મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડ...
મોરબી ગોઝારી દુર્ઘટના સમયે કેબીનેટ મંત્રી રાઘવજીપટેલ તાબડતોબ પહોંચ્યા દેખરેખ કરી માર્ગદર્શન આપ્યુ સમીક્ષા કરી મુખ્યમંત્રી સાથે પરિસ્થિતિના તાગ અ...
October 31, 2022
ભાગેડું મેહુલ ચોક્સીની ધરપકડ ડોમીનિકાથી થઈ ધરપકડ PNB કૌભાંડનો આરોપી છે મેહુલ ચોક્સી
News Jamnagar May 27, 2021
નવી દિલ્હી
સરકારના સૂત્રોનું કહેવું છે કે જે સમયે મેહુલ ચોકસીને પકડયો એ સમય તે એન્ટિગુઆમાં નહોતો અને તે ડોમિનિકાનો નાગરિક નથી. કારણ કે ઇન્ટરપોલની તરફથી મેહુલ ચોકસીની વિરૂદ્ધ રેડ કોર્નર નોટિસ રજૂ કરાઇ છે આથી ડોમિનિકાની સરકાર સીધી તેને ભારતને સોંપી શકે છે.
મેહુલ ચોકસી એન્ટિગુઆનો નાગરિક છે અને તે પાણીના રસ્તે ભાગવાની ફિરાકમાં હતો પરંતુ જેવો તે ડોમિનિકા પહોંચ્યો તેને અધિકારીઓને પકડી લીધો. સૂત્ર બતાવે છે કે ડોમિનિકામાં ડિટેન કર્યા બાદથી જ ભારતીય એજન્સીઓ અને અધિકારી તેને ભારત પાછા લાવવાનો વિકલ્પ શોધી રહ્યા છે.મ મેહુલ ચોકસીના ડિટેંશન અંગે સીબીઆઈને પણ ઇન્ટરપોલથી માહિતી મળી છે.PNB કૌભાંડના આરોપી અને ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોકસી કયુબાથી ભાગતા સમયે રસ્તામાં ડોમિનિકામાં પકડાઇ ગયો છે. મેહુલ ચોકસી 23મી મેના રોજ સાંજે એન્ટિગુઆ સ્થિત પોતાના ઘરેથી ગુમ થઇ ગયો હતો. ત્યારબાદ તેના ગુમ થયાનો રિપોર્ટ પણ નોંધાયો હતો. જો કે તેને ઓળખતા કોઇ એક શખ્સે દાવો કર્યો હતો કે તેઓ કયુબા ભાગી ગયા છે.
મેહુલ ચોકસીની પાસે એન્ટિગુઆની નાગરિકતા છે અને તેને ડોમિનિકાએ પકડયો છે.મેહુલ ચોકસીની કરતૂતોથી એન્ટિગુઆ સરકાર એટલી બધી પરેશાન છે કે તેમણે ડોમિનિકાની સરકારને મેહુલ ચોકસીને ભારત સોંપવાનો અનુરોધ કરી દીધો છે. જો આમ થયું તો નીરવ મોદી પહેલાં મેહુલ ચોકસી ભારત આવી શકે છે.
મીડિયા રિપોર્ટ ના અનુસાર
તસ્વીર મીડિયા ગ્રુપ
Tags :
You may also like
મોટીખાવડી-જોગવડમાં રીલાયન્સ દ્વારા સ્વચ્છતા સંસ્કારનું દર્શન
‘સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા’ .... રિલાયન્સ ફાઉન્ડેશનનું સ્વચ્છતા અભિયાન …. મોટી ખાવડી અને જોગવડ ગામે 700 કરતાં વધુ સ્વયંસેવકો...
October 02, 2024