મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
સાંસદ પૂનમબહેન માડમે ધ્રોલ આરોગ્ય કેન્દ્ર તથા ઉમા કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી
News Jamnagar May 05, 2021
જામનગર
સાંસદ પૂનમબહેન માડમે ધ્રોલ આરોગ્ય કેન્દ્ર તથા ઉમા કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી
સ્થાનિક આરોગ્ય કેન્દ્રોને વધુ સક્ષમ બનાવી લોકોમાં વેકસીન તથા ટેસ્ટ અંગે જાગૃતિ વધારવા ખાસ અભિયાન શરૂ કરવા તાકીદ કરતા સાંસદ
જામનગર તા.૦૪ એપ્રિલ, સાંસદ પુનમબહેન માડમે ધ્રોલ ખાતેના સરકારી આરોગ્ય કેન્દ્ર તથા ઉમા કોવિડ કેર સેન્ટરની મુલાકાત લઈ હોસ્પિટલની કોવિડ અંગેની વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી અને જરૂરી સૂચનો તેમજ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
સાંસદશ્રીએ હોસ્પિટલના ડોક્ટરો તથા સ્ટાફ સાથે દાખલ દર્દીઓની સંખ્યા, બેડની સંખ્યા, કેન્દ્રમાં ઓક્સીજનની ઉપલબ્ધતા, બાયપેપ સહિતના મશીનોની વ્યવસ્થા, દર્દીઓનો રિકવરી રેટ, આવશ્યક દવાઓની સુવિધા વગેરે બાબતે ચર્ચા કરી હતી.
સાંસદ શ્રીએ શહેરોમાં સિવિલ હોસ્પિટલ પરનું ભારણ ઘટે તેમજ લોકોને સ્થાનિક સ્તરે જ કોવિડ સારવાર ઉપલબ્ધ થાય તે હેતુથી ગ્રામીણ ક્ષેત્રે સી.એચ.સી.તથા પી.એચ.સી ને વધુ સક્ષમ બનાવવા તથા લોકોમાં વેકસીન તથા ટેસ્ટ અંગે જાગૃતિ વધે તે માટે ખાસ જાગૃતિ અભિયાન શરૂ કરવાની તાકીદ કરી હતી.તેમજ ગ્રામજનો, હોસ્પિટલ સ્ટાફ તથા સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા કરવામાં આવેલ સૂચનો તથા રજૂઆતો સાંસદશ્રીએ સાંભળી હતી અને તે અંગે સત્વરે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
આ તકે જિલ્લા મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, ધ્રોલ તાલુકા પ્રમુખ શ્રી નવલભાઈ મૂંગરા, જાડાના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ચુડાસમા, જિલ્લા પંચાયત સદસ્ય લખધીરસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ પોલુભા જાડેજા, ધ્રોલ શહેર પ્રમુખ મગનભાઈ ભોજાણી, ધ્રોલ નગરપાલિકા પ્રમુખ મનસુખભાઈ પરમાર, તાલુકા મહામંત્રી શ્રી જયંતીભાઈ કાગથરા, શહેર મહામંત્રી હિરેન કોટેચા, જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી બી.પી.મણવર સહિતના આગેવાનો, ગ્રામજનો તથા આરોગ્ય કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024