મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ખાનગી કે , સરકારી હોસ્પીટલમાં બેડ , ઓકસીજન , દવા કે બાટલા વગર મૃત્યુ પામનાર માં જવાબદારો સામે ફોજદારી રાહે કાનુની કાર્યવાહી કરો.
News Jamnagar April 30, 2021
જામનગર ખાનગી કે ,સરકારી કોવીડ હોસ્પીટલમાં બેડ , ઓકસીજન ,દવા કે બાટલા વગર મૃત્યુ પામનાર માં જવાબદારો સામે ફોજદારી રાહે કાનુની કાર્યવાહી કરવા બાબત
વકીલ આનંદ એન.ગોહિલ પુર્વ વિરોધ પક્ષ નેતા જામનગર મહાનગર પાલીકા જામનગર પત્ર લખ્યો.
સમગ્ર ભારતમાં કોરોના ની બીજી લહેરમાં દિન – પ્રતિદીન અસંખ્ય દર્દીઓ સારવારના અભાવે મૃત્યુ પામે છે . જેમાં કયાંક ને કયાંક ખાનગી કે સરકારી હોસ્પીટલોના જવાબદાર તંત્રોની સારવારમાં બેદરકારી ને હિસાબે ધણા દર્દીઓ મૃત્યુ પામે છે .
જેમ કે , જામનગરમાં કોરોના ના મૃત્યુનો આંકડો દિન – પ્રતિદીન વધી રહીયો છે . સાચો આંકડો જાહેર થતો નથી . તેવી જ રીતે પોઝીટીવ કેસ ની સંખ્યામાં દરરોજ ભારે ઉછાળો જોવા મળી રહયો છે . હાલમાં ખાનગી કોવીડ હોસ્પીટલોમાં પણ બેડ , ઓકસીજન , અને બાટલાન હોવાથી ધણા દર્દીઓના મૃત્યુ પામેલ છે . ખાનગી હોસ્પીટલો પણ અવાર – નવાર તંત્ર ને લીખીત અને મૌખીક ઓકસીજન ના બાટલા તથા ઈન્જકશનો માટે રજુઆતો કરે છે . છતાં પણ ઓકસીજન ના બાટલા કે ઈજેકશન મળતા નથી . અને જેના હિસાબે દર્દીઓ મૃત્યુ પામે છે . અને ખાનગી હોસ્પીટલો રાજકોટ , ઓકસીજનના બાટલા માટે જવું પડે છે . પરંતુ હવે તો રાજકોટ ના કલેકટરશ્રી એ પણ મનાઈ ફરમાવતા ઓકસીજન ની સપ્લાય બંધ થયેલ છે તેવું જાણવા મળેલ છે . હાલમાં ખુબજ ગંભીર પરિસ્થિતી હોય , જેના હિસાબે દર્દીઓ મૃત્યુ પામે છે .
તાજેતરમાં જ છેલ્લા બે દિવસ ( એટલે કે તા . ૨૭ તથા ૨૮-૪-૨૦૨૧ ) માં જામનગર સરકારી કોવીડ હોસ્પીટલમાં ઓકસીજન બંધ કરી દેવાથી ધણા દર્દીઓ મૃત્યુ પામ્યા છે . આ ઓકસીજન કોના કહેવાથી બંધ કરેલ છે . કોના ઈશારે ઓકસીજન બંધ કરેલ છે તે તપાસનો વિષય છે તેની તપાસ તટસ્થ થવી જોઈએ કારણ કે , સમગ્ર પ્રકરણમાં કોણ સંડોવાયેલું છે કોણે બેદરકાર રાખી લોકોના જીવને જોખમમાં મુકેલ છે હોસ્પીટલ નું તંત્ર ઢાક – પીછોડા કરે છે ખોટા નીવેદનો કરી બચાવ કરે છે . છેલ્લા એક મહીનામાં સરકારી કોવીડ હોસ્પીટલમાં બેડ , ઓકસીજન , કે દવા કે ઈજેકશન કે બાટલા તથા સારવાર ના અભાવે જે મૃત્યુ પામેલ છે .
અને તંત્ર બેદરકાર રહેલ છે . તેમાં જવાબદાર સામે ફોજદારી રાહે કાનુની કાર્યવાહી કરવી જોઈએ કારણ કે , દર્દીઓને યોગ્ય સારવાર ન મળે અને તેમાં દર્દી મૃત્યુ પામે તો જવાબદારો સામે ગુન્હો દાખલ કરવો જોઈએ અને તેમાં જે જવાબદાર સંડોવાયેલા હોય , તેની સામે તટસ્થ તપાસ કરી ફોજદારી ફરીયાદ કાનુની રાહે કરવા નમ્ર વિનંતી . વકીલ આનંદ એન.ગોહિલ પુર્વ વિરોધ પક્ષ નેતા જામનગર મહાનગર પાલીકા જામનગર
Tags :
You may also like
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો અમદાવાદની બેસ્ટ એન્ટરપ્રીન્યોર્સ માની એક કંપનીનુ ફંક્શન તરવરીયા ઈજનેરોએ માણ્યુ અભિવ્યક્...
September 26, 2023