મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
સરકારી લેબ. ટેકિનશિયનોની કાયમી થવાના મુદ્દે હડતાલની આપવામાં આવી ચીમકી .
News Jamnagar May 08, 2021
જામનગર
જામનગરમાં મેડિકલ કોલેજના ડીનને લેબ. ટેકિનશિયન દ્વારા કાયમી કરવાના મુદ્દે આવેદન પાઠવાયું છે, અને જરૃર પડ્યે ૧૭મીથી હડતાલનું એલાન કરાયું છે. સરકારી હોસ્પિટલમાં લેબ. ટેકિનશ્યન અને લેબ.આસિ. તરીકે ફરજ બજાવનાર કર્મચારીને ફિક્સ પગારનો સમયગાળો પૂરો થયા છતાં કાયમી કરવામાં નહીં આવતા ગઈકાલે જામનગરમાં મેડિકલ કોલેજના ડીનને આવેદનપત્ર પાઠવાયું હતું. જેમાં જણાવ્યા મુજબ દસ દિવસ પછી સામૂહિક હડતાલ ઉપર જવાની ચીમકી આપવામાં આવી હતી.
રાજય સરકાર દ્વારા લેબ.ટેકિનશ્યન અને લેબ. આસિ. (વર્ગ-૩) ની ભરતી કરવામાં આવી હતી. વર્ષ-ર૦૧૩ માં પાંચ વર્ષના ફિક્સ પગારથી આ ભરતીમાં નિમણૂક આપવામાં આવી હતી. જેનો સમયગાળો પૂરો થઈ ગયો હોવા છતાં નિયમિત પગાર ના અને કાયમી ના હુકમો આજદિન સુધી આપવામાં આવ્યો નથી. જ્યારે આ સાથે જ એક્સ-રે ટેકિનશ્યન અને ફાર્મસીસ્ટની ભરતીમાં નિમણૂક પામનારને કાયમીના હુકમ આપી દેવામાં આવ્યા છે.
આ મુદ્દે આજે જામનગરમાં લેબ ટેકિનશ્યન અને લેબ આસિ. દ્વારા મેડિકલ કોલેજના ડીન ડો. નંદીની દેસાઈને આવેદનપત્ર પાઠવાયું હતું અને જો દસ દિવસમાં યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી તા. ૧૭-મે થી સામૂહિક હડતાલ ઉપર જવાની ચીમકી આપવામાં આવી હતી.
અહેવાલ સબીર દલ
Tags :
You may also like
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો
પ્રેઝન્ટેશન એક ઉત્સવ બની શકે-જ્ઞાન આદાન પ્રદાન નો અમદાવાદની બેસ્ટ એન્ટરપ્રીન્યોર્સ માની એક કંપનીનુ ફંક્શન તરવરીયા ઈજનેરોએ માણ્યુ અભિવ્યક્...
September 26, 2023