મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ભારત સૌથી ઝડપી ગતિએ રસીના 17 કરોડ ડોઝ આપનારો દેશ બન્યો
News Jamnagar May 10, 2021
દેશ
વૈશ્વિક સમુદાય પાસેથી પ્રાપ્ત થયેલા ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ, જનરેશન પ્લાન્ટ્સ અને 3 લાખ કરતાં વધારે રેમડેસિવીરની શીશી સહિતની સહાય રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડ-19 સામેની જંગમાં તાકીદે પહોંચાડી
ભારતમાં કુલ રસીકરણ કવરેજ 17 કરોડના સીમાચિહ્નરૂપ આંકડા સુધી પહોંચી ગયું
ભારત સૌથી ઝડપી ગતિએ રસીના 17 કરોડ ડોઝ આપનારો દેશ બન્યો
18થી 44 વર્ષની વયજૂથના 20.31 લાખ કરતાં વધારે લાભાર્થીઓનું રસીકરણ થયું
છેલ્લા 10 દિવસ દૈનિક ધોરણે સરેરાશ સાજા થનારા દર્દીઓનો આંકડો 3.28 લાખથી વધારે નોંધાયો
મહામારી સામેની જંગમાં સહાયતા માટે અત્યાર સુધીમાં ભારતને વૈશ્વિક સમુદાય પાસેથી પ્રાપ્ત થયેલા 6,738 ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ, 3,856 ઓક્સિજન સિલિન્ડર, 16 ઓક્સિજન જનરેશન પ્લાન્ટ્સ, 4,668 વેન્ટિલેટર્સ/ Bi PAP/ C PAP અને ત્રણ લાખથી વધારે રેમડેસિવીરના વાયલ (શીશી)ની ડિલિવરી રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને કરવામાં આવી છે/રવાના કરવામાં આવ્યા છે જેથી તેમની માળખાકીય સુવિધામાં વધારો થઇ શકે. વૈશ્વિક સમુદાય પાસેથી પ્રાપ્ત થયેલી સહાય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઝડપથી પહોંચડવા માટે કેન્દ્ર સરકારે તાત્કાલિક કસ્ટમ મંજૂરી અને હવાઇ તેમજ રોડ માર્ગેથી જથ્થો પહોંચાડવાની કામગીરી સુનિશ્ચિત કરી છે.
અન્ય એક નોંધનીય પ્રગતિરૂપે, ભારતમાં ચાલી રહેલા કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાનના ત્રીજા તબક્કાનું દેશભરમાં વિસ્તરણ કરવામાં આવ્યું હોવાથી આ કવાયત અંતર્ગત આજદિન સુધીમાં દેશમાં આપવામાં આવેલા કુલ રસીના ડોઝનો આંકડો 17 કરોડના સીમાચિહ્ન સુધી પહોંચી ગયો છે.
ભારત કોવિડની રસીના 17 કરોડ ડોઝ સૌથી ઝડપી ગતિએ આપનારો દેશ બની ગયો છે. ચીનને આ સીમાચિહ્ન સુધી પહોંચવામાં 119 દિવસ જ્યારે USAને 115 દિવસ થયા હતા. આજે સવારે 7 વાગે પ્રાપ્ત થયેલા હંગામી અહેવાલ અનુસાર દેશભરમાં આજદિન સુધીમાં સંયુક્ત રીતે કુલ 24,70,799 સત્રોનું આયોજન કરીને રસીના કુલ 17,01,76,603 ડોઝ આપવામાં આવ્યા છે. આમાંથી 95,47,102 HCWs એ પ્રથમ ડોઝ અને 64,71,385 HCWs એ બીજો ડોઝ લીધો છે. આ ઉપરાંત, 1,39,72,612 FLWs એ પ્રથમ ડોઝ અને 77,55,283 FLWs એ બીજો ડોઝ લીધો છે. 18થી 45 વર્ષના વયજૂથના 20,31,854 લાભાર્થીએ પ્રથમ ડોઝ લીધો છે, 45 થી 60 વર્ષ સુધીના વયજૂથમાં 5,51,79,217 લાભાર્થીએ પ્રથમ ડોઝ અને 65,61,851 લાભાર્થીએ બીજો ડોઝ લીધો છે અને 60 વર્ષથી વધુ ઉંમરના 5,36,74,082 લાભાર્થીએ પ્રથમ ડોઝ જ્યારે 1,49,83,217 લાભાર્થીએ બીજો ડોઝ લીધો છે.
આજદિન સુધીમાં દેશભરમાં આપવામાં આવેલા રસીના કુલ ડોઝમાંથી 66.79% ડોઝ દસ રાજ્યોમાં આપવામાં આવ્યા છે.આજે, 18 થી 44 વર્ષની વયજૂથના 2,46,269 લાભાર્થીએ કોવિડ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો અને આ વયજૂથમાં સમગ્ર દેશમાં 30 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં આપવામાં આવેલા કુલ ડોઝની સંખ્યા 20,31,854 થઇ ગઇ છે. નીચે આપેલા કોષ્ટકમાં 18 થી 44 વર્ષના વયજૂથના લાભાર્થીઓને આજદિન સુધીમાં આપવામાં આવેલા .
સરકારી માહિતી મૂજબ
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024