મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
નકલી રેમડેસીવિર ઇંજેક્શન નું રાજ્યવ્યાપી કૌભાંડ નો પર્દાફાશ કર્યો 3 કરોડના મુદામાલ સાથે ૬ ભેજાબાજોને દબોચ્યા .મોરબીથી ચાલુ થયેલ ઓપરેશનના તાર સુરતના ઓલપાડ સુધી પહોંચ્યા.
News Jamnagar May 01, 2021
મોરબી
રિપોર્ટ : રજાક બુખારી – ગોપાલ ઠાકોર
રાજ્યમા નકલી રેમડેસીવીર ઇંજેક્શન બનવાની ફેક્ટરી પકડાઈ .મોરબીથી ચાલુ થયેલ ઓપરેશનના તાર સુરતના ઓલપાડ સુધી પહોંચ્યા.
ગ્લુકોઝ- પાણીનો ઉપયોગ કરી ઇંજેક્શન બનાવવામાં આવતા હતા .5000 જેટલા ઇંજેક્શન માર્કેટમાં આવ્યા .
અમદાવાદ – સુરત ક્રાઈમ બ્રાંચ તપાસમાં જોડાઇ
મોરબી પોલીસે રાજ્યવ્યાપી ડુપ્લિકેટ રેમડેસીવીર ઈન્જેકશનનો કર્યો પર્દાફાશ પોણા ત્રણ કરોડના મુદામાલ સાથે મોરબીના રાહુલ કોટેચા સહિત ૬ ભેજાબાજોને દબોચ્યા
મોરબી પોલીસે રાહુલ કોટેચા અને રવિરાજ હિરાણીને ૧.૯૬ લાખના ડુપ્લીકેટ ઈન્જેકશન સાથે ઝડપી વધુ પુછપરછ કરતા બંને આરોપી પોપટ બની ગયા મોરબીથી મુંબઈ સુધીના ૬ આરોપીઓને કરોડોના મુદામાલ સાથે ઝડપી લીધા
મોરબી પોલીસે રાજ્યવ્યાપી ડુપ્લિકેટ રેમડેસીવીર ઈન્જેકશનનો પર્દાફાશ કરી મોરબીના રાહુલ કોટેચા અને રવિરાજ હિરાણીને ઝડપી પોલીસ અમદાવાદ અને સુરત કૌભાંડના મૂળ સુધી પહોંચી ૧૧ જેટલા શખ્સો સકંજામાં હાલ ૬ની ધરપકડ કરી વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે હાલ કોરોના મહામારી વચ્ચે પણ કૌભાંડિયા તત્વો દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી કમાઈ લેવા માટે નકલી રેમડેસીવીર ઇન્જેક્શનનો કાળો કારોબાર કરતા હોવાનું ષડયંત્ર સામે આવ્યું છે.
જેમાં રાજ્યવ્યાપી કૌભાંડ મોરબી પોલીસે ઝડપી લઇ અમદાવાદ અને સુરત સુધી તપાસનો દૌર લંબાવી ડુપ્લિકેટ રેમડેસીવીર ઈન્જેક્શન બનાવવાની ફેક્ટરી ઝડપી લઈ અંદાજે એકાદ કરોડ જેટલી રોકડ રકમ સાથે કુલ પોણા ત્રણ કરોડ જેટલો મુદામાલ જપ્ત કર્યો હોવાનું પોલીસે સત્તાવાર રીતે જાહેર કર્યું છે જેમા મોરબીનો રાહુલ અશ્વિનભાઇ કોટેચા રે.ધુનડા રોડ અને રવિરાજ ઉર્ફે રાજ મનોજભાઈ હીરાણી રે.નવલખી રોડ સેન્ટમેરી સ્કૂલ પાસે મોરબી નામના શખ્સો ડુપ્લીકેટ રેમડેસિવિર ઇન્જેક્શન વેંચતા હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે બન્ને શખ્સોને ૪૧ નંગ રેમડેસિવિર ઇન્જેક્શન અને રોકડા રૂપિયા ૨.૧૫ લાખ સાથે ઝડપી લઈ આગવી ઢબે પૂછપરછ કરતા આ બંને શખ્સો પોપટ બની બોલવા લાગતા નકલી ઇન્જેક્શન વેચવાના કૌભાંડમાં મોરબીથી મુંબઈ સુધીના શખ્સો સંડોવાયા હોવાનુ બહાર આવ્યુ છે.
