મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ગુજરાતમાં ત્રાટક્યું વાવાઝોડું, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ અસર જોવા મળી હતી.
News Jamnagar May 18, 2021
જામનગર
ગુજરાતમાં ત્રાટક્યું વાવાઝોડું, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ અસર જોવા મળી હતી.ગાંધીનગર રાજયની 188 તાલુકાઓમાં પડ્યો વરસાદ
ગુજરાત તોફાની રાત વીતી ગયા પછી ની તબાહીની માહિતી આવી રહી છે રાજ્યમાં તાઉતે વાવાઝોડાથી 3 લોકોના મૃત્યુ
50 જેટલા રસ્તાઓ બંધ થયા જ્યારે 450થી વધુ વિજપોલ ધરાશાયી અને 2 હજારથી વધુ વૃક્ષ પડી ગયાની પ્રાથમિક માહિતી
રાજ્યમાં તાઉ તે વાવાઝોડાના પગલે કેટલાક જિલ્લાઓમાં વીજ પુરવઠાને અસર પડી છે. 2,437 જેટલા ગામોમાં વીજપુરવઠા ને અસર પહોંચી છે તેમજ 1081 થાંભલાઓ પણ પડી ગયા છે.
વીજ વિભાગની ૬૬૧ ટીમો સતત કાર્યરત રહીને 484 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કર્યો છે
આ ટીમોએ વીજ સપ્લાય લાઈનો પર પડેલી વૃક્ષોની અડચણો દૂર કરવા અને પડી ગયેલા થાંભલાઓ દુરસ્ત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ઉપાડી હતી.
તાઉ તે’ વાવાઝોડાએ લક્ષદ્વીપની દક્ષિણ દિશામાં વિકસિત થવાથી લઇ ગુજરાતની પાસે દીવના દરિયાકિનારે ટકરાવા સુધીમાં અંદાજે 1200 કિલોમીટરનું અંતર કાપ્યું. છેલ્લાં બે દાયકામાં અરબસાગરમાં ઉદભવેલા કોઇપણ વાવાઝોડાએ આટલું મોટું અંતર કાપ્યું નથી. તાઉ તે વાવાઝોડાએ આ અંતર 7 દિવસમાં કાપ્યું અને પશ્ચિમી તટના તમામ 5 રાજ્યો અને 2 આઇલેન્ડમાં ભયંકર તબાહી મચાવી.
તાઉ-તે વાવાઝોડાની જામનગર જિલ્લામાં હાલ નહિવત અસર જોવા મળેલ છે.જાનમાલની કોઈ ગંભીર નુકસાની નોંધાયેલ નથી.ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતેથી મેળવેલ માહિતી અનુસાર સમગ્ર જિલ્લામાં 260 વીજ થાંભલાઓને નુકસાન થયું છે.જ્યારે 90 ગામોમાં વીજ પુરવઠો બંધ થયેલ છે.તેમજ જામનગર શહેરી વિસ્તારમાં 24 વૃક્ષો પડી ગયા છે.ઉપરોક્ત તમામ નુકસાની સંદર્ભે જિલ્લા વહીવટી તંત્ર, જામનગર મહાનગરપાલિકા, માર્ગ અને મકાન વિભાગ તથા પી.જી.વી.સી.એલ. સહિતના વિભાગોની ટીમો હાલ સ્થિતિને પૂર્વવત કરવા કાર્યરત છે.
જામનગર વાવાઝોડાના પગલે શહેરમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા છે. જામનગર જિલ્લામાં પણ ગઇકાલથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. મોડી રાત્રે જામનગર શહેરમાં લાખોટા તળાવની પાસે વૃક્ષ ધરાશાયી થયા હતા અને છાપરા ઉડી ગયા તેવા દૃશ્યો સામે આવ્યા હતા .
તૌકતે ને લઈ આખી રાત વિતાવવા સમગ્ર જામગર વાસીઓ મજબુર થયા હતા. ભારે પવન અને વરસાદની આગાહી વચ્ચે ગત રાત્રી પસાર થઇ હતી. રાત્રે 11.30 વાગ્યાથી વાવાઝોડાની અસર શરુ થઇ હતી. આખી રાત સુધી ૩૦ થી ૪૦ કિમીની ગતીએ પવન ફુકાયો હતો. મહાનગરપાલિકાના કંટ્રોલ રૂમમાં રાત્રી દરમ્યાન જુદા-જુદા વિસ્તારોમાં વૃક્ષો ધરાશાઇ થવા અંગેની ફરિયાદો 40 થી વધુ ફોન કોલ આવ્યા હતા.
Tags :
You may also like
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવ...
જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો *અરજદારોની ૧૧ જેટલી અરજીઓનું સ્થળ પર જ સંતોષકારક નિરાકરણ...
November 29, 2024