મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ક્રાઇમ બ્રાન્ચે મહિલા PI ગીતા પઠાણની કેમ ધરપકડ કરી. અમદાવાદમાં ઝડપાયેલી હની ટ્રેપ ગેંગની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે.
News Jamnagar May 13, 2021
અમદાવાદ
પૂછપરછ દરમિયાન મહિલા PI ગીતા પઠાણનું નામ સામે આવ્યું છે. હની ટ્રેપ ગેંગનો સાથ મહિલા PI ગીતા પઠાણ આપતા હોવાનું સામે આવ્યું છે.
મહિલા પોલીસ સ્ટેશન પુર્વના તત્કાલિન પોલીસ ઇન્સ્પેકટર ની ધરપકડ કરતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ ગઇ તા . ૦૩/૦૨/૨૦૨૧ ના રોજ મહિલા ક્રાઇમબ્રાન્ચ ના મદદનીશ પોલીસ કમિશ્નર નાઓને એક અરજી તપાસમાં મળેલ . અરજદારશ્રી તથા સાહેદ ને ફેસબુક મા ફેક આઇડી મારફતે ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી માણસોને ફસાવી તેઓના વિરુધ્ધમાં બળાત્કાર અને રેપની અરજીઓ આપી બળાત્કાર તેમજ પોક્સો જેવા કેસોમાં ફસાવી દેવાની ધમકી આપી સમાધાન પેટે પૈસા બળજબરીથી કઢાવી તેમજ પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી ધમકી આપી માતબર રકમો પડાવેલ હોવાની અરજી કરેલ હતી .
જેથી અમદાવાદ શહેર ક્રાઇમબ્રાન્ચ ના અધિક પોલીસ કમિશ્નર પ્રેમવીર સિંગ સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર ચૈતન્ય આર . મંડલીક સાહેબ તથા અમદાવાદ શહેર મહિલા ક્રાઇમબ્રાન્ચ ના મદદનીશ પોલીસ કમિશ્નર શ્રીમતી મિની જોસેફ નાઓએ ઉપરોકત અરજીની ગંભીરતા ધ્યાને લઇ અરજદારની અરજી ના આક્ષેપોને મળતી અને ભળતી અરજીઓ કે અન્ય બનાવો બાબતે ખાત્રી તપાસ કરતા ચાર અરજીઓ મળી આવેલ . જે બાબતે એ.સી.પી. મહિલા સેલ નાઓએ તપાસ કરેલ . જે આધારે મહિલા પોલીસ સ્ટેશન પશ્ચીમ ગુ . ૨. નં . ૧૧૧૯૧૦૩૦૨૧૦૦૧૬/૨૦૨૧ ધી ઇ . પી . કો કલમ ૩૮૪ , ૩૮૮ , ૩૮૯ , ૫૦૬ ( ૧ ) , ૧૭૦ , ૧૨૦ ( બી ) તથા આઇ.ટી એકટ કલમ ૬૬ ( સી ) , ૬૬ ( ડી ) મુજબનો ગુન્હો નોંધવામાં આવેલ . જે ગુન્હાની તપાસ શ્રી પી.બી.દેસાઇ , પોલીસ ઇન્સ્પેકટર , ક્રાઇમ બ્રાંચ , અમદાવાદ શહેર નાઓએ તપાસ તજવીજ હાથ ધરેલ .
તા . ૨૧/૦૩/૨૦૨૧ ના રોજ આરોપીઓ ( ૧ ) જીતેન્દ્ર ઉર્ફે જીતુ s / o નાથાલાલ ઉર્ફે નાન્હાલાલ જાતે મોદી ઉવ .૫૮ ( ૨ ) બિપીનભાઈ શનાભાઈ પરમાર ( ઉપાધ્યાય ) ઉ.વ .૪૮ ( ૩ ) ઉન્નતી ઉફે રાધીકા D / o રાકેશભાઇ રામચંદ્ર રાજપુત ઉ.વ .૧૯ નાઓને અટક કરવામાં આવેલ . તા .૨૩ / ૦૩ / ૨૦૨૧ ના રોજ વધુ એક સંડોવાયેલ યુવતી ( ૪ ) જાનવી ઉર્ફે જીનલ ડો / ઓફ આનંદસિહ સામંતસિહ પઢીયાર ઉ.વ .૧૯ ને અટક કરવામાં આવેલ .
