મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
અરબી સમુદ્રમાં 2021નું પ્રથમ વાવાઝોડુ સર્જાશે: કચ્છ તરફ આવી શકે તેવી હવામાન વિભાગ ની આગાહી.
News Jamnagar May 12, 2021
રાજ્ય
19-20 ની વચ્ચે કચ્છ-સૌરાષ્ટ્રમાં વાવાઝોડાં ની આગાહી.
.તૌકતે .વાવાઝોડાના પ્રભાવ હેઠળ 14મીથી અનેક રાજયોમાં વરસાદ-તોફાની પવનની શકયતા:હવામાન વિભાગની આગાહી: શુક્રવારે લો-પ્રેસર સર્જાશે : રવિવાર સુધીમાં મજબુત થઈને ચક્રાવાતમાં પરિવર્તિત થશે: બે દિવસમાં દિશા નકકી થશે: કચ્છ-પાકિસ્તાન અથવા ઓમાન તરફ ગતિ સભવના.
વર્ષ 2021નું પહેલાં વાવાઝોડાં ‘તૌકતે'(મ્યાંમાર દ્વારા અપાયેલું નામ) ની સંભાવનાઓ પ્રવર્તિ રહી છે. દક્ષિણપૂર્વ અરેબિયન સમુદ્રમાં 14 મેની સવારથી સર્જાઇ રહેલું લો પ્રેશર 15મેના પૂર્વ-મધ્ય અરેબિયન સમુદ્રમાં સાયક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાઇને ઉત્તર-ઉત્તરપશ્ચિમ આગળ વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં 19-20 મેના રોજ ‘તૌકતે’ વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રાટકવાની સંભાવના છે અને 35-40 કિમીની સુધીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
ક્યાં જોવા મળશે અસર ?
સૌરાષ્ટ્ર-કચ્છના કયા વિસ્તારમાં અસર થશે?
19 મેના રોજ ‘તૌકતે’ વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છ પર ત્રાટકવાની સંભાવના છે. ત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વેરાવળ, પોરબંદર, ભાનવડ, સલાયા, દ્વારકા, જામનગર, મોરબી, કુડામાં વાવાઝોડાંની અસર જોવા મળશે. જ્યારે કચ્છના માંડવી, ગાંધીધામ, નલિયા, ભાડલી, રાપર, ખાવડા, લખપતમાં વધુ એસર જોવા મળશે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, 19-20 મેના રોજ ગુજરાતમાં વાવાઝોડું તૌકતે ભયંકર તોફાની બનીને તેના પીક પર પહોંચશે અને અમદાવાદ સુધી 35-40 કિમીની સુધીની ઝડપે પવન ફૂંકાઈ શકે તેવી સંભાવના છે.
વર્ષ 2021નું આ સૌપ્રથમ વાવાઝોડું છે અને મ્યાંમાર દ્વારા તેને તૌકતે નામ આપવામાં આવ્યું છે. જોકે, આ વાવાઝોડું કઇ દિશામાં આગળ વધશે કે નહીં તેને લઇને હજુ અસ્પષ્ટતા છે.
તસ્વીર સોર્સ વિન્ડ.કોમ પ્રતિકતામક તસ્વીર.
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024