મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
આઉટ સોર્સીંગ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ પોતાના પગાર વધારા સહિતની માંગણીઓ સંદર્ભમાં આજે દેખાવો કર્યા હતાં
News Jamnagar May 10, 2021
જામનગર
જમનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજ, જી.જી. સરકારી હોસ્પિટલ સહિતના કર્મચારીઓ આઉટ સોર્સીંગ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ પોતાના પગાર વધારા સહિતની માંગણીઓ સંદર્ભમાં આજે દેખાવો કર્યા હતાં અને આવેદનપત્ર પાઠવ્યા હતાં અને તા. ૧૨ થી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી હતી.
મેડિકલ કોલેજ તેમજ જી.જી.હોસ્પિટલમાં આઉટ સોર્સીંગથી ૪૦૦ જેટલા કર્મચારીઓ કામ કરી રહ્યાં છે.
પગાર વધારો કરવા અને અમારી બીજી માંગણીઓ સ્વીકારવા બાબત ઉપરોક્ત વિષય સાથે આપશ્રીને નમ્ર અરજ સાથે જણાવવાનું કે છેલ્લા ૫ વર્ષ પુરા થઇ ગયેલ હોવા છતા અમારી પડતર માંગણીઓને હકારાત્મક વાંચા મળેલ ન હોવાથી અને છેલ્લા એક વર્ષથી અમો આઉટસોર્સ કર્મચારીઓ અમારા કુટુંબની પરવા કર્યા વગર અમારા જીવના જોખમે કોરોના વોરીઅર્સ તરીકે નિષ્ઠાપૂર્વક કામગીરી કરી રહ્યા છીએ એ કામગીરી ને પણ ધ્યાને લેવામાં આવતી નથી . તેથી અમો આઊટસોર્સ કર્મચારીઓની સતત અવગણના થઇ રહી હોઈ એવું લાગી રહ્યું છે.
આથી તમામ આઉટસોર્સ કર્મચારીઓના સતત હકારાત્મક પરિણામની આશાસ્પદ સવાલોના લાંબા સમયથી પણ જો નિરાકરણ ન આવી શકતુ હોય તો આ ખુબ જ અમો આઊટસોર્સ પ્રત્યે રાજ્યસરકાર તેમજ આપ અધિકારીશ્રીઓ દ્વારા બેદરકારી દાખવી રહ્યા હોઈ તેવું લાગી રહ્યું છે .
હાલમાં અત્યારે તત્કાલીન કોવિડ ડયુટી માટે ભરતી કરેલ દરેક કેડરનાં નવા અને બીનઅનુભવી સ્ટાફને ખુબ જ વધુ પગાર આપવામાં આવે છે પરંતુ તે જ કામ વર્ષોથી કરતા અનુભવી સ્ટાફ ને તેમજ તે મુજબ યોગ્ય પગાર આપવામાં આવતો નથી તો પણ અમે આઊટસોર્સ કર્મચારી છેલ્લા એક વર્ષથી પુરા ખંત અને નિષ્ઠાપૂર્વક કોરોના વોરીઅર્સ તરીકે કામ કરી રહ્યા છીએ . અમો માણસાઈ ભૂલ્યા નથી . આગામી તા .૧૨ / ૦૫ / ૨૦૨૧ સુધીમાં અમારી માંગણી સંતોષવામાં નહી આવે તો ફરજીયાત અમારે અમારા હકક માટે ગાંધી ચિંધ્યા માર્ગે કાર્યક્રમો કરવા પડશે . આ દરમિયાન જનતાને અતિ આવશ્યક એવા આરોગ્ય વિષયક સેવાઓમાં જે પણ તકલીફ પડશે તેમની સંપૂર્ણ જવાબદારી આપશ્રીની રહશે .
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024