મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
બાલંભા ગામે થયેલ ઉપસરપંચ ની હત્યાના આરોપી ને ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ.
News Jamnagar May 07, 2021
જામનગર
જોડીયા તાલુકાના બાલંભા ગામે થયેલ ખૂનના ગુનાના એક આરોપીને પકડી પાડતી જામનગર – એલ.સી.બી . પોલીસ ગત તા .૦૧ / ૦૫ / ૨૦૨૧ ના રોજ ફરીયાદી નિલેશભાઇ કરશનભાઇ માલવીયા તેમજ મરણજનાર કાંતીલાલ રામજીભાઇ માલવીયા જેઓ જોડીયા તાલુકાના બાલંભા ગામે બસ સ્ટેન્ડ પાસે લીઝની ઓફીસે હાજર હતા ત્યારે આરોપી અયુબ જુસબભાઇ જસરાયા તથા અસગર હુશેનભાઇ કમોરા તથા બે અજાણ્યા માણસો બંદુક , તલવાર તથા ધારીયા સાથે આવી , રેતીની લીઝ ચલાવવા પૈસા આપવા પડશે તે બાબતે ઝગડો કરી , આરોપીઓએ ફરીયાદી નિલેશભાઇ માલવીયા શરીરે ધારીયા થી ગંભીર ઇજા કરી , તેમજ કાંતીલાલ માલવીયા ને ગોળી મારી મોત નિપજાવી આરોપીઓ નાશી ગયેલ હતા.
જે અન્વયે જોડીયા પો.સ્ટે . ફસ્ટ ગુ.ર.નં .૧૧૨૦૨૦૨૫૨૧૦૨ વા ૨૦૨૧ ઇપીકો કલમ ૩૦૨,૩૨૬,૪૨૭,૧૧૪ આર્મ્સ એકટ ૨૫ ( ૧ – બી ) એ , ૨૯ તથા જી.પી.એકટ ૧૩૫ ( ૧ ) થી ગુન્હો નોંધાયેલ હતો . આ ફાયરીંગ કરી ખૂનનો બનાવ બનતા ત્વરીત આરોપીઓ પકડી પાડવા માટે જામનગરના પોલીસવડા દીપન ભદ્રન નાઓની સુચના મુજબ જીલ્લામાં નાકાબંધી કરાવવામાં આવેલ હતી અને નાયબ પોલીસ અધિક્ષકશ્રી કુણાલ દેસાઇ ના માર્ગદર્શન મુજબ આ ગુન્હાના આરોપીઓને પકડી પાડવા માટે એલ.સી.બી.પો.ઇન્સ. કે.જી.ચૌધરી તથા એસ.ઓ.જી. પો.ઇન્સ. એસ.એસ.નિનામા તથા એલ.સી.બી. એસ.ઓ.જી સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી કાર્યરત કરવામાં આવેલ હતી .
આ દરમ્યાન એલ.સી.બી.ના પો.કોન્સ . અજયસિંહ ઝાલાની હકિકત આધારે આ ગુનાના ફરાર આરોપી હીરેન અરજણભાઇ ચાવડા રહે.જામનગર વાળાને જામનગર ગુલાબનગર બસ સ્ટેન્ડ પાસેથી પકડી પાડી મજકુર વિરૂધ્ધ પો.સ.ઇ. કે.કે.ગોહીલ નાઓએ કાયદેસરની કાર્યવાહી કરેલ છે .
આ ગુનાના ફરાર આરોપીઓ પકડી પાડવા માટે તજવીજ કરવામાં આવેલ છે . આ કાર્યવાહી એલ.સી.બી. પો.ઇન્સ.કે.જી.ચૌધરી તથા એસ.ઓ.જી. પો.ઇન્સ. એસ.એસ.નિનામા તથા પો.સ.ઇ. કે.કે.ગોહીલ તથા પો.સ.ઇ. આર.બી.ગોજીયા તથા પો.સ.ઇ. બી.એમ.દેવમુરારી તેમજ એલ.સી.બી. સ્ટાફ વિગેરે દ્રારા કરવામા આવેલ છે .
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024