મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ઘર બેઠા જન્મ કે મરણ ના પ્રમાણપત્ર ONLINE ડાઉનલોડ કેવી રીતે કરી શકશો .જુવો આ અહેવાલ.
News Jamnagar May 04, 2021
જામનગર
જાહેર જનતા ને ઘર બેઠા જન્મ કે મરણ ના પ્રમાણપત્ર ONLINE ડાઉનલોડ કરવાની સુવિધા ઉપલબ્ધ
1 ઓક્ટોબર ૨૦૨૦ થી તમામ નોંધણી ના પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાશે . જન્મ અને મરણ નોધણી ની પ્રક્રિયા હાલ રાજ્ય સરકાર શ્રી ના વેબ પોર્ટલ e olakh માં કરવામાં આવેલ છે . આ નોધણી ની પ્રક્રિયા સંપૂર્ણ ONLINE છે જેથી દરેક હોસ્પિટલ દ્વરા બનતા જન્મ કે મરણ ના બનાવો ની નોધ આજ પોર્ટલ માં કરવામાં આવે છે .
હાલ ની પરીસ્થિતિ ને અનુલક્ષીને ને રાજ્ય સરકાર દ્વારા આજ પોર્ટલ માંથી જાહેર જનતા ને ઘરે બેઠા જન્મ કે મરણ ના પ્રમાણપત્રો ONLINE ડાઉનલોડ કરવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે . જે સુવિધા ૧- જાન્યુઆરી ૨૦૨૦ થી તમામ નોધણી માં લાગુ પડશે જે સેવા માં ફક્ત ડાઉનલોડ કરી શકાશે . કોઈ સુધારા કરી શકાશે નહિ . આ સુવિધા નો લાભ આજ થી શરુ કરવામાં આવેલ છે . આ સુવિધા નો લાભ લેવા અર્થે નીચે મુજબ ની પ્રક્રિયા કરવાની રહેશે .
https://eolakh.gujarat.gov.in ની સાઈટ મોબાઈલ કે કોમ્યુટર માં ખોલવાની રહેશે . છે આ સાઈટ ઓપન કરતા હોમ પેજ ઉપર સિટીઝન સેન્ટર માંથી ડાઉનલોડ સર્ટીફીકેટ માં ક્લિક કરવાનું રહેશે . ત્યાર બાદ જે પ્રમાણપત્ર જોઈતું હોઈ તે સિલેક્ટ કરવાનું રહેશે . જેમ કે જન્મ / મરણ * સિલેક્ટ કર્યા બાદ કેવી રીતે શોધવું જેમ કે મોબાઈલ ને અથવા એપ્લીકેશન નું આ પૈકી કોઈ એક વિગત દાખલ કરી સર્ચ કરવાનું રહેશે . છે
ત્યાર બાદ નીચે વિગત બતાવશે . જેમાં ડાઉનલોડ કરવાનો ઓપસન આવશે જે ડાઉનલોડ કર્યાથી આપનું પ્રમાણપત્ર મોબાઈલ અથવા કોમ્યુટર માં તૈયાર થશે . ખાસ નોધઃ આપનો રજીસ્ટર મોબાઈલ નં હોસ્પિટલ માં ચોક્કસ દાખલ કરાવો . અથવા હોસ્પિટલ પાસે થી એપ્લીકેશન ન મેળવી લેવો જેથી ડાઉનલોડ કરવામાં સરળતા રહે .
Tags :
You may also like
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો અમદાવાદની બેસ્ટ એન્ટરપ્રીન્યોર્સ માની એક કંપનીનુ ફંક્શન તરવરીયા ઈજનેરોએ માણ્યુ અભિવ્યક્...
September 26, 2023