મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
પશ્ચિમ રેલ્વે દ્વારા અમદાવાદથી દોડતી વિશેષ ટ્રેનોના ફેરા વિસ્તૃત કર્યા
News Jamnagar May 08, 2021
અમદાવાદ
અમદાવાદ થી પસાર થતી બે વિશેષ ટ્રેનો ના ફેરા પણ વિસ્તૃત
May 08, 2021
પશ્ચિમ રેલ્વે દ્વારા અમદાવાદ થી કોલકાતા, સમસ્તીપુર અને દાનાપુર સુધીની વિશેષ ટ્રેન નો એક – એક ફેરો વિસ્તૃત તથા રાજકોટ થી સમસ્તીપુર અને ઓખાથી ગુવાહાટી સુધીની વિશેષ ટ્રેન સેવા નો પણ એક – એક ફેરો વિસ્તૃત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંડળ રેલ પ્રબંધક શ્રી દિપક કુમાર ઝા ના જણાવ્યા મુજબ આ વિશેષ ટ્રેનો ની વિગતો નીચે મુજબ છે: –
ટ્રેન નંબર 09413/09414 અમદાવાદ – કોલકાતા વિશેષ ટ્રેન (ખાસ ભાડા સાથે)
ટ્રેન નંબર 09413 અમદાવાદ-કોલકાતા વિશેષ ટ્રેન ના ફેરા વધારી દેવામાં આવ્યા છે અને હવે આ ટ્રેન 19 મે, 2021 ના રોજ પણ દોડશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09414 કોલકાતા-અમદાવાદ વિશેષ ટ્રેન ના ફેરા પણ વધારી દેવામાં આવ્યા છે અને હવે આ ટ્રેન 22 મે 2021 ના રોજ પણ દોડશે.
ટ્રેન નંબર 09453/09454 અમદાવાદ – સમસ્તીપુર વિશેષ ટ્રેન (ખાસ ભાડા સાથે)
ટ્રેન નંબર 09453 અમદાવાદ – સમસ્તીપુર વિશેષ ટ્રેન ના ફેરા વધારી દેવામાં આવ્યા છે અને હવે આ ટ્રેન 23 મે 2021 ના રોજ પણ દોડશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09454 સમસ્તીપુર-અમદાવાદ વિશેષ ટ્રેન ના ફેરા પણ વધારી દેવામાં આવ્યા છે અને હવે આ ટ્રેન 26 મે 2021 ના રોજ પણ દોડશે.
ટ્રેન નંબર 09467/09468 અમદાવાદ – દાનાપુર વિશેષ ટ્રેન (ખાસ ભાડા સાથે)
ટ્રેન નંબર 09467 અમદાવાદ – દાનાપુર વિશેષ ટ્રેન ના ફેરા વધારી દેવામાં આવ્યા છે અને હવે આ ટ્રેન 16 મે 2021 ના રોજ પણ દોડશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09468 દાનાપુર-અમદાવાદ વિશેષ ટ્રેન ના ફેરા પણ વધારી દેવામાં આવ્યા છે અને હવે આ ટ્રેન 18 મે 2021 ના રોજ પણ દોડશે.
ટ્રેન નંબર 09501/09502 ઓખા – ગુહાહાટી વિશેષ ટ્રેન (ખાસ ભાડા સાથે)
ટ્રેન નંબર 09501 ઓખા – ગુવાહાટી વિશેષ ટ્રેન ના ફેરા વધારી દેવામાં આવ્યા છે અને હવે આ ટ્રેન 14 મે 2021 ના રોજ પણ દોડશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09502 ગુવાહાટી-ઓખા વિશેષ ટ્રેન ના ફેરા પણ વધારી દેવામાં આવ્યા છે અને હવે આ ટ્રેન 17 મે 2021 ના રોજ પણ દોડશે.
ટ્રેન નંબર 09521/09522 રાજકોટ – સમસ્તીપુર વિશેષ ટ્રેન (ખાસ ભાડા સાથે)
ટ્રેન નંબર 09521 રાજકોટ-સમસ્તીપુર વિશેષ ટ્રેન ના ફેરા વધારી દેવામાં આવ્યા છે અને હવે આ ટ્રેન 19 મે 2021 ના રોજ પણ દોડશે. આવી જ રીતે ટ્રેન નંબર 09522 સમસ્તીપુર-રાજકોટ વિશેષ ટ્રેન ના ફેરા પણ વધારી દેવામાં આવ્યા છે અને હવે આ ટ્રેન 22 મે, 2021 ના રોજ પણ દોડશે.
ટ્રેન નંબર 09467 અને 09501 નું બુકિંગ 11 મે 2021 થી તથા ટ્રેન નંબર 09413,09453 અને 09521 નું બુકિંગ 12 મે 2021 થી નિયુક્ત યાત્રી આરક્ષણ કેન્દ્રો અને આઇઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે.
મુસાફરો સ્ટોપેજ, ઓપરેટિંગ સમય, માળખું, આવર્તન અને ટ્રેનોના સંચાલનના દિવસો સંબંધિત વિગતવાર માહિતિ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકશે. નોંધનીય છે કે કન્ફર્મ ટિકિટ વાળા મુસાફરોને જ આ વિશેષ ટ્રેનમાં મુસાફરી કરવાની છૂટ રહેશે. પશ્ચિમ રેલ્વેએ મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન કોવિડ -19 સંબંધિત તમામ ધોરણો અને એસ.ઓ.પી.નું પાલન કરવા વિનંતી કરી છે.
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024