મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
મારુ ગામ કોરોના મુકત ગામને સાચા અર્થમાં ચરિતાર્થ કરી પરીણામલક્ષી બનાવવા આહવાન કરતા મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા.
News Jamnagar May 07, 2021
દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જીલ્લામાં અધિકારીશ્રીઓ અને પદાધિકારીઓ સાથે મારુ ગામ કોરોના મુકત ગામ અંતર્ગત મિટીંગ યોજતા રાજયકક્ષાના મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના પ્રેરણા-માર્ગદર્શનથી ગુજરાત સ્થાપના દિવસ ૧લી મે થી સમગ્ર ગુજરાતના તમામ ગામોમાં મારૂં ગામ કોરોના મુકત ગામ અભિયાનનો વ્યાપક ગ્રામીણ જનભાગીદારીથી પ્રારંભ થયો છે.
કોરોના સંક્રમણની આ વિકટ સ્થિતીમાં ગામડાંઓમાં કોરોના સંક્રમણ વધે નહિ તેમજ ગામોમાં વસતા નાગરિકો, પરિવારો કોરોનાથી મુકત સ્વસ્થ રહે તે માટે આ અભિયાન રાજ્યભરમાં એક પખવાડિયા દરમ્યાન લોકભાગીદારીથી હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે કલેકટર કચેરી, સભાખંડમાં અન્ન, નાગરીક અને પુરવઠા રાજયકક્ષાના મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રી અને પદાધિકારીશ્રીઓ સાથે મીટીંગ યોજાઇ હતી.
દરેક ગ્રામ પંચાયત દીઠ લોક સહયોગથી એક કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર ઉભુ કરવાના પ્રયત્નો હાથ ધરવામાં આવે તેમ જણાવી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ અભિયાન હેઠળ ગામના સભ્યોની કમિટી બનાવી ગામોમાં શરદી, ઉધરસ, તાવ જેવા લક્ષણો ધરાવતાં ગ્રામજનોને ગામની વાડી, કોમ્યુનિટી હોલ કે પ્રાથમિક શાળાઓમાં આઈસોલેટ કરવામાં આવશે અને સારવાર આપવામાં આવશે. ગામના સરપંચ, ગ્રામ, તાલુકા અને જિલ્લા પંચાયતના સહયોગથી જિલ્લા આરોગ્યતંત્ર આ અભિયાનને ઘર ઘર સુધી લઈ જઈને લોકજાગૃત્તિ કેળવશે અને ગ્રામ્ય સ્તરે જ સારવાર અને આઇસોલેશનની વ્યવસ્થા ઉભી કરશે. રાજય સરકારે ઓકિસજન,રેમડેસીવેર ઈનજેકશન અને બેડની સંખ્યા યુદ્ધના ધોરણે વધારી છે. હવે ગુજરાતમાં કેસો સ્ટેબલ થઈ રહયા છે. પરંતુ આપણે અતી વિશ્વાસમાં રહેવું નથી ગુજરાતમાં ઓકિસજનના નવા પ્લાન્ટ બની રહયા છે. તેમજ વધુમાં જણાવ્યું હતુ કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરેક ગામડામાં સંક્રમણ ઘટશે તો જ વધારે ફાયદો થશે અને હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં ધટાડો થશે.
આ તકે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેકટર ડો.નરેન્દ્રકુમાર મીનાએ કોરોના સંક્રમણ રોકવા અને લોકોની આરોગ્યની સેવાઓ અંગે કરેલી કામગીરીની માહિતી આપતા જણાવ્યું હતુ કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ ૪૧૫ ઓકિસજન બેડની વ્યવસ્થા કરવામાં આવેલ છે. ખંભાળીયા ખાતે આવેલ સિવીલ હોસ્પિટલમાં કુલ ૨૫ વેન્ટીલેટર કાર્યરત છે અને ટુંક સમયમાં પીએમ ફંડમાંથી ફાળવવામાં આવતા સિવીલ હોસ્પિટલ ખાતે કાર્યરત કરવામાં આવશે અને આર.ટી.પી.સી.આર. લેબ પણ ટુંક સમયમાં સિવીલ હોસ્પિટલ ખાતે કાર્યરત થશે. ખંભાલીયા તાલુકાના ૭૧ સ્થળો, કલ્યાણપુર તાલુકાના-૭ર સ્થળો, ભાણવડ તાલુકાના-પ૪ સ્થળો, ઓખામંડળ (દ્વારકા) તાલુકામાં પ૮ સ્થળોએ આમ સંપૂર્ણ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ -રપપ સ્થળોએ કોમ્યુનીટી કોવિડ કેર કેન્દ્રો કાર્યરત થયેલ છે દરેક સેન્ટરને દર્દીને ઘર જેવો અહેસાસ થાય તેવું વાતાવરણ ઉભું થાય જેમાં જમવાની,, પાણીની અને બીજી વ્યવસ્થાઓ લોક ભાગીદારીથી મળી રહે તેવો અનુરોધ કર્યો હતો.
આ મિટીંગમાં ખંભાળીયાના ધારાસભ્ય વિક્રમભાઇ માડમ, દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઇ જોગલ, જિલ્લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજા, અધિક કલેકટર કે.એમ.જાની, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી રાજ સુતરીયા તેમજ પદાધિકારશ્રીઓમાં મયુરભાઇ ગઢવી, શૈલેષભાઇ કણઝારીયા, પી.એસ.જાડેજા, એભાભાઇ કરમુર વગેરે ઉપસ્થિત રહયા હતા.
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024