મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
રસી લીધા બાદ પણ જો કોરોના સંક્રમિત થશો તો રિકવરી ઝડપથી આવશે: ડો. યતીન દરજી
News Jamnagar May 01, 2021
અમદાવાદ
રસીકરણ કેટલી હદે માનવશરીરને રક્ષણ આપે છે તેનું જીવંત ઉદાહરણ એટલે અમદાવાદ સિવિલ હોસ્પિટલના કોરોના સંક્રમિત તબીબ ડૉ. યતીન દરજી
રસીકરણ કેટલા હદે માનવશરીરને રક્ષણ આપે છે તેનું જીવંત ઉદાહરણ અમદાવાદ સિવિલ હોસ્પિટલના કોરોના સંક્રમિત તબીબ ડૉ. યતીન દરજી એ પુરુ પાડ્યું છે. કોરોનામા સતત ફરજ બજાવ્યા બાદ ૧૨ મી ફેબ્રુઆરીએ કોરોના રસીકરણનો પ્રથમ ડોઝ અને ૧૩ મી માર્ચે કોરોના રસીકરણનો બીજો ડોઝ લીધો હતો. ત્યારબાદ પણ પોતાની ફરજ પર કર્તવ્યનિષ્ઠ એવા આ તબીબે દિવસ રાત કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાં કાર્યરત રહ્યા.
ગત અઠવાડિયે કોરોનાથી સંક્રમિત (Corona infected) થયા.પરંતુ કોરોના વેક્સિનના બંને ડોઝ લીધેલ હોવાના કારણે વાયરસના આ ઘાતક સ્વરૂપે તેમના ફેફસાના ફક્ત ૨૦ થી ૨૫ ટકા વિસ્તારને જ નુકશાન પહોંચાડ્યું. કોરોનાના લક્ષ્ણો પણ સામાન્ય રહ્યા.
તબીબી સારવારના કારણે અને વેક્સિનના ડોઝ લીધેલ હોવાના કારણે શરીરમાં ઉત્પન્ન થયેલ એન્ટીબોડીઝે શરીરમાં પ્રવેશેલા વાયરસ સામે પ્રતિકાર કર્યો , લડત આપી અને તેઓ ખૂબ જ ઝડપી સાજા થયા.
તેઓ કોરોના વોર્ડમાં હાલ સારવાર મેળવી રહ્યા છે અને ૧લી મે ના રોજ સાજા થઇને ઘરે પરત ફરશે… કોરોના વોર્ડમાંથી લોકોને અપીલ કરતા કહે છે કે, મેં કોરોનાની રસી લીધી હતી તેના કારણે જ કોરોનાથી સંક્રમિત (Corona infected) થયા બાદ પણ ખૂબ જ ઝડપી સાજો થઇ શક્યો છું. દેશના તમામ નાગરિકોએ કોરોનાની રસી અચૂકપણે લઇને સંક્રમણથી સુરક્ષિત થવું જોઇએ.
ડૉ. યતીન દરજીનું માનવું છે કે, કોરોના રસી સંપૂર્ણપણે સુરક્ષિત છે. રસી લીધા બાદ પણ સરકારી દિશાનિર્દેશોના પાલન કરવા જરૂરી છે.રસી લીધા બાદ સંક્રમણ સંબંધિત વિસ્તારમાં જતા સંક્રમણ લાગવાનો ભય રહે છે. બાકીના કિસ્સામાં સામાન્ય (Corona infected) સંક્રમણથી રસીના કારણે જરૂરથી બચી શકાય છે. તેઓ દ્રઢ પણે કહે છે કે, કોરોના રસી કરણ કરાવ્યા સિવાયના દર્દીઓ જ્યારે સંક્રમિત થયા બાદ સારવાર અર્થે આવે છે તેના કરતાં વેક્સિન લીધા બાદ સંક્રમિત થયેલ દર્દીમાં કોરોનાના લક્ષણો સામાન્ય હોય છે.
સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદી પણ કહે છે કે, કોરોના ડેઝીગન્ટેડેટ ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં કોરોના રસીકરણ કરાવ્યા બાદ આવતા દર્દીઓમાં કોરોનાવાયરસની ગંભીરતાનું પ્રમાણ ઓછું જોવા મળ્યું છે.જેમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ ખૂબ જ ઝડપથી સાજા થઇને ઘરે પરત થયા છે. કોરોના રસીકરણ જરૂરથી આવા દર્દીઓના જીવ બચાવવા અને વાયરસ સામે રક્ષણ આપવા કારગર સાબિત થયું છે.
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024