મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરાની જહેમતથી જામનગર સિવિલ હોસ્પિટલને મળ્યું 100 પંખાઓનું અનુદાન
News Jamnagar May 08, 2021
જામનગર
જામનગર સિવિલ હોસ્પિટલ ગુરુગોવિંદસિંહ હોસ્પિટલ વિશ્વ કોરોના મહામારીમાં એક ક્લસ્ટર હોસ્પિટલ તરીકે કામ કરી રહી છે. જામનગર શહેર ઉપરાંત, જામનગર જિલ્લો, દેવભૂમિ દ્વારકા જિલ્લો, પોરબંદર, જૂનાગઢ. રાજકોટ / મોરબી જિલ્લા ના દર્દીઓને ઉત્કૃટ સેવા આપી રહી છે. બેડ ની સંખ્યા ની દ્રષ્ટિએ જોઈએ તો સૌરાષ્ટ્રની સહુથી મોટી હોસ્પિટલ તરીકે ગુરુગોવિંદસિંહ હોસ્પિટલનું નામ મોખરે રહે છે. 1600 થી વધુ બેડસ ધરાવતી આ હોસ્પિટલમાં ઉનાળાના સમયમાં દર્દીઓને વધુ રાહત મળી રહે તેવી વ્યથા કરવા માટે ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ ડો વિમલભાઈ કગથરા દ્વારા જહેમત ઉઠાવી અને તેઓની જહેમત રંગ લાગી અને શહેરના ઉપદ્યોગપતિ, વેપારીઓ દ્વારા 100 નવા પેડેસ્ટીયલ પંખાઓ ની વ્યસ્થા કરાવી અપાઈ.
આ તબ્બકે શ્રીજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર (શ્રી પરેશભાઇ વાઘાણી), શિવમ બ્રાસ (આશિષભાઇ રાબડીયા), ભારત પ્રિસિઝન (કે.કેપટેલ), અશ્વિની મેટલ (અસ્વીનભાઈ ગજરા). કેદારનાથ આઈ.એન.સી (અસ્વીનભાઈ સંઘાણી), કમલ મેટલ (નવીનભાઈ કોઠીયા), કશ્યપભાઈ ઠક્કર, રાજ હોમ ડેકોર (પંકજભાઈ પાંભર), રવિ એન્ટરપ્રાઇઝ (રવિભાઈ), ગાયત્રી મેટલ પ્રોડક્ટ (મુકેશભાઈ), મિલનભાઈ નંદા. સંદીપ બ્રાસ (કલ્પેશભાઈ નારિયા), પ્રિસીશન બ્રાસ (દિનેશબાઈ રાબડીયા), પ્રમુખ પ્રોડક્ટ્સ (મહેશભાઈ બોરસદીયા) દ્વારા રૂપિયા અઢી લાખના ખર્ચે 100 ક્રોમ્પ્ટન બ્રાન્ડના હાઇસ્પીડ પેડેસ્ટીયલ પંખાનું અનુદાન આપવામાં આવેલ.
આ તબકે શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા દ્વારા ભારે જહેમત ઉઠાવી કોરોના મહામારી કાળમાં દર્દીઓ માટે ઉત્તમ સુવિધા – વ્યસ્થા મળતી રહે. તેવા સતત અને સખત પ્રયાસો ચાલતા હોય, ત્યારે આ જહેમત દર્દીઓ માટે વધુ સવલત પ્રદાન કરનારી નીવડશે. શહેર અધ્યક્ષ ડો વિમલભાઈ કગથરાના આ ઉમદા પ્રયાસોને ભારતીય જનતા પાર્ટી શહેર સંગઠન ના હોદેદારો – પદાધિકારીઓ તથા જામનગર ગુરુગોવિંદ સિંહ હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા આવકારવામાં આવેલ. શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરાં. પૂર્વ શહેર અધ્યક્ષ હસમુખભાઈ ઢિંડોચા. દાતા શ્રીઓના પ્રતિનિધિ પૈકી પરેશભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં આ પંખાનું અનુદાન હોસ્પિટલના અધિક સુપ્રિ. ડો. વસાવડા સાહેબને અપણ કરવામાં આવેલ. તેમ શહેર ભાજપ મીડિયા સેલના ભાર્ગવ ઠાકરની અખબારી યાદીમાં જણાવેલ છે.
Tags :
You may also like
બેંક કર્મચારીઓ લડી લેવાના મુડમાં
જામનગરમાં આજરોજ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન ના નેજા હેઠળ યુકો બેંક, સજુબા સ્કૂલ સામે બેંક કામદારો ના દેખાવો નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ મ...
February 14, 2025