મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જી.એમ.પટેલ કન્યા છાત્રાલય અને ધ્રોલ સી.એચ.સી. ખાતેના કોવિડ કેર સેન્ટરોની મુલાકાત લેતા અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા
News Jamnagar May 03, 2021
જામનગર
રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને કોવિડ કેર સેન્ટરો ખાતે સમીક્ષા બેઠક યોજાઈ
ધ્રોલ સી.એચ.સી ખાતે બેડની સંખ્યા વધારાશે, ઉમા કોવિડ કેર સેન્ટરને ઓપીડી વધારવા સૂચન
જામનગર તા. ૩ મે, આજ અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ધ્રોલ શહેર ખાતેના જી.એમ.પટેલ કન્યા છાત્રાલય ખાતે કાર્યરત ઉમા કોવિડ કેર સેન્ટર અને ધ્રોલ સી.એચ.સી.ખાતે કાર્યરત કોવિડ કેર સેન્ટરની મુલાકાત લઈ જિલ્લા અને સ્થાનિક પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં ઓક્સિજન, દવાઓ, બેડની ક્ષમતા અને ડોક્ટરો નર્સ વગેરે સારવારલક્ષી પરિમાણો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
સમીક્ષા બેઠકના અંતે મંત્રીશ્રીએ જી.એમ.પટેલ કન્યા છાત્રાલય ખાતે કાર્યરત ઉમા કોવિડ કેર સેન્ટરના દર્દીઓની મુલાકાત લઈ દાખલ દર્દીઓને ખૂબ જલ્દી નીરોગી થઈ સ્વસ્થ થવા માટેની શુભેચ્છાઓ આપી હતી.
મુલાકાત બાદ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, હાલ સી.એચ. સી. ધ્રોલ ખાતે ૨૩ બેડની ક્ષમતાનું કોવિડ કેર સેન્ટર કાર્યરત છે, જેમાં ૧૮ દર્દીઓ દાખલ છે તેને ૩૧ ઓક્સિજન સાથે સજ્જ બેડ સુધીની ક્ષમતામાં પરિવર્તિત કરી વ્યવસ્થાઓ વિકસાવવામાં આવશે. આ માટે ઓક્સિજન ફલોમીટર, ઓક્સિજનના બાટલા વગેરેની વ્યવસ્થાઓ જિલ્લા પંચાયત દ્વારા કરવા સૂચન કર્યું હતું. સાથે જ જી.એમ.પટેલ કન્યા છાત્રાલય ખાતે કાર્યરત શ્રી ઉમા કોવિડ કેર સેન્ટરમાં ઓપીડી વધારી વધુ દર્દીઓને સુવિધા આપવા માટે સુચના આપી હતી.
આ બેઠક અને મુલાકાતમાં જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, પુર્વ ધારાસભ્યશ્રી મેઘજીભાઈ ચાવડા, જામનગર શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપસિંહ, તાલુકા પંચાયત સદસ્ય જયંતીલાલ કગથરા, ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ નવલભાઈ મુંગરા, જોડિયા તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઈ દલસાણીયા, ધ્રોલ તાલુકા ભાજપ મહામંત્રી બ્રિજરાજસિંહ જાડેજા, યુવા ભાજપ નેતા હિતેશ ભોજાણી, તુષારભાઈ ભાલોડીયા તથા કોવિડ કેર સેન્ટરના ટ્રસ્ટી રમેશભાઈ જાકાસણી, અનિલભાઈ ભૂત, ડોક્ટર વિશાલભાઈ ઘાટલોડિયા, વિજયભાઈ કાસુન્દ્રા, ગોવિંદભાઈ દલસાણીયા, પ્રાંત અધિકારી ધ્રોલ હેતલબેન જોશી, તાલુકા વિકાસ અધિકારી વગેરે પદાધિકારીઓ- અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Tags :
You may also like
ખેતી અને પ્રકૃતિ આદિકાળથી અવિભાજ્ય અંગ છે
પ્રાકૃતિક ખેતી એટલે ખેડૂતોની ઉન્નતી ધરતીપૂત્રો માટે વાવણીથી વેચાણ સુધીનું વ્યવસ્થિત વ્યવસ્થાતંત્ર તૈયાર કરતી ગુજરાત સરકાર ૦ :: ૦૦૦ :: ...
October 23, 2024