મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ખંભાળીયા ચારણ કુમાર છાત્રાલય ખાતે કોરોના દર્દીઓની નિઃશુલ્ક ઓ.પી.ડી. અને આઇસોલેટ સેન્ટર શરૂ કરાયો.
News Jamnagar May 01, 2021
દેવભૂમિ દ્વારકા
ખંભાળીયા ખાતે આવેલ આઈ શ્રી સોનલમાં એજ્યુકેશન એન્ડ ચેરી ટ્રસ્ટ દ્વારા સમાજના અગ્રણીઓના સહયોગથી ચારણ કુમાર છાત્રાલય ખાતે ગઢવી સમાજ માટે કોરોનાના લક્ષણો ધરાવતા દર્દીઓ માટે નિઃશુલ્ક ઓ.પી.ડી. તથા આઇસોલેટ સેન્ટર શરૂ કરવામાં આવ્યું
અહેવાલ.દેશુર ગઢવી ખંભાળિયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના સંક્રમણનો આંકડો 2 હજારને પાર કરી ચુક્યો છે. કોરોનાની આ બીજી લહેર શહેર સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં કોરોના સંક્રમણનો ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા એકાદ મહિના જેટલા સમયથી લોકોના જીવન અસ્તવ્યસ્ત થઈ જવા પામ્યા છે. અનેક લોકો કોરોના ઝપટે આવી જતા જીવ ગુમાવ્યા છે.
ત્યારે લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે. તેમજ કોરોના દર્દીઓને સારવાર અર્થે હોસ્પિટલમાં જગ્યા નથી મળી રહી તેમજ હોસ્પિટલોમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે.
આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાને રાખીને આઈશ્રી સોનલમાં એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ખંભાળીયા ગઢવી સમાજના સહયોગથી ચારણ કુમાર છાત્રાલય ખાતે નિઃશુલ્ક કોરોનાની સામાન્ય સારવાર અને આઇસોલેટ સેન્ટર શરૂ કરાયો છે. દરરોજ સવારના 10થી 1 ઓ.પી.ડી. શરૂ કરવામાં આવી છે. તેમજ ડો.નરેન્દ્ર રૂડાચ, નર્સિંગ સ્ટાફ સહિત ગઢવી સમાજના આરોગ્ય ક્ષેત્રના લોકોનો સહયોગ સાંપડી રહ્યો છે આવા કપરા સમયમા જરૂરિયાતમંદ દર્દીઓ માટેની નિઃશુલ્ક સેવાકાર્યનું પગલું આવકાર દાયક બની રહ્યુ છે
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024