મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
દરીયાપુર વિસ્તારમાંથી દેશી બોમ્બ સાથે એક ઇસમ ઝડપી પાડતી શહેર ક્રાઈમ
News Jamnagar May 13, 2021
અમદાવાદ
અમદાવાદ શહેર વિસ્તારમાંથી હાથ બનાવટના દેશી બોમ્બ સાથે એક ઇસમ ઝડપી પાડતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ . અમદાવાદ શહેરમાં બનતા મિલક્ત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા સારુ ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશ્નર પ્રેમવિર સિંગ સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર ચૈતન્ય આર.મંડલીક સાહેબનાઓએ આપેલ સુચના અને માર્ગદર્શન અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર એન.આર.બ્રહ્મભટ્ટ નાઓની ટીમના પો.સ.ઈ. શ્રી વી.એન. ભરવાડ તથા સ્ટાફના માણસો ગઈ તા .૧૨ / ૦૫ / ૨૦૨૧ ના રોજ અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.ઈન્સ. એન.આર. બ્રહ્મભટ્ટનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે
એક ઈસમ જેણે શરીર વાદળી કલરની અડધી બાયની ટી શર્ટ તથા વાદળી કલરનું જીન્સનુ પેન્ટ પહેરેલ છે તે હાલમાં પોતાના કન્જાની કાપડની થેલીમાં દેશી હાથ બનાવટના જીવતા બોમ્બનો જથ્થો લઈ દાણીલીમડા તરફના રીવરફ્રન્ટની કુટપાથ ઉપર ચાલતો ચાલતો સરદાર બ્રીજ નીચેના રીવર ફ્રન્ટ થઈ એલીસબ્રીજ નીચેના રીવરફ્રન્ટ તરફ જઈ રહેલ છે.
જે બાતમી હકીકત અનુસંધાને સ્કોડના પો.સ.ઈ. વી.એન. ભરવાડ તથા સ્ટાફના માણસોને સરદારબ્રીજ નીચે રીવરફ્રન્ટના રોડ ઉપર મોકલી આપતા બાતમીમાં જણાવેલ વર્ણનવાળો જાવેદખાન ઉફે બાબા ઉર્ફે જીલ્લતી સ / ઓ અકબરખાન બલોચ ઉ.વ ૩૮ રહે મ.નં. ૨૯૦૪ , પોપટીયાવડ , દાદામીયાની ગલી , મામુજીનો ખાંચો , દરીયાપુર અમદાવાદ શહેરનાનો મળી આવતા તેને રોકી તેની અંગઝડતી તપાસ કરતા હાથબનાવટના દેશી બોમ્બ નંગ – ૪ તથા ધારદાર છરો નંગ -૧ મળી આવેલ , જેથી તુરંતજ બોમ્બ ડીસ્પોઝલ ટીમને સ્થળ ઉપર બોલાવી મળી આવેલ બોમ્બને સુરક્ષીત જગ્યા લઈ જઈ બોમ્બ ડીફ્યુઝ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે .
જે આધારે મળી આવેલ ઈસમ વિરુધ્ધ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખાતે ડી.સી.બી. પોલીસ સ્ટેશન પાર્ટ બી ગુ.ર.નં. ૧૧૧૯૧૦૧૧૨૧૦૦૫૫/૨૦૨૧ ધી એક્ષપ્લોઝવ સબ સ્ટન્ટ એક્ટ ૧૯૦૮ ની કલમ ૪ ( એ ) ( બી ) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ ( ૧ ) મુજબ ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે . આ કામે પકડાયેલ ઈસમની પુછપરછ કરતા આ મળી દેશી બોમ્બ બાબતે જણાવેલ કે , પોતાના પૈસા લેનાર વ્યક્તિને ઈજા પહોંચાડવા માટે પોતે આ બોમ્બ બનાવેલ હોવાની હકીકત જણાવેલ છે . હાલ મળી આવેલ ઈસમની ઉંડાણપુર્વક પુછપરછ ચાલુ છે , અને આગળની વધુ તપાસ પો.સ.ઈ. શ્રી જે.ડી. બારોટનાઓ ચલાવી રહેલ છે .
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024