જેમાં અમદાવાદ જુહાપુરામાંથી મહમદ આશીમ ઉર્ફે મહમદ આશીફ મહમદઅબ્બાસભાઇ પટણી રહે.અમદાવાદ અને રમીઝભાઈ સૈયદહોન કાદરી રહે.જુહાપુરા વેજલપુર રોડ શરીફાબાદ સૌસાયટી નામના બે આરોપીને ૧૧૭૦ નંગ નકલી રેમડેસિવિર ઇન્જેક્શન અને રોકડા રૂપિયા ૧૭.૩૭ લાખ સાથે મોરબી પોલીસની ટીમે દબોચી લઈ આ ઇન્જેક્શન ક્યાંથી લાવતા હતા તે અંગે માહિતી ઓકાવી કૌભાંડના મૂળ અને જ્યા ઈંજેક્શન બનાવવામાં આવતા હતા તેવા સુરતના પિંજરાદ ગામે ગઈકાલે રાત્રે જ દરોડો પાડી નકલી રેમડેસિવિર ઇન્જેક્શનની ફેક્ટરી ઝડપી પાડવામાં આવી હતી.
વધુમા મોરબી જિલ્લા પોલીસવડા એસ.આર.ઓડેદરાએ જણાવ્યું હતું કે કૌભાંડિયા તત્વો દ્વારા ગ્લુકોઝ અને મીઠું મિક્સ કરી નકલી રેમડેસિવિર ઇન્જેક્શન બનાવવામાં આવતા હતા અને નકલી ઇન્જેક્શન બનાવનારા લોકો ૨૫૦૦ રૂપિયામાં ઇન્જેક્શન આપતા હતા જેને મોરબી અમદાવાદમાં જરૂરિયાત વાળા લોકો પાસેથી ૫૦૦૦ કે તેથી વધુ કિંમત વસૂલી વેચવામાં આવતા હતા.
આદરમિયાન મોરબી પોલીસે સુરત નજીક આવેલ પિંજરાદ ગામે સ્થાનિક પોલીસની મદદથી દરોડો પડતા નકલી રેમડેસીવીર ઇન્જેક્શન બનાવવાનો મુખ્ય ભેજાબાજ આરોપી કૌશલભાઈ મહેન્દ્રભાઇ વોરા રહે.સુરત અડાજણ અને પુનિતભાઇ ગુણવંતલાલ શાહ રહે.મુંબઇ વાળા ઝડપાઇ ગયા હતા એલ.સી.બી મોરબીની એક ટીમ બનાવી ઉપરોકત ઇસમ તથા વધુ નકલી ઇન્જેકશનનો જથ્થો કબ્જે કરવા અમદાવાદ ખાતે ટીમ રવાના કરતા અમદાવાદ ખાતે જઇ અમદાવાદ શહેર ડી.સી.બી પોલીસની મદદ મેળવી જુહાપુરા ખાતે રેઇડ કરતા સપ્લાયર મહમદઆશીમ ઉર્ફે આશીફ તથા રમીઝ કાદરી વાળાના રહેણાંક મકાનેથી ભેળસેળ યુકત નકલી રેમડેસીવીર ઈન્જેકશન નંગ-૧૧૭૦ કી.રૂ.૫૬,૧૬,૦૦૦ તથા ઇન્જેકશનના વેચાણના રોકડા રૂપીયા- ૧૭,૩૭,૭૦૦ ના વધુ જથ્થા સાથે પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ હતી.
આ બન્ને આરોપીઓની અમદાવાદ ખાતે વધુ પુછપરછ કરતા સદરહુ ઇન્જેકશનો જથ્થો સુરતના કૌશલ વોરા પાસેથી લાવતા હોવાનું જણાવેલ તેમજ બીજો જથ્થો પણ મંગાવેલ હોવાનું જણાવેલ હોય જેથી તાત્કાલીક એક ટીમને સુરત ખાતે મુખ્ય સુત્રધાર કૌશલ વોરાના તપાસમાં રવાના કરવામાં આવેલ અને બીજી ટીમને અમદાવાદ ખાતે કૌશલ વોરા દ્વારા મોકલવામાં આવનાર ઇન્જેકશનના વધુ જથ્થા અંગે કાર્યવાહી કરવા રોકી
રાખવામાં આવેલ હતી.
