મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
કયારે કયું સિગ્નલ લાગવામાં આવે છે .તેના વિશે માહિતી.
News Jamnagar May 17, 2021
સૌરાષ્ટ્ર તરફ તીવ્ર ગતિથી તૌકતે વાવાઝોડું આગળ વધી રહ્યું છે. હાલ માં જે સ્થિતિ છે તેના આધારે હવામાન વિભાગે દરિયાકાંઠા ના વિસ્તારોમાં *”ગ્રેટ ડેન્જર એલર્ટ”* આપ્યું છે.
વાવાઝોડા સમયે વિવિધ બંદરો પર આ રીતે સિગ્નલ લગાવવામાં આવે છે. ત્યારે પ્રશ્ન ચોક્કસથી થાય કે આ સિગ્નલનો અર્થ શું થાય અને કયા નંબરનું સિગ્નલ ક્યારે લગાડવામાં આવે છે. તો આ પ્રશ્નનો જવાબ આજે જાણી લઇએ..*
1. નંબરનું સિગ્નલ
હવા તોફાની નથી. વાવાઝોડું આવશે કે નહીં તેની નિશાની હોય છે. પવનની ગતિ 1-5 કિમી
2. નંબરનું સિગ્નલ
વાવાઝોડું સક્રિય થયું છે. આ નંબરનું સિગ્નલ દર્શાવે છે કે દરિયામાં જતી હોડીને સમુદ્રી બળનો સામનો કરવો પડશે. પવનની ગતિ 6થી 12 કિમી
3. નંબરનું સિગ્નલ
હવાથી બંદર ભયમાં છે. પવનની ગતિ 13થી 20 કિમી
4. નંબરનું સિગ્નલ
વાવાઝોડાના કારણે બંદર જોખમમાં છે. પરંતુ જોખમ એટલું ગંભીર નથી કે જેના માટે કોઈ સાવચેતીના પગલા લેવા પડે. પવનની ગતિ 21થી 29 કિમી
5. નંબરનું સિગ્નલ
સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદરથી પસાર થવાની સંભાવ છે. જેથી બંદર પર ભારે પવન ફુંકાવાની સંભાવના છે. પવનની ગતિ 30થી 39 કિમી
6. નંબરનું સિગ્નલ
વાવાઝોડું બંદરની ઉતર દિશા તરફનો કિનારાઓ ઓળંગવાની સંભાવના જેથી બંદર ઉપર અતિભારે પવન ફુંકાઈ શકે છે. પવનની ગતિ 40થી 49 કિમી
7. નંબરનું સિગ્નલ (ભય)
બંદરને ભારે તોફાની પવનનો સામનો કરવો પડશે. પવનની ગતિ 50થી 61 કિમી
8. નંબરનું સિગ્નલ
ભારે જોરવાળું વાવાઝોડું પસાર થવું જેથી બંદરે તોફાની પવનનો અનુભવ થાય. પવનની ગતિ 62થી 74 કિમી
9. નંબરનું સિગ્નલ
બંદરને ભારે તોફાની પવનનો અનુભવ થવાની શક્યતા છે. પવનની ગતિ 75થી 88 કિમી.
10. નંબરનું સિગ્નલ
ભારે જોરવાળું વાવાઝોડું બંદર ઉપર થઈને પસાર થવાની શક્યતા છે. આ સ્થિતિ મહાભય દર્શાવે છે. પવનની ગતિ 89થી 102 કિમી.
11. નંબરનું સિગ્નલ
અત્યંત ભયંકર પવન ફુંકાવાની શક્યતા, તાર વ્યવહાર બંધ થાય, ખુબ જ ખરાબ હવામાનનો અનુભવ થઈ શકે છે. આ સિગ્નલ અત્યંત ભયજનક ગણાય. પવનની ગતિ 103થી 118 કિમી અને સમુદ્રમાં વિઝિબલીટી ઝીરો.
12. નંબરનું સિગ્નલ પવનની ઝડપ 119થી 220 કિમી.13.
મીડિયા રિપોટ ના માધ્યમ થી
Tags :
You may also like
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા
ઘરેથી નીકળી ગયેલ કિશોરીને 181 અભયમ ટીમ દ્વારા પરિજનો સુધી પહોંચાડી ********* જામનગર (ભરત ભોગાયતા) જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભય...
February 27, 2024