મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગરવાસીઓમાં વેક્સિન લેવા અનેરો ઉત્સાહ જોવા મળ્યો
News Jamnagar May 01, 2021
જામનગર
જામનગરમાં આજથી વેક્સિનેશનના ચોથા તબકકાનો પ્રારંભ
૧૮ થી ૪૪ વર્ષંના વયજૂથના લોકોને એપોઇન્મેંટ અનુસાર વેક્સિન આપવામાં આવી
રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ લીધી રસીકરણ કેંદ્રની મુલાકાત, રસી લેનાર નાગરિકોને બિરદાવ્યા
જામનગરવાસીઓમાં વેક્સિન લેવા અનેરો ઉત્સાહ જોવા મળ્યો
જામનગર તા. ૦૧ મે, જામનગર જિલ્લામાં આજથી કોવિડ પ્રતિરોધક રસીકરણ અભિયાનના ચોથા તબકકાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આજ ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ, તા. ૧લી મેથી રાજ્યના ૧૦ જિલ્લાઓમાં ૧૮ વર્ષથી વધુ વયના યુવાનોને રાજ્ય સરકાર વિનામૂલ્યે વેક્સિન આપવાનો પ્રારંભ થઇ ચૂકયો છે.જેમાં જામનગર જિલ્લાના નાગરિકોમાં વેક્સિન લેવા અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ તકે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જામનગર શહેરના વોર્ડ નં ૬ના રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી હતી અને તમામ વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. આ સમયે રાજ્યમંત્રીશ્રીએ રસી લેનાર નાગરિકોને બિરદાવ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના ૧૮ વર્ષથી વધુ વયના યુવાનો કોરોના સામે સુરક્ષિત રહે એ હેતુ જલદીમાં જલદી વેક્સિનેશન શરૂ થાય તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. રાજયમાં જ્યાં કોરોનાનું સંક્રમણ વધારે છે એવા ૧૦ જિલ્લાઓ- અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, કચ્છ, મહેસાણા, ભરૂચ અને ગાંધીનગરમાં આજથી, ગુજરાતના સ્થાપના દિવસે સવારે ૯ વાગ્યાથી ૧૮ વર્ષથી વધુ વયના યુવાનોને રાજ્ય સરકાર વિનામૂલ્યે વેક્સિન આપવાનો પ્રારંભ થઇ ચૂક્યો છે.
આજથી શરૂ થયેલ ૧૮થી ૪૪ વયજૂથના વેક્સિનેશનનો ચોથા તબક્કામાં જે યુવાનોએ cowin.gov.in પોર્ટલ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હશે તે પૈકીના આ દસ જિલ્લાના યુવાનોને SMS મળશે, અને SMSમાં દર્શાવેલા સેન્ટર પર જઈને તેમણે વેક્સિન લેવાની રહેશે. ઓનલાઇન રજીસ્ટ્રેશન ફરજિયાત છે. સ્થળ પર રજીસ્ટ્રેશનની જોગવાઇ નથી.
આ રસીકરણ અભિયાનમાં ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા, શહેર ભાજપ અધ્યક્ષ વિમલભાઈ કગથરા, શાસક પક્ષ નેતા કુસુમબેન પંડ્યા, દંડક કેતનભાઇ ગોસરાણી, મહામંત્રીઓ વિજયસિંહ જેઠવા, પ્રકાશભાઇ બાંભણીયા, મેરામણભાઇ ભાટુ, કોર્પોરેટરશ્રી જશુબા ઝાલા, પૂર્વ કોર્પોરેટર કમલાસિંહ રાજપૂત, અનિરુધ્ધસિંહ ઝાલા વગેરે જોડાયા હતા.
૦૦૦૦૦૦
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024