મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,જામનગર પરના ગેરકાયદેસર દબાણ હટાવાયા
News Jamnagar May 01, 2021
જામનગર
જામનગર ગત તા. ૩૦ એપ્રિલ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, એરફોર્સ રોડ, જામનગર ખાતે સંશોધન કાર્યમાં વિક્ષેપ ન થાય તે હેતુથી કચેરીના ફાર્મના પ્લોટ નં. ૨૦/૨૩ની પૂર્વ દિશાએ તથા પ્લોટ નં. ૧૯ ની ઉત્તર અને પૂર્વ બંને દિશાએ ફાર્મની હદ ડીસ્ટ્રીક ઇન્સ્પેકટર લેન્ડ રેકર્ડ, જામનગરની કચેરી દ્વારા ૧૭.૦૩.૨૦૧૬ તેમજ તા. ૦૯.૦૩.૨૦૨૦ મુજબ માપણી કરીને નક્કી કરાવવામાં આવેલ હતી. આ માપણી મુજબનાં નકશા પ્રમાણે ફાર્મની હદ દિશા પર આર.સી.સી. દીવાલ બનાવવાની કામગીરી ચાલુ હતી,
પરંતુ આ સરકારી ફાર્મની ઉત્તર પૂર્વ ખૂણા પર આશરે ૬૦૦૦ ચો.ફૂટ જેટલી જગ્યા પર છેલ્લા ૪૦ વર્ષથી કબજો જમાવીને બેઠેલા ઇસમો દ્વારા ૬૬ કે.વી. હાઈટેન્શન લાઈન હોવા છતાં તેમની નીચે પાકા મકાનો, પાકી દુકાનો, કેબીનો વગેરે દ્વારા ગેર કાનૂની દબાણ કરીને વરસાદી પાણીનો નિકાલ બંધ કરેલ હતો, જેથી સંશોધિત અખતરાઓને વર્ષો વર્ષ નાણામાં ભરપાઈ ન થઇ શકે તેવું નુકશાન થવા પામેલ છે. જેથી સરકારશ્રીના નાણાનો વ્યય થઇ કરોડો રૂપિયા ખર્ચ સામે તેના યોગ્ય પરિણામો મેળવી શકતા નથી.
આ જગ્યા પર આર.સી.સી. દીવાલ બનાવવાનું કામ ચાલુ છે તેમાં વિક્ષેપ ઉભો થયેલ છે. કાયદાકીય કાર્યવાહી હેતુથી સરકારી વકીલ મારફત દબાણકારોને સદર દબાણ દૂર કરવાના હેતુ થી તા. ૦૨.૦૩.૨૦૨૧ના રોજ દિવસ ૭ની મુદત આપી નોટીશ પાઠવવામાં આવેલ હતી. આમ, છતાં, દબાણ દુર કરવામાં આવેલ ન હતું. આથી, કૃષિ યુનિવર્સીટીના અધિકારીઓ, જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ શાખાના અધિકારીઓ તેમજ પોલીસ તંત્રના સહ્યારા પ્રયાસોથી આ દબાણોને આજ રોજ દૂર કરી આશરે ૬૦૦૦ ચો. ફૂટ. જેટલી જગ્યા ખુલી કરવામાં આવેલ છે.
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024