મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
મિસ્ટર ઇન્ડિયા’ ચેમ્પિયન બોડીબિલ્ડર જગદીશ લાડનું કોરોનાની સારવાર દરમિયાન નિધન
News Jamnagar May 01, 2021
વડોદરા
વડોદરાઃ આંતરરાષ્ટ્રીય બોડી બિલ્ડર અને ‘મિસ્ટર ઇન્ડિયા’ ચેમ્પિયન રહી ચૂકેલા જગદીશ લાડનું શુક્રવારે વડોદરામાં કોરોના વાયરસની સારવાર દરમિયાન નિધન થયું છે. જગદીશ લાડ 34 વર્ષના હતા. તેઓ કોરોના મહામારીથી લગભગ 4 દિવસ સુધી લડ્યા પરંતુ બાદમાં જિંદગીની જંગ હારી ગયા. જગદીશ લાડને 4 દિવસ સુધી ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતા, પરંતુ, તેઓ કોરોનાને માત આપી શક્યા નહીં. તેમના નિધનને પગલે ભારતીય ખેલ જગતમાં શોકનો માહોલ સર્જાયો છે.
મૂળ મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના કુંડલા ગામના રહેવાસી જગદીશ લાડ થોડા વર્ષો પહેલા જ નવી મુંબઇથી વડોદરા શિફ્ટ થયા હતા. જગદીશ લાડે વિશ્વ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડર અને મિસ્ટર ઈન્ડિયામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
સાથે જ તેઓએ મહારાષ્ટ્ર પ્રદેશ સ્તરની સ્પર્ધામાં ગોલ્ડન મેડલ જીત્યો હતો. જગદીશ લાડે ઘણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં મહારાષ્ટ્ર અને ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ. જગદીશ 90 કિલોગ્રામ ભાર વર્ગમાં ભાગ લેતા હતા.
કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ તેમની તબિયત બગડી ગઈ હતી. તેમને ચાર દિવસ સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા અને સતત ઓક્સિજનન પણ આપવા આવ્યું, જોકે, તેઓ જિંદગીની જંગ જીતી શક્યા નહીં. જગદીશ લાડે થોડા વર્ષ પહેલા જ વડોદરામાં જીમ શરૂ કર્યું હતું.
Tags :
You may also like
બેંક કર્મચારીઓ લડી લેવાના મુડમાં
જામનગરમાં આજરોજ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન ના નેજા હેઠળ યુકો બેંક, સજુબા સ્કૂલ સામે બેંક કામદારો ના દેખાવો નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ મ...
February 14, 2025