મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
દ્વારકા ઈટીવી ભારત ના પ્રતિનિધિ દેશુર ધમા નો 27 મોં જન્મદિવસ
News Jamnagar May 27, 2021
દેવભૂમિ દ્વારકા
ના દૌલત સે ના શોહરત સે, જીંદગી પ્યારી હોતી હૈ પ્યાર સે
ના બાગ સે ના બહાર સે બસ શુકૂન મિલતા હૈ યાર સે
ના ચાંદ સે ના સિતારો સે
દિલ ખીલતે હૈ દોસ્ત કે દિદાર સે
ના બાદશાહ સે ના શહેનશાહ સે
આજ મિલવાતા હું,દોસ્ત દિલદાર સે
ગૌભકત જનસેવક હમદર્દ સખા
આઓ મિલે પત્રકાર કે સરદાર સે
આ સ્વરચિત ગઝલ દિલદાર દોસ્ત, મીઠા માણસ, સ્નેહી સ્વજન, ભાઇ થી સવાયા ભાઇબંધ ને એવા પત્રકાર મિત્ર દેસુરભાઇ ગઢવી ને સમર્પિત
દેવભૂમિ દ્રારકા મા દેસુરભાઇ નામ એટલે બહૂમુખી પ્રતિભા, સેવાકીય પ્રવૃત્તિ મા કાયમ અગ્રેસર પરોપજિવી નહી પણ પરોપકારી ને પરસેવા માટે પારકી છઠ્ઠી નો જાગનાર!!!! દવાખાના ના કોઈપણ કામ માટે નાતજાત પૂછયા વગર લક્ષ્મણ માટે સંજીવની લેનાર સાક્ષાત હનુમાનજી જોઈ લ્યો હર ઘડી હર પલ દિનદુખિયા માટે હજરાહજુર. ઘણી વખત ઉનાળા ની સીઝન મા ધોમધખતા તાપ મા ઠંડા પાણી ની પરબ બાંધી ને પથિકો, પ્રવાસીઓ ની પ્યાસ બુઝાવતા સેવાભાવી સખાને મે જોયા છે
જીવદયા પ્રેમી તરીકે દ્રારકા જીલ્લા મા જે આંગણીના વેઢે ગણાય એટલા જ સાચા ગૌભકતો છે પણ સહુની જીભે પ્રથમ નામ અને અનન્ય નામ આવે એટલે દેવતાઈ ગુણ વારા દેસુરભાઇ ગઢવી!!!! પશુઓ માટે કામ કરતી સંવેદનશીલ મુખ્યમંત્રી ની એક સંસ્થા કે અન્ય પશુપ્રમી સંસ્થાઓ કરતા વધારે ઝડપ થી ગાયો ની વ્હારે આવતા ને યોગ્ય સારવાર આપી કામધેનું ના આશીર્વાદ મેળવતા આ મુઠ્ઠી ઉંચેરા માનવી ખરેખર કોઈ ઓલિયા થી ઑછો નથી
આજ ના આ કપરા કાળમાં મા સગી જનેતા ઘણી વખત બિમારી થી રીબાતા ગંદકી મા લથબથ દિકરાની સારવાર માટે હાથ ઉંચા કરી દે એવા યુઞ મા કોઈ રખડતા ભટકતા પશું ને કોઈ ઈજા થઈ હોય કે બિમારી સબબ કોઈ અજાણ્યો ફોન આવે એટલે અડધી રાતે પણ અલગારી માણસ ઉપડે પલનો પણ વિલંબ નહી કયારેક કોઈક સાથીદાર થો કયારેક એકલા. જયાં સુધી પશુને સારું ના થાય ત્યાં સુધી સેવા સારવાર માટે ખડેપગે. મે ઘણા કેસ નજરોનજર જોયા છે કે રાત્રિ ના બે અઢી વાગે કોઈ સરકારી માણસો સરખો જવાબ ના આપે ત્યારે કોઈ કહે હવે દેસુરભાઇ ને ફોન કરો એટલે આ અલ્લાહ નો બેલી ગાંઠનું ગરથ ગુમાવી ને મારતી ગાડીએ અંતરીયાળ વિસ્તાર મા આવીને જે પાતાળકૂવા મા બળદ જેવા બળવાન ઢોરને જમીન પર વશ મા કરવામા પણ પહેલવાન ના હાજા ગગડી જાય એવા તાકાતવર જાનવર ને પાણીમા બાંધવો એટલે
કદાવર કલેજું ને છપ્પન ની છાતી જોઇએ ને પારકા કામ અડધી રાતે આખલા માટે ઉઠવું હોય તો ફૂલ જેવું હૈયું પણ હોવું જોઇએ આ તમામ કામ પર- સેવા ના તમામ કામ પરસેવા થી કરવાના પાઇ ની આશા વગર માત્ર પશુપ્રમ ખાતર આવા ઘણા કિસ્સા છે રખડતા ભટકતા ઢોર માટે હમેશા ચિંતા કરતા જીવદયા ના આ જગડુશા ને ભકિતભાવ ના ભામાશા ને ઉમદા કામ માટે જાણે મૂંગા પશુઓ આંખ મા આંસુ લાવી ને આશીર્વાદ આપતા હોય ને આભાર વ્યકત કરતા હોય છે જાણે કે ભગવાન પોતે બધી જગ્યાએ ના પંહોચે એટલે એના અંશ ને મોકલી દે છે. દુસરો કે દુખ દૂર કરને વાલે તેરા દુખ દુર કરેંગે એવી મૂંગી આશીષ આ મૂંગા પશુડા આપતા હોય છે અને એજ આ માયાળુ માનવી ની મુડી એજ મિલકત એજ માલમતા. માણસ ની દુઓઓ કદાચ બેઅસર હોય પણ આ અબોલ ના આશીર્વાદ તરત દાન મહાપુણ્ય જેવા શીઘ્ર હોય છે
