મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ઝાખર ખાતે નાયરા એનર્જી દ્વારા નિર્મિત 100 બેડના કોવિડ કેર સેન્ટરનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ઇ-લોકાર્પણ કરાયું
News Jamnagar May 23, 2021
જામનગર.
રાજ્ય સરકાર PSA પ્લાન્ટ થકી હવામાંથી ઓકસીજન પેદા કરીને હોસ્પિટલોમાં મેડિકલ ઓક્સિજનનો પૂરતો જથ્થો સુનિશ્ચિત કરી રહી છે
મ્યુકરમાઈકોસીસ રોગીઓની સારવાર માટે અલગ વોર્ડ તથા પૂરતા પ્રમાણમાં ઈન્જેકશન મળી રહે તેની પણ રાજ્ય સરકારે ચિંતા કરી છે
તાઉ-તે વાવાઝોડા દ્વારા નુકશાન પામેલ અસરગ્રસ્ત વિસ્તારોમાં વ્યાપક કામગીરી શરૂ કરી ઝડપથી સ્થિતિ પૂર્વવત બને એ દિશામાં સરકાર સતત પ્રયત્નશીલ
જામનગર તા.૨૩ મે, મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી એ નાયરા એનર્જી દ્વારા શરૂ કરવામાં આવેલા કોવિડ કેર સેન્ટર નું ગાંધીનગર થી વીડિયો કોન્ફરન્સ દ્વારા ઇ લોકાર્પણ કર્યું હતું.
નાયરા ગ્રુપને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે ઝાખરમાં 100 બેડનું અત્યાધુનિક કોવિડ કેર સેન્ટર ઊભુ કરી નાયરા ગૃપે આવા કપરા સમયે પોતાનું સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે.
ગુજરાતના માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોવિડ કેર સેન્ટરનું વર્ચ્યુઅલ ઉદ્ધાટન કર્યું સુધારાત્મક આરોગ્ય સુવિધાઓ સમાજને પ્રદાન કરવા માટે ૫૦ બેડનું પ્રથમ સ્તરનું કોવિડ કેર સેન્ટર જામગનર ,
તા .૨૩ મે , ૨૦૨૧ : દેશ મહામારીની બીજી લહેર સામે લડત કરી રહયો છે , ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરની ડાઉનસ્ટ્રીમ ઊજ અને પેટ્રોકેમિકલ્સ કંપની નયારા એનર્જીએ તેની વાડીનાર રિફાઈનરી નજીકના લોકો માટે વધારે સહયોગી બની છે . કંપનીએ આજે આ વિસ્તારના હળવા લક્ષણો ધરાવતા કોવિડ –૧૯ પોઝિટિવ દર્દીઓની સંભાળ અને સારવાર માટે ઝાખર ગામમાં ૫૦ બેડ સાથે એક કોવિડ કેર સેન્ટર શરૂ કર્યાની ઘોષણા કરી છે .
પ્રેવિડ કેર સેન્ટરનું વર્ચ્યુઅલ ઉદ્ધાટન ગુજરાત રાજયના માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તેમની ગાંધીનગર કચેરીથી કર્યું હતું .આ કાર્યક્રમમાં ગુજરાત રાજયના કૃષિ , ગ્રામિણ વિકાસ , મત્સ્યોદ્યોગ , પશુપાલન અને વાહન વ્યવહાર વિભાગના કેબીનેટ મંત્રી આર.સી. ફળદુ , ખાદ્ય , નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો , કુટિર ઉદ્યોગ વિભાગના રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા , જામનગર – દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ સુ પૂનમબેન માડમ , જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા , જામનગર જિલ્લા ભાજપના પ્રમુખ રમેશભાઈ મુંગરાની સાથે નયારા એનર્જીના ચીફ એકિઝકયુટિવ ઓફિસર ડૉ . અલોઈસ વિરાગ ઉપસ્થિત રહયા હતા .
