મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ઉપસરપંચની હત્યા પ્રકરણમાં સંડોવાયેલ આરોપીને કચ્છ અંજારથી દબોચી લેતી એસ .ઓ.જી.
News Jamnagar May 18, 2021
જામનગર
પોલીસ અધિક્ષક દીપન ભદ્રન સાહેબ દ્વારા જામનગર જીલ્લામાં જોડીયા પોલીસ સ્ટેશનના ગુ.ર.ન.૧૧૨૦૨૦૨૫૨૧૦૨૨૬/૨૦૨૧ ઈ.પી.કો. કલમ ૩૦૨ , ૩૨૬ , ૪૨૭ , ૧૧૪ , ૧૨૦ ( બી ) તથા હથીયાર ધારા અધિનિયમની કલમ ૨૫ ( ૧ ) ( બી ) ( એ ) , ૨૯ તથા જી.પી.એક્ટ ક્લમ ૧૩૫ ( ૧ ) મુજબના કામે ખુન કેસના ફરાર આરોપીઓ પકડી પાડવા સુચના કરેલ હોય જે અન્વયે.
એસ.ઓ.જી. પોલીસ ઈન્સપેક્ટર એસ.એસ.નિનામા તથા એલ.સી.બી પોલીસ ઇન્સ્પેકટર કે.જી.ચૌધરી નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.કે.ગઢવીના નેતૃત્વ વાળી ટીમના HC હર્ષદભાઇ ડોરીયા તથા HC અનિરૂધ્ધસિંહ ઝાલા તથા PC રવિભાઈ બુજડ તથા ડ્રાઇવર PC બિજલભાઇ બાલાસરાને ઉપરોક્ત ગુન્હાના કામે ફરારી અરોપીઓને પકડવા માટે કચ્છ જીલ્લાના ગાંધધામ , ભચાઉ , અંજાર વિસ્તારમાં તા .૧૪ / ૦૫ / ૨૦૨૧ થી તપાસમાં હતા તે દરમ્યાન કચ્છ જીલ્લાના સ્થાનિક હ્યુમન સોર્સ થી આ ગુન્હાના ફરાર આરોપી ગફુરભાઈ અલારખાભાઈ ઉર્ફે બાવલા જુણેજા , રહે . નાની ચીરાઈ ગામ , તા.ભચાઉ જી.કચ્છ વાળો વર્ષામેડી ગામ તા . અંજારમાં આવેલ બાગેશ્રીનગર સોસાયટી -૦૩ ના મકાનમાં હોવાની માહીતી આધારે મજકુર આરોપીની તપાસ કરતા મળી આવતાં કાયદેસરની કાર્યવાહી કરી જોડીયા પો.સ્ટે . સોપી આપેલ છે .
આ કાર્યવાહી એસ.ઓ.જી પો.ઈન્સ. એસ.એસ.નિનામા તથા એલ.સી.બી પો.ઇન્સ.શ્રી કે.જી.ચૌધરી તથા પો.સ.ઈ. આર.વી.વીંછી તથા પો.સ.ઇ વી.કે.ગઢવી તથા એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઈ. હિતેષભાઇ ચાવડા , જ્ઞાનદેવસિંહ જાડેજા , ચંદ્રસિંહ , વિક્રમસિંહ ઝાલા તથા એસ.ઓ.જી. ના પો.હેડ.કોન્સ અનિરૂદ્ધસિંહ ઝાલા , હીતેષભાઈ ચાવડા , ઘનશ્યામભાઈ ડેરવાળીયા , મયુદીન સૈયદ રમેશભાઈ ચાવડા , અરજણભાઇ કોડીયાતર , દિનેશભાઈ સાગઠીયા , રાયદેભાઇ ગાગીયા , દોલતસિંહ જાડેજા , પ્રદીપભાઇ આશા , સંદીપભાઈ ચુડાસમા , હર્ષદભાઈ ડોરીયા તથા પો.કોન્સ . સોયબભાઈ મકવા , સંજયભાઇ પરમાર , રવિભાઈ બુજડ , લાલુભા જાડેજા , યુ.પો.કો. પ્રીયંકાબેન ગઢીયા તથા ડ્રા.પો. કોન્સ.દયારામભાઇ ત્રીવેદી , બિજલભાઇ બાલાસરા નાઓએ કરેલ છે.
Tags :
You may also like
બેંક કર્મચારીઓ લડી લેવાના મુડમાં
જામનગરમાં આજરોજ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન ના નેજા હેઠળ યુકો બેંક, સજુબા સ્કૂલ સામે બેંક કામદારો ના દેખાવો નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ મ...
February 14, 2025