મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
8 હજારમાં ડો.દવેને વહેચ્યાની કબુલાત આપી રેમડેસિવિર કાળાબજારી કાંડ: જી.જી હોસ્પિટલના તબીબ વિદ્યાર્થીની અટકાયત
News Jamnagar May 11, 2021
જામનગર
અમદાવાદથીપકડાયેલા રેમડેસિવિર ઈન્જેકશનના તાર જામનગર સુધી પહોંચ્યા
અમદાવાદ શહેરમાં ઇન્જેકશનની કાળાબજારી કરવાના કેસમાં સોલા પોલીસે જામનગરની જી.જી.
હોસ્પિટલના એક તબીબી વિદ્યાર્થીની અટકાયત કરી છે. સોલા પોલીસે અગાઉ છ ઇન્જેક્શન સાથે જય શાહની ધરપકડ કરી હતી. જેની પૂછપરછમાં સુરતના બે ડોકટરનું નામ ખુલ્યા બાદ તેમની ધરપકડ કરાઈ હતી. જામનગરની હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોકટર પાસેથી ઇન્જેકશન
મેળવ્યા હોવાનું બહાર આવતા પોલીસે તેની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.
અમદાવાદમાં એસજી હાઇવે પર આવેલા કારગિલ પેટ્રોલપંપ પાસેથી પોલીસે જય શાહ નામના યુવક પાસેથી ૬ રેમડેસીવીર ઇન્જકેશન સાથે ધરપકડ કરી પૂછપરછ કરતા સુરતના ડો. મિલન સુતારીયા અને કીર્તિ દવે અને જુહાપુરાની ર્હી પઠાણનું ખુલવા પામ્યું હતું. પોલીસેસુરતના બે ડોક્ટર અને એક અમદાવાદની મહિલા નર્સની ધર્પકડ કરી હતી. તપાસ દરમ્યાન જામનગરની જી.જી. હોસ્પિટલના ડો. ધીરેન બલદાણિય પાસેથી આઠ હજાર રૂપિયામાં ખરીદી ક્યા હોવાનું બહાર આવતાં સોલા પોલીરે તેની જામનગરમાંથી અટકાયત કરી છે.સુરતના આરોપી ડો. કીર્તિ અને ડો.ધીરેન બંને સાથે ભણતા હતા ત્યારન ઓળખાણ હતી.
જામનગરની જી.જી. હોસ્પિટલમાં રેડિયોલોજી વિભાગમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા આરોપી ડો. ધીરેન બલદાણીયાએ આ એક ઇન્જેકશન ડોકટર કીર્તિ દવેને ૮ હજારમાં વેંચ્યા હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે, ત્યારે સોલા પોલીસે જામનગર પોલીસનો પણ સંપર્ક કરી જામનગરમાં વધુ તપાસ કરવા જણાવ્યું છે.
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024