આગામી મહિનાઓમાં નયારા એનર્જી રાહત પ્રયાસોને વધારવા માટે અને સમાજના વધુ વ્યકિતઓને આવરી શકાય તેવી આરોગ્ય સંભાળને સુલભ બનાવવા વધારાના ૫૦ બેડનો ઉમેરો કરી કુલ ૧૦૦ થી વધુ બેડની સુવિધા ઉભી કરવાની યોજના ધરાવે છે . આ સેન્ટરમાં જનરેટર બેકઅપ , પુરુષો અને મહિલાઓ માટે અલગથી શૌચા સુવિધા અને ૧૦૦ બેડને સમાવી શકાય ૪ ડોરમેટ્રી વેલ જેમાંના બે હોલમાં ૧૬ બેડ ઓકિસજન સિલિન્ડર અને ઓકિસજન કન્સેન્ટર્સ સાથેની સુવિધાથી સજજ છે . આ કેન્દ્ર રાઉન્ડ ધી કલોકના આધારે કાર્ય કરશે અને એમબીબીએસ ડૉકટર્સ , પેરામેડિકસ , એટેન્ડન્ટ્સ અને ફાર્માસિટ્સ દ્વારા તેનું સંચાલન કરવામાં આવશે . ટીમને દરરોજ એક વરિષ્ઠ તબીબ દ્વારા સહયોગ આપવામાં આવશે .
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ અને ખંભાળિયાની જનરલ હોસ્પિટલમાં દર્દીઓને સ્થળાંતરિત કરવા માટે ઓકિસજન સુવિધા સાથે રાઉન્ડ ધી કલોકની એબ્યુલન્સ સુવિધા પણ ઉપલબ્ધ હશે . કેન્દ્રનું એકંદરે સંચાલન અને નેતૃત્વ નયારા એનર્જી સમર્થિત હેલ્પજ ઇન્ડિયા અને ઝાખરની ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવશે . બ્રેવિડ કેર સેન્ટર સ્થાપવાના નયારા એનર્જીના પ્રયાસોની પ્રશંસા કરતાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે ” નયારા એનર્જીને હું ખુબ ખુબ અભિદનંદન આપું છું કે આવા કપરા સમયે પોતાની એક સામાજિક ઉત્તર દાયિત્વની ભાવના સમજીને કોવિડ કેર સેન્ટર ઉભું કરી જાખર વિસ્તાર અને જિલ્લાના લોકો માટે સરસ મજાની સુવિધા ઉભી કરી છે . લોકોને ઝડપથી અને સારી સુવિધા મળી રહે એ માટે આ સેન્ટર ઉભું કર્યું છે .
હાલ ગુજરાતમાં કરીનાની બીજી લહેરમાં કેસ ઘટતા જાય છે , પરંતુ વેકિસનેશન સંપૂર્ણ ના થાય ત્યાં સુધી ધ્યાન રાખવાનું છે.નિષ્ણાંત ત્રીજી લહેરની વાત કરે છે ત્યારે એવા સમયે આપણે પૂર્ણપણે વ્યવસ્થા કરી રહયા છીએ . ” પ્રેવિડ કેર સેન્ટરના ઉદ્ધાટન પ્રસંગે નયારા એનર્જી લિમિટેડના ચીફ એકિઝકયુટિવ ઓફિસર ડૉ . અલોઈસ વિરાગે કહયું હતું કે ” મહામારી સામેની લડતમાં સ્ત્રોતો એકત્રિત કરવા અને સરકારના પ્રયાસોમાં સહાય કરવાની જરૂરિયાતને નયારા એનર્જી સમજે છે અમે સંવાદિતામાં