મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જિલ્લા સેવા સદનમાં પ્રમાણપત્ર કઢાવવા-રિન્યુ કરાવવાના 12 હજાર ની લાંચ લેતા બે પટાવાળા ACBના હાથે ઝડપાયા
News Jamnagar May 20, 2021
સુરત
એ.સી.બી.ની સફળ ડિકોય
ફરીયાદી :સ.ત. આર.કે.સોલંકી,પોલીસ ઇન્સ્પેકટર,સુરત ગ્રામ્ય એ.સી.બી.પો.સ્ટે.સુરત
ડીકોયર એક જાગૃત નાગરિક
આરોપી:(૧) બાબુભાઇ કનુભાઇ ચૌહાણ, પટાવાળા,વગૅ-૪, નોકરી: જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળી (ધીરધારની કચેરી), જિલ્લા સેવા સદન- ૨, એ બ્લોક, પ્રથમ માળ, અઠવાલાઇન્સ, સુરત
(૨) નિકુંજ ચંદુભાઇ ચૌધરી, કરાર આધારીત પટાવાળા,વગૅ-૪ નોકરી: જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળી (ધીરધારની કચેરી), જિલ્લા સેવા સદન- ૨, એ બ્લોક, પ્રથમ માળ, અઠવાલાઇન્સ, સુરત
*ગુનો બન્યા* :તા.૧૯/૦૫/૨૦૨૧
*લાંચની માંગણીની રકમ* : રૂપિયા ૧૨,૦૦૦/-
*લાંચની સ્વીકારેલ રકમ* : રૂપિયા ૧૨,૦૦૦/-
*લાંચની રીકવર કરેલ રકમ* : રૂપિયા ૧૨,૦૦૦/-
ગુનાનું સ્થળ :જિલ્લા સેવા સદન- ૨, એ બ્લોકના પ્રથમ માળની સીડી ઉપર જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળી (ધીરધાર) ની કચેરી, સુરત
ગુનાની ટૂંક વિગત :તે એવી રીતે કે, જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળી (ધીરધારની કચેરી), જિલ્લા સેવા સદન- ૨, એ બ્લોક, પ્રથમ માળ, અઠવાલાઇન્સ, સુરત ખાતે આવેલ કચેરીમાં પ્રમાણપત્ર કઢાવવા તેમજ રીન્યુ કરાવવાના અવેજ પેટે આ કચેરીના કર્મચારીઓ રૂ.૧૦,૦૦૦/- થી રૂ.૧૨,૦૦૦/- સુધીના ગેરકાયદેસર રીતે લાંચની માંગણી કરતા હોવાની આધારભુત માહિતી મળેલ.
જે આધારે પો.ઇન્સ. આર.કે.સોલંકી, નાઓએ આ કચેરીમાં કામકાજ અર્થે આવતા વ્યક્તિઓનો સંપર્ક કરતા, ડિકોયર તરીકે સહકાર આપવા જણાવતા તેઓએ સ્વખુશી બતાવેલી અને તેઓએ જણાવેલ કે, તેઓના પિતાનું શાહુકારોના રજિસ્ટ્રેશન નું પ્રમાણપત્ર રીન્યુ કરાવવા માટે અરજી કરેલ હોય અને તે અંગેનું પ્રમાણપત્ર આજરોજ લેવા જવાનું હોય અને આ કચેરીના કર્મચારી રૂ.૧૨,૦૦૦/-ની લાંચની માંગણી કરતા હોય, જેથી પો.ઇન્સ.શ્રી સોલંકી નાઓએ તા.૧૯/૦૫/૨૦૨૧ ના રોજ ડિકોય છટકાનું આયોજન કરેલ જેમાં ડિકોયરશ્રી નાઓએ આ કામના આરોપી નં. (૧) ને મળતા તેઓએ પ્રમાણપત્ર આપી અને હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણાં આરોપી નં. (૨) ને આપવા જણાવતા, આરોપી નં.(૨) નાએ આ લાંચની રકમ સ્વીકારી એકબીજાની મદદગીરી કરી ગુનો કર્યો વિગેરે બાબત.
ઉપરોક્ત બન્ને આરોપીઓને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
ડિકોય કરનાર અધિકારી:
આર.કે.સોલંકી, પોલીસ ઇન્સ્પેક્ટર, સુરત ગ્રામ્ય એ.સી.બી પો.સ્ટે. અને એ.સી.બી. સ્ટાફ
સુપર વિઝન અધિકારી:
એન.પી.ગોહિલ, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, સુરત
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024