જે પૈકી સુરત ખાતે ગયેલ પોલીસ ટીમે કૌશલ વોરાની તપાસ કરતા હકિકત મળેલ કે કૌશલ વોરાએ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના પીંજરાત ગામે એક ફાર્મહાઉસ ભાડે રાખી ફાર્મ હાઉસમાં ડુપ્લીકેટ રેમડેસીવીર ઈન્જેકશન બનાવવાનું કામ કરતો હોય જેથી સુરત ક્રાઇમ બ્રાન્ચની મદદ મેળવી રેઇડ કરતા આ ફાર્મહાઉસ ખાતે કૌશલ મહેન્દ્રભાઇ વોરા રહે.અડાજણ, સુરત તથા તેનો ભાગીદાર પુનિત ગુણવ તલાલ શાહ રહે. મુંબઇ થાણવાળાઓ ડુપ્લીકેટ રેમડેસીવીર ઈન્જેકશન બનાવવાની સામગ્રી સાથે ડુપ્લીકેટ ઇન્જેકશનો બનાવતા અન્ય પાંચ ઇસમો સાથે ઝડપાઇ જવા પામેલ હતા. આ ફાર્મહાઉસમાં આરોપીઓના કબ્જામાંથી રેમડેસીવીર ઈન્જેક્શન નંગ-૧૬૦ કી.રૂ. ૭,૬૮,૦૦૦ તથા ઇન્જેકશનો વેચાણના રોકડા રૂપીયા રૂપીયા ૭૪,૭૦,૦૦૦ તથા લેપટોપ નંગ-૦૧ કી.રૂ.૧,૭૫,૦૦૦ તથા ડીજીટલ વજન કાંટા કીમ્પીન મશીન રેમડેસીવીર ઈન્જેકશન ના સ્ટીકરો નંગ-૩૦,૦૦૦ તથા ખાલી બોટલો, બોટલ બુચ તથા ઇનોવા કાર વિગેરે સાથે મળી આવેલ છે તેમજ તેઓ આ બનાવટી ઇન્જેકશનમાં ગ્લુકોઝ અને મીઠુ ક્રશ કરીને નખતા હોવાનુ પ્રાથમીક તપાસમાં ખુલ્લા પામેલ છે.
આ ઉપરાંત અમદાવાદ ખાતે મુખ્ય આરોપી કૌશલ દ્વારા મોકલવામાં આવનાર ડુપ્લેકેટ રેમડેસીવીર ઈન્જેકશનના જથ્થાની તપાસમાં રહેલ ટીમને વોચ દરમ્યાન ભાડાની ટાવેરા કાર સીરાજખાન ઉર્ફે રાજુ પઠાણ વાળો રેમડેસીવીર ઈન્જેકશન નંગ-૨,૦૦૦ કી.રૂ. ૯૬,૦૦,૦૦૦ નો જથ્થો રાખી કાર મુકી નાશી ગયેલ હોય જે અંગેની રેઇડની કાર્યવાહી ચાલુ છે આમ મોરબી પોલીસે રાજ્યવ્યાપી ડુપ્લિકેટ રેમડેસીવીર ઈન્જેકશન કૌભાંડ ઝડપી અભૂતપૂર્વ કામગીરી કરવા બદલ આઈજી સંદિપસિંહે મોરબી જિલ્લા પોલીસવડા સહીત પોલીસ સ્ટાફને અભિનંદન આપ્યા હતા.
Tags :
You may also like
મેઇક ઇન ઇન્ડીયાથી આત્મનિર્ભરતા વધશે
જામનગર ભાજપ મહાનગર યાદી કેન્દ્રીય બજેટ ૨૦૨૫ ને આવકારતુંજામનગર શહેર ભાજપ જામનગર (ભરત ભોગાયતા) ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા કે...
February 03, 2025