મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ
News Jamnagar May 07, 2021
જામનગર તા.૦૬, પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા-જામનગર / દેવભૂમિ દ્વારકાની કચેરીના પ્રોજેક્ટ ડાયરેકટરશ્રી દ્વારા જણાવવામા આવે છે કે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડુતો માટે પ્રાકૃતિક કૃષિની દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના માટે ઓનલાઈન આઇ ખેડૂત પોર્ટલ પર તા.૧૭ જુન ૨૦૨૧ સુધી રજીસ્ટ્રેશન થઇ શકશે. રાજ્યના ખેડૂતોનો ખેતી ખર્ચ ઘટે અને ઉત્પાદન વધે તેમજ પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડુતોની સંખ્યામાં વધારો થાય તે માટે સરકાર દ્વારા આ યોજના શરૂ કરાઇ છે. જેમાં સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂત પરિવારને એક દેશી ગાયના નિભાવ ખર્ચ માટે પ્રતિ મહિને રૂ.૯૦૦/-(વાર્ષિક રૂ.૧૦૮૦૦/-) યોજનાનું રજીસ્ટ્રેશન શરૂ થઇ ચૂક્યું છે.
જે ખેડૂત દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી કરતાં હોય તેવા ખેડૂત પરિવારને દેશી ગાય નિભાવ માટે મહિને રૂ.૯૦૦/-(વાર્ષિક રૂ.૧૦૮૦૦/-)ની સહાય ચુકવવામાં આવશે. આ માટે ખેડૂત પાસે આઈડેન્ટીફિકેશન ટેગ ધરાવતી દેશી ગાય હોવી જરૂરી છે તેમજ અરજદાર ખેડૂતે પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધેલી હોવી જરૂરી છે તથા પ્રાક્રુતિક ખેતી કરતો હોવો જરૂરી છે. અગાઉ આ યોજના હેઠળ લાભ મળેલ હોય તેવા ખેડુતો અરજી કરી શકશે નહી.
આ યોજના માટે તારીખ ૪ મે-૨૦૨૧ના દિવસથી આઇ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન શરૂ થયું છે. જે ૧૭ જુન-૨૦૨૧ સુધી ચાલુ રહેશે. અરજદાર ખેડૂતે પ્રિન્ટ આઉટ અરજી સાથે ૭-૧૨ ની નકલ અથવા ૮-અ ની નકલ, સંયુક્ત ખાતેદાર હોય તો અન્ય ખાતેદારનું સંમતીપત્રક, દેશી ગાય ધરાવતા હોય તેવો ફોટોગ્રાફ અને બેંક પાસબુક અથવા રદ કરેલો ચેક જોડી અરજી કર્યાના ૭ દિવસમાં પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રીની કચેરી, આત્મા પ્રોજેક્ટ, ખેડૂત તાલીમ કેન્દ્ર, બાજરા સંશોધન કેન્દ્ર, એરફોર્સરોડ, વુલન મિલની સામે, જામનગર ખાતે રજુ કરવાની રહેશે.
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024