મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જામનગર મહાનગરપાલિકાની ફાયર તથા ગાર્ડન શાખાની બે ટીમો રાહત કામગીરી માટે રાજુલા જવા કરાઈ હતી.
News Jamnagar May 20, 2021
જામનગર મહાનગરપાલિકાની ફાયર તથા ગાર્ડન શાખાની બે ટીમો રાહત કામગીરી માટે રાજુલા જવા કરાઈ હતી.
જામનગર,19- અમરેલી જિલ્લામાં તૌકતે વાવાઝોડાથી થયેલ નુકસાનીમાં મદદરૂપ થવા મ્યુનિસિપલ કમિશનર સતિષ પટેલના માર્ગદર્શન હેઠળ જામનગર મહાનગરપાલિકા દ્વારા બે ટીમો અમરેલી જિલ્લામાં મોકલવામાં આવી છે.
આ અંગેની વિગતો જણાવતા આસિસ્ટન્ટ કમિશનર ભાર્ગવ ડાંગરે જણાવ્યું હતું કે અમરેલી જિલ્લામાં તૌકતે વાવાઝોડા થકી વધુ નુકસાની થવા પામી છે.ત્યારે રાજ્ય સરકારની સૂચના અનુસાર જામનગર મહાનગરપાલિકાની બે ટીમોને તમામ સામગ્રી સાથે અમરેલીના રાજુલા ખાતે રાહત અને બચાવ કામગીરીમાં ફરજ બજાવવા રવાના કરાઈ છે.
આ ટીમોમાં બે ફાયર સ્ટેશન ઓફિસર, એક હજાર જેટલા ફૂડ પેકેટ, બે વાહનો, છ ટ્રી-કટર તથા ટ્રી-કટિંગ અંગેની અન્ય સામગ્રી સાથે રાખવામાં આવી છે.તેમજ ફાયર તથા ગાર્ડન વિભાગના કુલ 10 કર્મચારીઓ રાજુલા ખાતે જિલ્લા કલેક્ટરશ્રી અમરેલીના સંકલનમાં રહીને આવતીકાલથી રાહત કામગીરીમાં જોડાશે
Tags :
You may also like
બેંક કર્મચારીઓ લડી લેવાના મુડમાં
જામનગરમાં આજરોજ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન ના નેજા હેઠળ યુકો બેંક, સજુબા સ્કૂલ સામે બેંક કામદારો ના દેખાવો નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ મ...
February 14, 2025