મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
મહેસુલ, પોલીસ, ફોરેસ્ટ,પી.જી.વી.સી.એલ., માર્ગ અને મકાન, આરોગ્ય સહિતના વિભાગોની ૪૪ ક્વીક રીસ્પોન્સ ટીમો સતત ખડેપગે
News Jamnagar May 17, 2021
જામનગર
તાઉ-તે વાવાઝોડાની સંભવિત અસરને પહોચી વળવા તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે હાથ ધરાઈ રહેલી કાર્યવાહી
જામનગર,17 તાઉતે વાવાઝોડાથી જામનગર જિલ્લામાં કોઈપણ પ્રકારની જાનમાલની નુકસાની ન થાય તેમજ લોકો સુરક્ષિત તથા સલામત રહે તે માટે જિલ્લા કલેક્ટર રવિશંકરની રાહબરી હેઠળ તંત્ર દ્વારા અનેક મોરચે તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે. જેમાં છેલ્લા બે દિવસથી યુધ્ધના ધોરણે કાર્યવાહી હાથ ધરી આજે સવારે ૧૦ વાગ્યા સુધીમાં બેડ, કાલાવડ, સિક્કા, ખીજડીયા, ચેલા, ખાનકોટડા સહિતના ૩૬ ગામોમાં ૨,૫૦૦ જેટલા લોકોને તંત્ર દ્વારા ઉભા કરવામાં આવેલ આશ્રય સ્થાનોમાં સ્થાળાંતરીત કરવામાં આવ્યાં છે.
૨૨ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ છે. જિલ્લાના આરોગ્ય કેન્દ્રો ખાતે જનરેટર તથા ઇમરજન્સી કિટની ફાળવણી કરવામા આવેલ છે.ગામોના સમુહ દિઠ ક્લસ્ટર બનાવી આપતકાલિન સ્થિતીને પહોચી વળવા અધિકરીઓની નિમણૂક કરાઇ છે.ફુડ્પેકેટ, મશીન બોટ, જનરેટર સેટ, રાહત અને બચાવ માટેના વાહનો વગેરેની વ્યવસ્થા કરવામાં આવેલ છે.ભયજનક હોર્ડીંગ તથા જોખમી વૃક્ષો દુર કરવામાં આવી રહ્યાં છે. જેમાં ૯૯૮ જેટલાં હોર્ડીંગ હાલ ઉતારી લેવામાં આવ્યાં છે.બચાવ અને રાહત કામગીરી માટે જિલ્લામાં NDRFના ૨૫ જવાનો તથા બોટ સાથેની એક ટીમને જોડીયા તથા ધ્રોલ તાલુકામાં સ્ટેંન્ડબાય રાખવામાં આવેલ છે.
તથા વાવાઝોડાની સંભવીત અસર તથા જિલ્લામાં તાકીદની રાહત અને બચાવ કામગીરી માટે મહેસુલ, ફોરેસ્ટ, આર એન્ડ બી, પી.જી.વી.સી.એલ., આરોગ્ય સહિતના વિભાગોની ૪૪ ક્વીક રીસ્પોન્સ ટીમો જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ફાળવવામાં આવી છે.
Tags :
You may also like
ખેતી અને પ્રકૃતિ આદિકાળથી અવિભાજ્ય અંગ છે
પ્રાકૃતિક ખેતી એટલે ખેડૂતોની ઉન્નતી ધરતીપૂત્રો માટે વાવણીથી વેચાણ સુધીનું વ્યવસ્થિત વ્યવસ્થાતંત્ર તૈયાર કરતી ગુજરાત સરકાર ૦ :: ૦૦૦ :: ...
October 23, 2024