મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
25 વર્ષ બાદ ગુજરાતના દરિયાકાંઠે લાગ્યું 10 નંબરનું સિગ્નલ, લોકોમાં ભયનો માહોલ
News Jamnagar May 17, 2021
ગુજરાત
*Cyclone Tauktae: ગુજરાત તરફ આગળ વધ્યું વાવાઝોડું*
વાવાઝોડું તૌકતે બહુ શક્તિશાળી થઈ ગયું છે. ગોવા, કેરળ અને કર્ણાટકમાં ભારે તબાહી મચાવ્યા બાદ હવે આ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. અનુમાન લગાવાઈ રહ્યું છે કે તૌકતે ગુજરાતના તટ પર 185kmphની ગતિએ દરસ્તક આપશે અને તેના કારણે લાખો લોકોને દરિયા કાંઠેથી સુરક્ષિત જગ્યાએ શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. અત્યારસુધી 10ના મોત થયાં.
ગુજરાતમાં તૌકતે વાવાઝોડાનું સંકટ સતત વધી રહ્યું છે અને તોફાન આજે રાત્રે ગુજરાતને ટકરાય તેવી આશંકા છે ત્યારે ગુજરાતના દરિયાકિનારા પર 25 વર્ષ બાદ 10 નં.નું સિગ્નલ આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે વાવાઝોડાની અસર અને પવનની ગતિને ધ્યાનમાં રાખીને બંદરો પર આ પ્રકારના નંબરના સિગ્નલ આપવામાં આવ્યા છે ત્યારે ગુજરાતના દરિયા કિનારાના ગામેગામ ખાલી કરાવવામાં આવી રહ્યા છે.
*માંગરોળ : જૂનાગઢના માંગરોળ બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવાયું
*ગીર સોમનાથ : વાવાઝોડાના ખતરાને જોતાં વેરાવળ બંદર પર લગાવાયું 10 નંબરનું સિગ્નલ
*પોરબંદર : તૌકતે વાવાઝોડાની તાકાત વધતા 8 નંબરનું સિગ્નલ લગાવાયું
*દેવભૂમિ દ્વારકા : ઓખા બંદર ઉપર 8 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવાયું
* અમરેલી : અમરેલીના જાફરાબાદ બંદરે 10 નંબરનું સિગ્નલ લગાવાયું.
*IAFએ NDRF જવાનો અને સાધનોને કોલકત્તાથી અમદાવાદ કર્યા તૈનાત*
ભારતીય વાયુસેના (IAF)એ સોમવારે માહિતી આપી છે કે એનડીઆરએફના 167 કર્મીઓ અને 16.5 ટનના સાધનોના પરિવહન માટે બે C-130J અને એક An-32 વિમાન કોલકત્તાથી અમદાવાદમાં તૈનાત કર્યા છે. વાવાઝોડા તૌકતેનો જોતા એનડીઆરએફને મદદ કરવા માટે આઈએએફે આ પગલુ લીધુ છે. આગામી 24 કલાકમાં વા્વાઝોડુ વધુ તીવ્ર બનશે અને 18 મેના રોજ વહેલી સવાલે ગુજરાતના પશ્ચિમ દરિયાકાંઠે ત્રાટકશે.
“તાઉ-તે” વાવાઝોડુ : બુલેટિન-2
(હવામાન ખાતા દ્વારા : બપોરે : 12:30 કલાક)
ભારતીય હવામાન ખાતા દ્વારા એકસ્ટ્રીમલી સિવિયર સાયક્લોન સ્ટ્રોમ (અત્યંત તીવ્ર ચક્રવાતી સમુદ્રી તોફાન) ”તાઉ-તે” સંદર્ભે દર કલાકે બુલેટિન બહાર પાડવામાં આવી રહ્યું છે, તે મુજબ આ સ્ટ્રોમ આજે સવારે 11.30 કલાકે દક્ષિણપૂર્વ દીવથી 180 કિ.મી. દૂર સ્થિત છે.
”તાઉ-તે” વાવાઝોડું ઉત્તર દિશામાં છેલ્લા છ કલાકમાં ૧૫ કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન ખાતા દ્વારા જણાવ્યાનુસાર આ વાવાઝોડું આજે રાત્રે પોરબંદર અને મહુવાની વચ્ચે ગુજરાતમાં રાત્રિના 08.00 થી 11.00કલાક દરમિયાન 155 થી 165 કિ.મી. પ્રતિ કલાક પવનની ગતિથી પ્રવેશવાની શકયતા છે. પવનની ઝડપ ૧૮૫ કિ.મી. પ્રતિ કલાક સુધી વધી શકે છે. દક્ષિણ ગુજરાતના અને સાગરકાંઠાના અન્ય જિલ્લાઓમાં પણ પવનની ઝડપ ૧૫૦થી ૧૮૫ કિ.મી./કલાક રહેવાની શકયતા છે.
ફાઈલ તસવીરો.
મીડિયા રિપોર્ટ અનુસાર
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024