લોકો સાથે ઉભા છીએ અને ગુજરાત સરકારના સ્થાનિક વિભાગો સાથે જોડાય લોકોને જરૂરી ખાદ્યપૂર્તિ , ગંભીર આરોગ્યસંભાળ અંગેના ઉપકરણો , રક્ષણાત્મક પધ્ધતિઓ અને સેનિટાઈઝેશન ઉપકરણો પુરા પાડવા સહયોગ કરી રહયા છીએ . ઝાખર કવિડ કેર સેન્ટરની સાથે , અમને આજુબાજુના સમાજને સહયોગ આપવા માટેના અમારા અથાગ પ્રયાસોમાં ફાળો આપવા અંગે અમને ગર્વ છે . આ ઉપરાંત નયારા એનર્જ કોવિડ કેર સેન્ટરની ક્ષમતા વધારવા માટે કટિબધ્ધ છે જેથી વધુ જરૂરી લોકોને સમયસર તબીબી સારવારને પહોંચી શકાય . ” નયારા એનર્જી આરોગ્ય તથા સ્વચ્છતા , શિક્ષણ તથા કૌશલ્ય વિકાસ અને કાયમી આજીવિકાના ક્ષેત્રોમાં વિવિધ ટકાઉ વિકાસ યોજનાઓ દ્વારા વાડીનાર રિફાઈનરીની આજુબાજુના દરેક સમાજને સહયોગી થઈ રહી છે . નયારા એનર્જી વિશેઃ નયારા એનર્જી એ આંતરરાષ્ટ્રીય સ્તરની એક નવા યુગની ડાઉનસ્ટ્રીમ અને પેટ્રોકેમિકલ્સ કંપની છે જે રિફાઈનીંગથી લઈ રિટેઈલ સુધીની થઈડ્રોકાર્બન વેલ્યુ ચેઈનમાં મજબૂત હાજરી ધરાવે છે . ઓગસ્ટ ૨૦૧૭ માં આ ભારતીય કંપની રોઝનેફટ ઓઈલ કંપની સહિતના આંતરરાષ્ટ્રીય રોકાણકારો દ્વારા હસ્તગત કરવામાં આવી હતી અને વૈશ્વિક કોમોડિટી ટ્રેડીંગ કંપની ટ્રાફીગરા અને યુસીપી ઈન્વેસ્ટમેન્ટ ગ્રુપે સમાવેશ કરેલું રોકાણ કન્સોર્ટિયમ હતું . કંપની હાલમાં ગુજરાતના વાડીનારમાં વાર્ષિક ૨૦ મિલિયન મે . ટનની ક્ષમતા સાથે ભારતની બીજી સૌથી મોટી સિંગલ – સાઈટ રિફાઈનરી ધરાવે છે અને સંચાલન કરે છે . રિફાઈનરી વિશ્વની સૌથી આધુનિક રિફાઈનરીઓમાંની એક છે , જેમાં ૧૧.૮ ની ઉચ્ચ નેલ્સન જટિલતા અનુક્રમણિકા છે અને તે બંદર માળખું અને કેપિટવ પાવર પ્લાન્ટ દ્વારા પૂરક છે . નયારા એનર્જીના ફયુઅલ રિટેલ નેટવર્કમાં ભારતભરમાં ૬૦૦ પ્લસ આઉટલેટસ સામેલ છે અને ઊર્જા ક્ષેત્રમાં સૌથી ઝડપથી વિકસિત ખાનગી રિટેલર છે . નયારા એનર્જી વિશેની વધુ માહિતી WWW.navaraenergy.com ઉપર ઉપલબ્ધ છે .
Tags :
You may also like
ખેતી અને પ્રકૃતિ આદિકાળથી અવિભાજ્ય અંગ છે
પ્રાકૃતિક ખેતી એટલે ખેડૂતોની ઉન્નતી ધરતીપૂત્રો માટે વાવણીથી વેચાણ સુધીનું વ્યવસ્થિત વ્યવસ્થાતંત્ર તૈયાર કરતી ગુજરાત સરકાર ૦ :: ૦૦૦ :: ...
October 23, 2024