અગાઉ પકડાયેલ આરોપીઓએ ફેસબુકમાં અલગ અલગ છોકરીઓના નામથી ફેકટ એકાઉન્ટ બનાવેલ છે . જેમાં મોટા વેપારીઓ ને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી મેસેન્જર થી ચેટીંગ કરી પકડાયેલ યુવતી તે પુરુષોને મુલાકાત સારુ બોલાવી હોટલ ના રૂમમાં કે ફોરવ્હીલ ગાડીઓમાં એકાંતની પળો માણી તે પુરુષો વિરુધ્ધમાં બળાત્કાર કે શારીરીક અડપલા જેવા ગંભીર આક્ષેપો કરતી અરજીઓ લખી શાહીબાગ ખાતે આવેલ મહિલા પોલીસ સ્ટેશન પુર્વ માં આપતા હતા .
આમ એક જ નામવાળા તથા મળતા અને ભળતા આક્ષેપો વાળી અરજીઓ એકજ પોલીસ સ્ટેશન માં આપવામાં આવતી અને સમાધાન કરી રૂપિયા પડાવામાં આવતા હોય જેથી ગુન્હામાં પોલીસ સ્ટેશન ના કર્મચારીઓ કે અધિકારી સંડોવાયેલા છે
કે કેમ ? તે દિશામાં ઉંડાણ પુર્વક તપાસ હાથ ધરવામાં આવેલા તપાસ દરમ્યાન ફરિયાદીશ્રી તથા સાહેદો ની ધનિષ્ઠ પુછપરછ દરમ્યાન તથા પકડાયેલ આરોપીઓની સઘન પુછપરછ દરમ્યાન તેમજ આરોપીઓના મોબાઇલ ફોન ના કોલ ડીટેલ્સ તેમજ અન્ય માહિતીઓ અને પોલીસ સ્ટેશન ના કર્મચારીઓના નિવેદનો લેવામાં આવેલ તેમજ તપાસના કામે રાખેલ અરજીઓ બાબતે ચોક્કસ માહિતીઓ એકત્રીત કરતા મહિલા પોલીસ સ્ટેશન ના તત્કાલિન પોલીસ ઈન્સ્પેકટર ગીતા.એચ.પઠાણ નાઓની સંડોવણી હોવાનું જણાય આવેલ છે .
આ ધરપકડ દરમ્યાન પોલીસ ઇન્સ્પેકટર જી.એચ.પઠાણ નાઓની પુછપરછ કરતા પોતે અગાઉ પકડાયેલ આરોપીઓની અરજીઓ સ્વીકારવા માટે પોલીસ સ્ટેશન ના કર્મચારીઓને સુચના આપી સામાવાળાને બોલાવતા અને બળાત્કાર કે શારીરીક દુષ્કર્મના કેસમાં ફસાઇ જશો પૈસા આપીને પણ સમાધાન કરી લો તેમ કહી ભોગ બનનારને ડરાવતા અને દબાણ કરતા અને સમાધાન થઇ ગયા બાદ અગાઉ પકડાયેલ આરોપીઓએ ફરિયાદીશ્રી તથા ભોગ બનનાર પાસેથી કુલ્લે રૂ . ૨૬,૫૫,૦૦૦ / – જેટલી માતબર રકમો મેળવેલ જેમાં પકડાયેલ પોલીસ અધિકારી તથા કર્મચારીઓએ પણ પોતાનો ભાગ રાખેલ હોવાનું જણાય આવેલ છે .
મજકુર પી.આઇ. અગાઉ સને -૨૦૧૪ માં રાજકોટ શહેર એ.સી.બી. પોલીસ સ્ટેશનમાં લાંચ રૂશ્વત ના ગુન્હામાં પકડાયે છે . આ ગુહામાં સંડોવાયેલ આરોપી અમરબેન સોલંકીની તપાસ તજવીજ ચાલુ છે . સદરહુ પી.આઇ. નાઓએ અન્ય કોઇ ઇસમો સાથે મળી ગુનાહીત પ્રવુતિઓ કરેલ છે કે કેમ ? તે બાબતે વધુ તપાસ હાથ ધરેલ છે .
Tags :
You may also like
બેંક કર્મચારીઓ લડી લેવાના મુડમાં
જામનગરમાં આજરોજ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન ના નેજા હેઠળ યુકો બેંક, સજુબા સ્કૂલ સામે બેંક કામદારો ના દેખાવો નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ મ...
February 14, 2025