ખંભાલિયા મા બિનવારસુ ગાયો નો કાયમી પ્રશ્ન હતો.રસ્તા પર અવારનવાર વાહન ચાલકો ગૌમાતા ને હડફેટે લેતા ને આવો બનાવો મા આ અકસ્માત ગાયો માટે જીવલેણ પણ બનતો આની કાયમી ઉકેલ માટે દેસુરભાઇ ને એનિમલકેર ના યુવા કાર્યકરતાઓ એ જવાબદાર તંત્ર સામે અવારનવાર રજૂઆત પણ કરી પણ સાધુને મકાન ને તંત્ર ને કાન હોતા નથી એમ કોઈએ સાંભળ્યું નહિ આખરે 44 ગૌભકતો એ આત્મવિલોપન ની ચીમકી ઉચ્ચારી એમા 44 ગોવાળો મા મુખ્ય “”ગોપાલ”” દેસુરભાઇ આખરે જેમ ગોવર્ધન ઉચકાયો ને ઇન્દ્ર કે વરુણ હારે એમ તંત્ર ઝૂકયું ને ગૌભકતો ની લાગણી ને માંગણી સ્વીકારવામાં આવી ને ગૌભકતો નો વિજય થયો ને ગૌમાતા ને ન્યાય મળ્યો . આ વાત સહેજ અતિરેક લાગે ને મારો આશય કોઈ સરખામણી નો નથી પણ વીર વચ્છરાજે એક વેગડ ગાય માટે પોતાનું એક મસ્તક આપ્યું ત્યારે અંહી ઘણી બધી ગાયો માટે 44 માથા આપવા તૈયાર હતા હજી આ ભૂમિ વીર વિહોણી નથી એ શુરવીરો એ સાબિત કરી બતાવ્યું .જ્યારે જયારે આ ગાયો પર આફત આવી ત્યારે વાછરાદાદા એ કોઈ કોઈ સ્વરુપે આવીને બચાવી એ સૌ ભકતો ને સમજાયું. ગૌ,ગંગા ને તિરંગા માટે કરોડો વીરો કુરબાન થવા તૈયાર છે એવી પ્રતિતિ થઇ .
દુખી દેખી ને દોડતો કરવા વિપતિ મા વાર
રહેતા હમેશા તૈયાર, સૌ માણસ ની શામળા””
રાજી રાખવા રામને કરતો સેવા કામ
આંસુ લુછવા અવર ના,કદી ના કરે આરામ
પરસેવા જેની પ્રકૃતિ, પરોપકાર જેના મન પરમોધર્મ, પશુપ્રમ જેના માટે પ્રભુપ્રમ છે, પરહિત ને જે પરમાર્થ માને એવા દયાળુ દેસુરભાઇ આ મહામારી દરમિયાન સતત દર્દીઓ ની ચિંતા કરી, સમાજ ના સાચા પ્રહરી તરીકે દવાખાના ના ચોકીદાર કરતા વધું સમય પીડાતા વ્યક્તિ કે એના સ્વજન સાથે રહીને સવાઇ મહેનત થી એના આંસુ લુછવા એ દર્દી ના હમદર્દ બની રહયા એની આ ઉત્કૃષ્ટ કામગીરી થી પ્રરાઇ ને ભાજપ દ્રારા સ્વંયસેવક તરીકે નિયુક્ત કર્યા છે. થોડા સમય પહેલા સલાયા મા લોકો ને રકતદાન કરાવી સૌથી વધું લોહીની બોટલો દાન કરવાનો વિક્રમ એણે સર્જયો હતો.
આ મહામારી મા પરિવાર ની ચિંતા કર્યા વગર એક પત્રકાર તરીકે લોકો ની વચ્ચે રહેવું એક સેવાદાર તરીકે પિડિતો ની સાથે રહેવું ને એક સંવેદનશીલ વ્યક્તિ તરીએ સૌની પીડા ને પોતાની પીડા ગણવી આ ત્રિવેણી સંગમ એટલે જ ગૌમૂખી ગંગા નું ઉદય સ્થાન. એક કહેવત મુજબ લાખો મરજો પણ લાખોનો પાલનહાર ના મરજો એમ કુદરત દિર્ઘાયુ બક્ષે અને જેમ એક દિપક થી હજારો દિવડા પ્રગટાવો તોય એ દિવડા ની રોશની ઘટે નહી કે દિવડો બૂઝે નહિ એમ ગઢવી સમાજ નું ગૌરવ, ચારણ સમાજ નો ચિરાગ, હાલાર નો હીરલો દેસુરભાઇ નો દિપક સતત પ્રકાશિત રહે એની રોશની દ્રારકા થી વિસ્તરી દિલ્લી પંહોચે તેવી શુભકામનાઓ
કે.જે.ગઢવી
Tags :
You may also like
ગુજરાતની અંજલિ ચૌરસિયા ઝળકી-
જયપુરમાં યોજાયેલી ફોરેવર સ્ટાર ઇન્ડીયા કોમ્પીટીશનમાં વલસાડ જીલ્લાની યુવતિ બીજા ક્રમે આવી જામનગર (ભરત ભોગાયતા) વલસાડ જિલ્લાના ઉમરગાંવ ...
December 26, 2024