મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
કેન્દ્ર સરકાર દ્વારા ડી.એ.પી. ખાતર પર જાહેર કરાયેલ 140% ની સબસિડીને આવકારતા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા
News Jamnagar May 20, 2021
જામનગર
ચોમાસા પૂર્વે લેવાયેલ સરકારના ત્વરિત નિર્ણય થકી ખેડૂતોને કૃષિલક્ષી ફાયદો થશે – ધર્મેન્દ્રસિંહ જાડેજા
ખેડૂતોને ડી.એ.પી.ની એક બોરી પર રૂ.500ના બદલે રૂ.1,200 સબસિડી મળતા હવે એક બોરી રૂ.1,200માં જ મળશે
જામનગર તા.૨૦ મે, કેન્દ્ર સરકારે ડીએપી ખાતર પરની સબસિડી 140 ટકા વધારી દીધી છે. ખેડૂતોને હવે ડીએપીની એક બોરી પર 500 રૂપિયાના બદલે 1,200 રૂપિયા સબસિડી મળશે. સબસિડી વધારવામાં આવી તેના કારણે ખેડૂતોને ડીએપીની એક બોરી હવે 2,400 રૂપિયાના બદલે 1,200 રૂપિયામાં જ મળશે. સરકાર આ સબસિડી માટે 14,775 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચો કરશે. કેન્દ્ર સરકારના નિર્ણયને અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રી ધર્મેનન્દ્રસિંહ જાડેજાએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી પરષોત્તમ ભાઈ રૂપાલા, કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા તથા કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુનો ચોમાસા પૂર્વે લેવાયેલ ખેડૂતહિત લક્ષી નિર્ણયને આવકાર્યો હતો અને આભાર વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય મૂલ્ય વૃદ્ધિ છતાં ખેડૂતોને જૂના ભાવે જ ખાતર મળશે. ખેડૂતોનુ કલ્યાણ એ સરકારની સર્વોચ્ય પ્રાથમિકતા છે.
વડાપ્રધાન મોદીએ બુધવારે ખાતરની કિંમત મુદ્દે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી તેમજ પ્રેઝન્ટેશન દ્વારા ખાતરની કિંમતો વિશે વિસ્તૃત જાણકારી મેળવી હતી.
આંતરરાષ્ટ્રીય સ્તરે ફોસ્ફોરિક એસિડ, એમોનિયા વગેરેની વધતી કિંમતોના કારણે ખાતરની કિંમતોમાં વૃદ્ધિ થઈ રહી છે. વડાપ્રધાશ્રીએ આંતરરાષ્ટ્રીય કિંમતોમાં વધારા છતાં ખેડૂતોને જૂના ભાવે જ ખાતર મળવું જોઈએ તેમ ભારપૂર્વક કહ્યું હતું. આ બેઠકમાં ડીએપી ખાતર માટેની સબસિડી એક બોરી દીઠ 500 રૂપિયાથી 140 ટકા વધારીને 1,200 રૂપિયા પ્રતિ બોરી કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો. મૂલ્યવૃદ્ધિનો વધારાનો સંપૂર્ણ ભાર કેન્દ્ર સરકારે ઉઠાવવાનો નિર્ણય લીધો છે. એક બોરી દીઠ સબસિડીની રકમ ભૂતકાળમાં ક્યારેય એક વખતમાં આટલી વધારવામાં નથી આવી.
સરકાર દ્રારા ખેડૂત હિતમાં લેવાયેલ ખાતર અંગેના આ તત્વરીત નિર્ણયને જિલ્લાના ખેડૂતોવતી રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ આવકાર્યો હતો અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય કૃષિ મંત્રી પરોષતમભાઈ રૂપાલા, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા તથા કૃષિ મંત્રી આર.સી.ફળદુનો આભાર વ્યક્ત કર્યો હતો.
૦૦૦૦૦૦
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024