મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
આશરે 17 લાખ ની આધુનીક ટેકનોલોજી સજજ એબ્યુલન્સ સંસદસભ્ય પૂનમબેન માડમના હસ્તે એબ્યુલન્સનું લોકાર્પણ
News Jamnagar May 11, 2021
જામનગર
૧૦/૦૫/૨૦૨૧ જોડીયા સરકારી હોસ્પીટલને સંસદસભ્ય પૂનમબેન માડમના હસ્તે એબ્યુલન્સનું લોકાર્પણ જામનગર જીલ્લાના જોડીયા તાલુકા મથકે આવેલ સરકારી હોસ્પીટલમાં એબ્યુલન્સની સુવિધા ન હોવાની વિગતો સ્થાનીક આગેવાન કાર્યકરો દ્વારા સંસદસભ્ય પૂનમબેન માડમને કરવામાં આવેલ જેના બે દિવસમાં જ પૂનમબેન માડમ દ્વારા નવી એમ્બેલેન્સની વ્યવસ્થા ગોઠવીને તા .૦૭ / ૦૫ / ૨૦૨૧ ના રોજ લોકાર્પણ સંસદસભ્ય પૂનમબેન માડમ દ્રારા જોડીયા સરકારી હોસ્પીટલમાં કરવામાં આવ્યું હતું .
આ સમયે જામનગર ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય રાધવજીભાઈ પટેલ , પૂર્વ ધારાસભ્ય મેધજીભાઈ ચાવડા , જામનગર જીલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા , જોડીયા તાલુકાના પ્રમુખ ભરતભાઈ દલસાણીયા , જોડીયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ધનશ્યામભાઈ રાઠોડ , જીલ્લા પંચાયતના સભ્યશ્રી ચંદ્રીકાબેન જેઠાલાલ અઘેરા , જોડીયા સરપંચ , અને જામનગર જીલ્લા આરોગ્ય અધિકારી ડો.મણવર સાહેબ , હોસ્પીટલના ડો.કુમાર સાહેબ , ડો.ડાંગર સાહેબ , તથા આજુબાજુના ગામના આગેવાનો હાજર રહયા હતા અને પૂનમબેન માડમના વરદ હસ્તે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરવામાં આવ્યુ હતુ . નવી એબ્યુલન્સ ની આશરે રૂા .૧૭ / – લાખ રૂપીયાની કિંમતની છે અને આધુનીક ટેકનોલોજી સજજ થયેલી છે અને જોડીયા તાલુકાના આસપાસના અને છેવાળા ગામને લાભદાયી થશે .
Tags :
You may also like
મેઇક ઇન ઇન્ડીયાથી આત્મનિર્ભરતા વધશે
જામનગર ભાજપ મહાનગર યાદી કેન્દ્રીય બજેટ ૨૦૨૫ ને આવકારતુંજામનગર શહેર ભાજપ જામનગર (ભરત ભોગાયતા) ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા કે...
February 03, 2025