી – 7574840199 અને પૃથ્વી વ્યાસ -9173606151 નો સંપર્ક કરશો . ગરમીના સમયમાં સર્પ વધારે પ્રમાણમાં જોવા મળતા હોય તેથી જો આપની આસ – પાસ જોવા મળે તો ગભરાશો નહિં કે તેને મારસો નહીં પરંતુ તેને બચાવવા માટે લાખોટા નેચર કલરનો સંપર્ક કરવો .
Tags :
You may also like
બેંક કર્મચારીઓ લડી લેવાના મુડમાં
જામનગરમાં આજરોજ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન ના નેજા હેઠળ યુકો બેંક, સજુબા સ્કૂલ સામે બેંક કામદારો ના દેખાવો નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ મ...
February 14, 2025