મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
જી. જી. હોસ્પિટલ ખાતે 18 કરોડના ખર્ચે નવું એમ.આર.આઈ.મશીન ખરીદવાની પ્રક્રિયા શરૂ કર્યા.
News Jamnagar May 26, 2021
જામનગર
સદરહુ પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી દર્દીઓની
એમ.આર.આઈ. સુવિધા માટે જી.જી. હોસ્પિટલ અને વિઝન એમ.આર.આઈ. સેન્ટર,જામનગર વચ્ચે એમ.ઓ.યુ કરવામાં આવ્યા
જામનગર તા. ૨૬ મે, જી.જી. હોસ્પિટલ જામનગર ખાતેના ગુરુ ગોબિંદસિંધ સરકારી હોસ્પિટલ રેડિયોલોજી વિભાગમાં રહેલ એમ.આર.આઈ. મશીન તા. ૧૬/૦૩/૨૦૨૧ નાં રોજ યાંત્રિક કારણોસર બંધ પડી ગયેલ.જે બાદમાં હોસ્પિટલ દ્વારા મશીન ઉપલબ્ધ કરાવતી કંપનીના એન્જીનીયર પાસે આ મશીન ચેક કરાવવામાં આવેલ.ત્યારે એન્જીનીયર દ્વારા જણાવ્યા મુજબ એમ.આર.આઈ. મશીન જુનું હોય કમ્પની દ્વારા હાલ મશીન માટેના કોમ્યુટર સોફ્ટવેરને લગતા પાર્ટ્સ હવે કંપની ઉપલબ્ધ કરાવી શકે તેમ નથી તેમજ મશીન બંધ પડેલ હોય તેને પુનઃ કાર્યરત કરવા અંગેની કંપની જવાબદારી લેતી નથી. આથી હોસ્પિટલ દ્વારા નવું એમ.આર.આઈ મશીન કે જેની અંદાજીત કિંમત રૂ. અઢાર કરોડ જેટલી થાય છે.
તે ખરીદ કરીને જી.જી. હોસ્પિટલ ને ફાળવવા અંગેની આરોગ્ય વિભાગમાં દરખાસ્ત કરવામાં આવેલ છે.અત્રે સુવિદિત છે કે આ પ્રકારની ખરીદી માટે સરકારમાં એક નિશ્ચિત પ્રક્રિયા અનુસરવાની રહે છે. હાલ જામનગરની ગુરુ ગોબિંદસિંધ સરકારી હોસ્પિટલમાં સદરહુ નવું એમ.આર.આઈ મશીન ફાળવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને તે પૂર્ણ થયે જેમ બને તેમ ઝડપથી જામનગરને નવું એમ.આર.આઈ.મશીન ફાળવી આપવામાં આવશે.
આ દરમિયાન હોસ્પીટલમાં દાખલ થતા દર્દીઓ કે સારવાર માટે આવતા દર્દીઓને એમ.આર.આઈ કરવાની જરૂરત પડે તેવા સંજોગોમાં દર્દીઓને કોઈ હાલાકી ન પડે તે માટે હોસ્પિટલ અને મેં.વિઝન એમ.આર.આઈ. સેન્ટર , જામનગર વચ્ચે એમ.ઓ.યુ કરવામાં આવ્યું છે.જે રીતે હોસ્પિટલ બિલ્ડીંગમા એમ.આર.આઈ. થતું હતું તે જ રીતે હાલ મેં.વિઝન એમ.આર.આઈ. સેન્ટર, જામનગર ખાતે થઈ રહ્યું છે.જેનો દર્દીઓ લાભ લઇ શકશે તેમ એમ.પી.શાહ મેડીકલ કોલેજના ડીન શ્રીમતી નંદિની દેશાઇ તથા જી.જી. હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. તિવારી દ્વારા જણાવાયું છે.
પ્રતીકાત્મક તસ્વીર.
Tags :
You may also like
મેઇક ઇન ઇન્ડીયાથી આત્મનિર્ભરતા વધશે
જામનગર ભાજપ મહાનગર યાદી કેન્દ્રીય બજેટ ૨૦૨૫ ને આવકારતુંજામનગર શહેર ભાજપ જામનગર (ભરત ભોગાયતા) ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા કે...
February 03, 2025