મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
૮૫ લાખની લુંટમાં સંડોવાયેલ આંતરરાજ્ય લુંટો કરતી ગેન્ગના ચાર સભ્યોને ૬૩ લાખના મુદ્દામાલ સાથે હરીયાણાથી પકડી પાડતી ક્રાઈમ બ્રાન્ચની ટીમ
News Jamnagar May 08, 2021
રાજકોટ
બી ડીવી . પો . સ્ટે . વિસ્તારમાં શિવ જવેલર્સમાં ફાયર અંગ્સનો ઉપયોગ કરી થયેલી ૮૫ લાખની લુંટમાં સંડોવાયેલા આંતરરાજય લુટો કરતી ગેંગના ચાર સભ્યોને ૬૩ લાખના મુદામાલ સાથે હરિયાણાથી પકડી પાડતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ અને જોઈન્ટ પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદના માર્ગદર્શન હેઠળ બી ડીવી . પો . સ્ટે . વિસ્તારમાં આવેલ શિવ જવેલર્સમાં ફાયર આંમ્સનો ઉપયોગ કરી ૮૩ લાખના દાગીના અને ૨.૫ લાખની રોકડ મળી ૮૫ લાખની ચોરીના ગુનામાં આરોપીઓ ચંબલ વિસ્તારના હોવાનું જણાતા.
ક્રાઇમ બ્રાંચની ટીમો રાજસ્થાન , હરિયાણા , મધ્યપ્રદેશ અને ઉતરપ્રદેશ ખાતે મોકલવામાં આવેલ ટીમોએ મહે . પોલીસ કમિશ્નર સા.ના સહયોગથી સ્થાનિક પોલીસ સાથે સંકલન કરી છેલ્લા ૧૫ વર્ષમાં થયેલ ચોરીનું આકલન કરી અને હયુમન ઇન્ટેલીજન્સની મદદ લેતા આરોપીઓ રાજસ્થાનના અને મધ્યપ્રદેશના હોવાનું જણાયું હતું .
આ કામના બે આરોપી શુભમ સોવરનસિંગ જાટ અને અવિનાશ ઉર્ફે ફૌજી ઉતમસિંગને પલવલ ( હરિયાણા ) થી અને અન્ય બે આરોપી બિકેશ ઠાકુર અને સુરેન્દ્ર જાટને રેવાડીના એકસપ્રેસ હાઇવે પરથી ઝડપી લઈ તમામની અટક કરી ૧૮૬૧ ગ્રામ સોનું અને ૯૪000 રોકડા મળી કુલ ૬૨,૩૭,૮૪૧ નો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે .
આ ગુનાના મુખ્ય આરોપી અવિનાશ ઉર્ફે ફૌજી પર રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં નવ ગંભીર પ્રકારના ગુના દાખલ થયેલ છે અને રાજસ્થાન સરકારે અવિનાશ ઉર્ફે ફોજીને પકડવા માટે રૂા .૫૦૦૦ નું ઇનામ જાહેર કરેલ છે .
Tags :
You may also like
બેંક કર્મચારીઓ લડી લેવાના મુડમાં
જામનગરમાં આજરોજ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન ના નેજા હેઠળ યુકો બેંક, સજુબા સ્કૂલ સામે બેંક કામદારો ના દેખાવો નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ મ...
February 14, 2025